<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

ધર્મઃ વિપક્ષની ઉંઘ હરામ કરતો મુદ્્ો

અયોધ્યામાં ધ્વજારોહણઃ ધર્મ મામલે વિપક્ષે સ્પષ્ટ બનવું અનિવાર્ય


વર્ષે સુધી દંભી બિનસાંપ્રદાયિકતા ચાલતી રહી. કોîગ્રેસ અને તેના જેવા પક્ષોઍ આ પ્રકારના દંભનો દાયકાઅો સુધી ગેરલાભ લીધો. હવે હિન્દુ સમાજ થોડો સંગઠિત થતા બિનસાંપ્રદાયિકતા બાષ્પિભવન થઇ ગઇ છે. જા કે હજુ કોîગ્રેસ તથા તેના સાથી પક્ષો ધર્મના નામે સ્પષ્ટ ન થતાં, તેમને પારાવાર રાજકીય નુકશાન થઇ રહ્નાં છે.

આજે અયોધ્યામાં રામ મંદિર ખાતે ધ્વજારોહણનો ઐતિહાસિક પ્રસંગ ઉજવાઇ રહ્ના છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા યોગીજી અને ભાજપ-સંઘ આ પ્રસંગનો ભરપૂર લાભ લઇ રહ્ના છે. લાભ શા માટે ન લેવો? કરોડો ભાવિકોનું સ્વપ્ન ભાજપ-સંઘે સાકાર કરી દેખાડયું છે. કરી દેખાડેલા કામનો લાભ લેવો જ જાઇઍ.

રામ મંદિર જ નહિ. સમગ્ર ધર્મના મુદ્્ે માત્ર કોîગ્રેસે જ નહિ, તેના સાથી પક્ષોઍ પણ સ્પષ્ટ થવું જ પડશે. કોઇપણ દેશમાં બહુમતી વર્ગના મતદારો દ્વારા જ રાજનીતિનો ધૂરા ચાલતી હોય છે. ભારતમાં આ પ્રવાહ થોડો મોડો શરૂ થયો છે.

ભારતના ૮૦ ટકા મતદારોને ઇગ્નોર કરીને કોઇ પક્ષ દેશમાં સત્તા મેળવવાનું સ્વપ્ન સાકાર કરી ન શકે. આ અતિ સામાન્ય બાબત કોîગ્રેસને સમજાતી નથી. કોîગ્રેસ-અખિલેશ-મમતા વગેરે પક્ષો - નેતાઅો હજુ અયોધ્યા રામ મંદિર દર્શને ગયા નથી. આ અંગેના સવાલમાં રાહુલથી માંડીને અખિલેશ સુધીના નેતાઅો ગેîગેફેફે થઇ જાય છે. અને વિચિત્ર દલીલો કરે છે.

ઍક બાબત ઍ પણ છે કે, બિનસાંપ્રદાયિક ગણાતા પક્ષોના નેતાઅો હવે અયોધ્યા જાય તો મુસ્લિમ મતદારો તેનો સાથ છોડી દે તેવો ભય છે. મુખ્ય વિપક્ષ કોîગ્રેસની તો વિચિત્ર દશા છે. બિનસાંપ્રદાયિકતાના દંભમાં હિન્દુ મતદારોને વિશ્વાસ ગુમાવી જ દીધો છે, કોîગ્રેસે પરંપરાગત મુસ્લિમ મતદારો પણ ગુમાવી દીધા છે. આ પક્ષ પાસે કોઇ નકકર રણનીતિ કે નેતાગીરી નથી. પ્રચંડ નુકસાન છતાં હજુ કોîગ્રેસ જાગી નથી. રાહુલ ગાંધીઍ હિન્દુ મતદારોને રીઝવવા જનેઉધારી-શિવભકતનું ગતકડું ચલાવ્યું હતું. પરંતુ મતદારોઍ ફગાવી દીધું હતું.

ધર્મની બાબતમાં કોîગ્રેસ જ નહિ, સમસ્ત વિપક્ષ ગોટે ચઢી ગયો છે. આ બાબતનો ભાજપને ખૂબ લાભ મળી રહ્ના છે. મોદી-યોગી બ્રાન્ડ પ્રચંડ મજબૂતી તરફ ગતિ કરી રહી છે. અયોધ્યા ધ્વજા રોહણ સમારોહને પણ જબ્બર રાજકીય સ્વરૂપ અપાઇ ગયું છે.

વિપક્ષની ધાર્મિક અણધડ નીતિના કારણે ભાજપને મોજે દરિયા થઇ ગયા છે. કોîગ્રેસ પાસે હજુ ઍક તક છે. ભાજપનું હિન્દુત્વ કેટલું તકલાદી છે, તેનો પર્દાફાસ ગુજરાતના હિન્દુઅોની સ્થિતિ ઉજાગર કરીને કરી શકે છે. સામાન્ય હિન્દુઅોની દશા અતિ ખરાબ છે. પણ કોîગ્રેસને આવું કંઇ સુજતું જ નથી... જય શ્રીરામ...!

 

(11:20 AM IST)