<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th October 2025

SIR: સામાન્‍ય કાર્યવાહી

મતદાર યાદી સુધારવી એ કંઇ ક્રાંતિકારી કામ નથીઃ ચૂંટણી પધ્‍ધતિમાં મહાક્રાંતિ જરૂરી

સામાન્‍ય  કામગીરીમાં મોટો દેખાવ કરવાની ફેશન સર્વત્ર છવાઇ છે. ગુજરાતમાં આરોગ્‍ય પ્રધાન બનેલા પ્રફુલ્લભાઇએ ખોરાકી ભેળસેળિયા તત્‍વોને ચેતવણી આપીને સુધરી જવા કહયું આ મુદ્‌ે ખુબ પ્રસિધ્‍ધિ મળી... નિવેદન આપવું, અને કરી દેખાડવું એ બંને અલગ બાબત છે. નિવેદન સામાન્‍ય કહેવાય, કરી દેખાડે તો તેઓ પ્રસિધ્‍ધિના અધિકારી બને. કરી દેખાડવા માટે સોૈપ્રથમ પોતાના તંત્રમાં થયેલી ભેળસેળ દુર કરવી જરૂરી છે. બાદમાં કાયદાની છટકબારી અને સેટિંગની જાળ દુર કરવી પડે. માત્ર હાકલા-પડકારાથી કંઇ ન વળે. ખુશામતિયા થોડી તાળી પાડે, બાકી કંઇ ન થાય. કામ કરી દેખાડવા માટે કાળજુ કઠ્ઠણ જોઇએ. પ્રફુલ્લભાઇ તાકાતથી મેદાનમાં આવે.

વિશેષ જોમ-જુસ્‍સો કે નક્કર કાળજુ ન હોવાથી ગુજરાતમાં મોટાપદ પર ગોઠવાઇ ગયેલા માત્ર શોભાના ગાંઠિયા જેવા છે. સામાન્‍ય કાર્ય કે નિવેદન કરી ને મીર માર્યા જેવો દેખાવ કરે છે.

સામાન્‍ય કાર્યને સિંહ જેવું દેખાડવાનું કામ મીડિયા કરવા લાગ્‍યા છે. ચૂંટણી પંચે SIRના  બીજા રાઉન્‍ડમાં ગુજરાત સહિત ૧૨ રાજયોમાં કાર્યવાહીની ઘોષણા કરી છે. આ નિર્ણય ઐતિહાસિક-ક્રાંતિકારી હોય તે રીતે મીડિયામાં બ્રેકિંગ ન્‍યુઝ શરૂ થઇ ગયા હતા.

વાસ્‍તવમાં મતદાર યાદી સુધારણા એ અતિ સામાન્‍ય સ્‍તરની કામગીરી  છે. અમુક મતદારોના નામો કમી થાય, અમુક ઉમેરાય, આ સામાન્‍ય વહીવટી  પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં ન્‍યુઝનું તત્‍વ શોધવું પણ કઠીન થાય તેમ છે. બિહારમાં- બંગાળમાં SIR અંગે વિપક્ષે વિવાદ સર્જયો હતો તેથી આ મુદો ચગી ગયો હતો. ભારતનો વિપક્ષ ખાસ કરીને વર્તમાન કોંગ્રેસ મુદ્‌ાના મૂળ ટ્રેકથી વારંવાર આડા પાટે ચઢીને ખુદને જ નુકશાન કરે છે. હાલ વિપક્ષ પાસે લગડી જેવા મુદ્‌ા છે. પણ બિહારમાં રાહુલ એવું વિચિત્ર ગતકડું લઇને મેદાનમાં આવશે જે બહુ મહત્‍વનું ન હોય.

મતદાર યાદી સુધારણા સામાન્‍ય પ્રક્રિયા છે, પણ અમુક ચૂંટણી અધિકારી મીડિયા સામે પ્રગટ થતા હોય તેનો માભો તો પાકિસ્‍તાન જીતી લીધા જેવો હોય છે. ન્‍યૂઝ સેન્‍સ વગર મીડિયા સમાચારો ફટકારે છે તેથી ઘણાં ફાલતુઓ હીરા બની ગયા છે.

ચૂંટણી પંચે ક્રાંતિ કરી દેખાડવી હોય તો આચારસંહિતાની જેમ પ્રચાર  સંહિતા ઘડો.  નેતાઓ આડેધડ બક-બક કરે છે. તેમને શબ્‍દોની જવાબદારીનું ભાન કરાવો આક્ષેપો કરનારા સામે તત્‍ક્ષણ પુરાવા માંગો. કોઇપણ પક્ષ હોય, ચૂંટણીના શુધ્‍ધિકરણ માટે કડકાઇથી કામ લઇ દેખાડો. આવું કંઇક થાય તો ક્રાંતિ થઇ શકે. લ્‍ત્‍ય્‍માં માભા મારવાની જરૂર નથી. ચૂંટણી લોકશાહીનો આધાર છે. તેનું શુધ્‍ધિકરણ અનિવાર્ય છે પણ...

 

(12:04 PM IST)