તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Monday, 10th November 2025
ત્રાસવાદ પણ ગુજરાત પહોંચી ગયો
નેતાઓ બડાશ હાંકતા રહયા અને સ્થિતિ ખતરનાક બનતી ગઇઃ સુરક્ષા ધ્વસ્ત
ગુજરાતના પાટનગરમાંથી ત્રણ આતંકીઓ શસ્ત્ર સાથે ઝડપાયા. આ ત્રાસવાદીઓ દેશભરમાં આતંકી હુમલા કરવાના હતા. આવો દાવો તપાસ બાદ થયો છે. ત્રાસવાદીઓ પકડાયા તેને ગુજરાતનું તંત્ર બહાદુરી ગણે છે. ત્રાસવાદીવાદીઓ ધ્યેયને અંજામ આપે તે પહેલા જ ઝડપી લેવાયા તે એક દૃષ્ટિકોણ છે.
સમીક્ષા માત્ર એક જ દૃષ્ટિકોણથી ન થાય. આ ઘટનાનો બીજો દૃષ્ટિકોણ એ છે કે, ગુજરાતમાં સાવ ડલ નેતાગીરી અને તંત્રના કારણે હવે ગુજરાત ત્રાસવાદીઓને પણ અનુકુળ આવવા લાગ્યું છે. ત્રણ ત્રાસવાદી પકડાયા એ એક દૃષ્ટિકોણ છે. બીજો દૃષ્ટિકોણ એ છે કે, ગુજરાતમાં ન પકડાયેલા કેટલા હશે?
ગુજરાતમાં આતંકીઓ પણ મહા નેટવર્ક સ્થાપિત કરવા લાગ્યા હશે ? વિવિધ વિસ્તારોમાં વધી રહેલી ભાંગફોડિયા તત્વોની તાકાત પાછળ કોણ છે ? ગુજરાતમાં ભાજપ- સંઘ- વિહિપનું હિન્દુત્વ માત્ર ચુંટણી સમયે જ પ્રગટે છે. ભયાનક તાકાતોથી ગુજરાત બરબાદી તરફ જવા લાગ્યું છે. પરંતુ કોઇનું હિન્દુત્વ ધગતું નથી. ખુદ સરકાર પણ બિન્દાસ છે. રૂપિયા આપીને વાહ-વાહી મેળવવામાં પ્રધાનો વ્યસ્ત છે. પરંતુ ગુજરાતમાં વધતી ગુન્હાખોરી અંગે ગૃહપ્રધાન કે મુખ્યપ્રધાનને પણ જવાબદારીનું ભાગ લાગતું નથી.
ઘણાં સમીક્ષકો આશંકા વ્યકત કરે છે કે, માથે ચૂંટણી આવી એટલે આતંકીઓ ઝડપાવા લાગ્યા. સરકાર આવા મુદાઓ લોકમાનસ પર હાવી કરીને મત મેળવી લેશે. વાસ્તવિકતા એ છે કે, વિપક્ષમાં દમ હોય તો ત્રાસવાદ જેવા મુદે દૃષ્ટિકોણ બદલાવીને શાસનવિરોધી માહોલ બનાવી શકાય. વિપક્ષે ભૂલથી પણ ત્રાસવાદની તરફેણ ગણાય તેવા નિવેદન કરવા ન જોઇએ. ભાજપ આવી તકની રાહમાં જ છે. એકાદ નિવેદન પણ પણ પૂરી તાકાતથી વિપક્ષ પર તૂટી પડશે.
આ ઉપરાંત વિપક્ષે વિધર્મી અસામાજિકોની તરફેણ પણ ન કરવી જોઇએ. ચૂંટણીમાં ભાજપ કોમવાદી વિવાદો જાગે તેની રાહમાં હોય છે. ગુજરાતમાં માત્ર વિવાદો કરીને પોતાના સ્વાર્થ સાધવામાં જ તેઓ માસ્ટર છે. ત્રાસવાદી ગુજરાતમાં ઘુસી જાય, નેટવર્ક બનાવે તેની શાસકોને શરમ પણ આવતી નથી. વાતો હિન્દુત્વની બહાદુરીની કરતા રહેશે.
ગુજરાતે ગહન ચિંતન કરવાની જરૂર છે. ગુજરાતીઓને સલામતી,શાંતિ, સમૃધ્ધિ,સુખાકારી વગેરેનો અધિકાર છે. ગુજરાતમાં બગડી રહેલી સ્થિતિ અંગે નેતાઓને તીખા સવાલો પૂછી શકાય. તેના જવાબ ન મળે કે ગોળગોળ મળે તો આવા નેતાઓને મત આપવાને બદલે ગોળગોળ ફેરવવા જોઇએ.
ત્રાસવાદ સામાન્ય મુદ્ો નથી. આ મુદો નિર્દોષ ગુજરાતીઓના ફૂરચા ઉડ્યા બાદ નેતાઓ સહાય જાહેર કરીને બહાદુરી હાંકશે. તેઓને સામાન્ય લોકોના જીવની કંઇ પડી જ નથી. તેવી લોક મૂખે ચર્ચાતી વાતો અસ્થાને નથી.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
