હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નીતિશઃ અનિવાર્ય નેતૃત્વ !
રણનીતિમાં આકરો ગણાતો ભાજપ પણ વધારે બેઠકો જીતવા છતા નીતિશને નમન કરવા મજબૂર
ગુજરાતમાં ભાજપ અતિ મજબૂત પક્ષ છે. વિપક્ષ ભાજપની સ્પર્ધા કરવા પણ સક્ષમ દેખાતો નથી. જો કે પ્રદેશના ભાજપી નેતાઓ મજબૂત પક્ષના નબળા મહારથીઓ છે. મુખ્યમંત્રી જેવા પદ પર બેસેલા નેતાને ‘‘ઉપરથી'' ફોન આવે અને સૂચના મળે એટલે રાજીનામું આપીને ઘરભેગા થઇ જવું ફરજિયાત બને છે. ભૂતકાળમાં અને વર્તમાનમાં આ જોવા મળ્યું હતું. આ બાબત મજબૂત પક્ષના નબળા નેતાની સાબિતી છે. દેખાવ શિસ્તબધ્ધ હોવાનો કરવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં ‘‘ઉપરવાળા'' સામે ચુ કે ચા કરવાની ત્રેવડ હોતી નથી. આ બધા પોતાની તાકાતથી નહિ, મોદીત્વની આભાથી ચૂંટાયેલા હોય છે.
ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વને આક્રમક માનવામાં આવે છે. બે-ત્રણ નિર્ણયો એવા છે કે, ભાજપે પોતાની આક્રમકતા તડકે મૂકવી પડી છે. યુપીમાં યોગીજીને ઘેર મોકલી દેવાનો પ્રયાસ રાષ્ટ્રીય નેતૃત્વએ કર્યોં હતો. પણ યોગીજી ખુદના પ્રભાવથી સત્તામાં છે. તેને દુર કરી ન શકાયા.
આજે બિહારમાં રાજકીય ઇતિહાસ રચાઇ રહયો છે. લાંબા સમયથી સત્તામાં રહેલા નીતિશ કુમાર મુખ્યમંત્રી પદે શપથ લઇ રહયા છે. આ નેતા ભાજપને ખુંચે છે. છતાં રાષ્ટ્રીય નેતૃત્વ પણ નીતિશને નમન કરવા મજબૂર છે.
નીતિશ કુમારે પોતાના મતદાર વર્ગમાં દાયકાઓથી પ્રભાવ જાળવી રાખ્યો છે. બિહારમાં ભાજપ પોતાના નેતાને મુખ્યમંત્રી બનાવવા માટે તડપે છે. છેલ્લી ચૂંટણીમાં મતદાન શરૂ થયું ત્યારે કમને નીતિશને નેતા માનવા ભાજપ મજબૂર બનેલ.
પરિણામોમાં ભાજપ બિહારમાં સોૈથી વધારે બેઠકો પ્રાપ્ત કરનાર પક્ષ બન્યો છે. મોટાભાઇ બનવા છતાં નાનાભાઇને દંડવત કરીને સત્તા આપવા ભાજપ મજબૂર થયો છે. ભાજપ નીતિશના ટેકા વગર આડાઅવળું કરીને સરકાર રચી શકે તેવી સ્થિતિ છે. આવું કરવું ભાજપને ફાવે છે. છતાં નીતિશનું નેતૃત્વ સ્વીકારવું પડયું એ નીતિશની તાકાત છે. વિશ્વનો સોૈથી મોટો પક્ષ એક પ્રાદેશિક નેતા સામે ઝૂકવા મજબૂર બને એ નેતા સામાન્ય ન ગણાય.
નીતિશ આદર્શ નેતા નથી. પણ સક્ષમ છે જ. એમને લાલુ સાથે બેસીને સરકાર રચવામાં શરમ-સંકોચ થતો નથી. જોકે હાલ તો દુનિયાની મજબૂત ગણાતી મોદી સરકાર નીતિશના ટેકાથી ઉભી છે. આ નીતિશની તાકાત છે. એકલા હાથે પક્ષ અને સરકારમાં નિર્ણાયક પ્રભાવ વર્ષોથી ધરાવે છે. આ સામે ગુજરાત પ્રદેશના ધરખમ ગણાતા નેતાઓનું ટોળું પણ રાષ્ટ્રીય નેતૃત્વ સામે અવાજ ઉઠાવી શકતું નથી. આ નેતાઓ પાસે ખુદની તાકાત નથી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
