News of Wednesday, 19th November 2025
રાજકોટઃ વિકાસ થયો, સુખાકારી ઘટી..
એક સમયે ખાવાનું શોખીન રાજકોટ હવે પીવાના રવાડે... મહાપાલિકાના બાવન વર્ષઃ રંગીલાથી ગંદકીલાની સફર....
રાજકોટ પ્રોપર્ટીમાં રોકાણ માટે શ્રેષ્ઠ હતું. દેશ-વિદેશમાં સ્થાયી થયેલા રાજકોટ- સોૈરાષ્ટ્રવાસીઓ મકાન- ફલેટમાં રોકાણ ખૂબ કરતા હતા. એ સમય ેરાજકોટ શાંત રંગીલુ અને સુરક્ષિત હતું. આજનું રાજકોટ અશાંત, ગંદગીલુ, અસુરક્ષિત બની ગયું છે. મજાકમાં એમ કહી શકાય કે રાજકોટમાં કોૈભાંડ વગરની જમીન અને જમીન કોૈભાંડ વગરના નેતા-નેતી શોધવા મુશ્કેલ બની ગયા છે.
આ સ્થાને રાજકોટપુરાણ આદરવાનૂં કારણ એ છે કે, આજે રાજકોટ મહાપાલિકાનો બાવનમો સ્થાપના દિવસ છે. એક સમયે ખાણી-પીણીનું શોખીન રાજકોટ આજે ભેળસેળિયું ખાય છે પણ પીવાનું પ્યોર શોધે છે અને સરળતાથી મળી જાય છે.
બાવન વર્ષમાં વિકાસ ધમધોકાર થયો. પરંતુ અડધી સદીમાં રાજકોટમાં સુખાકારીનો ગ્રાફ ચિંતાજનક હદે ગગડયો છે. વિકાસકાર્ય સુવિધા- સુખાકારી વધારવા માટે હોય, પણ વિકાસ જ મોટી સમસ્યા બની ગઇ હોય તેવી સ્થિતિ રાજકોટની થઇ ગઇ છે.
ચોમાસા પછી રાજકોટમાં તૂટેલા માર્ગો પર થીગડાં લાગ્યા. પણ અમુક સ્થાને થીગડાં પગથિયાં જેવા બની ગયા છે. માર્ગો પર પગથિયા ધરાવતું દુનિયાનું એકમાત્ર શહેર રાજકોટ હશે.
મુખ્યમંત્રીએ ખખડાવ્યા બાદ મહાપાલિકા કમિશનર ફિલ્ડમાં નીકળ્યા, પણ માત્ર દેખાડો જ હોય તેવો માહોલ હતો. રાજકોટની ભયાવહ સ્થિતિ બાદ પણ મેયરનું કે પદાધિકારીઓનું લોહી ઉકળતું નથી... એ મુદ્ો મારામાં ન આવે તેવી માનસિકતા નેતા-નેતીઓમાં ઘર કરી ગઇ છે. વાસ્તવમાં મેયર એટલે શહેરના મુખ્ય નેતા-પ્રથમ નાગરિક છે. ભુતકાળમાં મેયરોએ રાજયની અને રાષ્ટ્રની સરકારો સામે પણ જંગ કરેલો. જયારે આજે? આજે તો વોર્ડના કામ પણ વટથી કરી દેખાડવાની ત્રેવડ નથી જયારે આજે? તેવા બહાદુર નેતા-નેતીઓને આપણે નગરસેવક, ધારાસભ્ય અને સાંસદ બનાવી દીધા છે. એક પણ નેતુ રાજકોટના હિતમાં ઉપર કે નીચે ચું કે ચા કરી શકતું નથી.
પક્ષાંતર સામે ઉપવાસ કરનાર રાજકોટ આજે પક્ષાંતર કરનારાને માન-પાન - મત આપી દે છે. રાજકોટને પતન તરફ જવાનો શોખ થઇ ગયો છે. ફાલતુ નેતા-નેતીને તથા અધિકારીઓને સહન કરવામાં રાજકોટવાસીઓએ માસ્ટરી મેળવી લીધી છે.
સંશોધનનો વિષય એ છે કે, મહાપાલિકા જેવું કંઇ ન હોત તો રાજકોટમાં કદાચ સુખાકારી વધારે હોત... અગ્નિકાંડ જેવી ભયાવહ ઘટનાઓમાં પણ રાજકોટની નેતાગીરી ખીચડી પકાવી લે છે. બાવન વર્ષનો રાજકોટનો ‘‘વિકાસ'' જોતા લાગે છે કે ભવિષ્યમાં રાજકોટ બિહારનું શહેર હોય, તેવો અનુભવ થાય તો નવાઇ નહિ.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
