<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th November 2025

હા-જી-હા કરો,મોજ કરોઃ ભાજપનું નવું સૂત્ર

સંગઠનમાં પણ મોટા પદ પર નબળા નેતા ગોઠવવા મથામણઃ લડાયક નેતાગીરીની પરંપરા અલોપઃ સરકાર-સંગઠનમાં હા-જી-હા.. ને મોજ!!


 

 તાજેતરમાં ભાજપના રાષ્‍ટ્રીય મોવડીના પ્રતિનિધિ  રાજકોટ આવ્‍યા હતા અને સંગઠનના સમીકરણો સેટ કરવા મીટિંગ કરી હતી. એક મહત્‍વની બેઠકમાં શહેર પ્રમુખને જ બહાર બેસાડ્‍યા હતા. શહેરના સંગઠનના નિર્ણયમાં પ્રમુખને જ દૂર રખાય તે દર્શાવે છે કે ભાજપ માત્ર પદ આપે છે, પણ પક્ષમાં તેની કોઈ ખાસ વેલ્‍યુ હોતી નથી. આવી નેતાગીરી શું ઉકાળી શકે?

રાજકારણમાં સ્‍થિતિ ગમે તેવી વણસે, પણ સત્તાધારી પક્ષનો અહંકાર ઓગળતો નથી. ખાસ કરીને ભાજપ જેવી કેડરબેઝ પાર્ટી, જેણે ગુજરાતમાં દાયકાઓ સુધી શાસન કર્યું છે, તેનો મિજાજ સૌરાષ્‍ટ્રમાં બગડતી આંતરિક સ્‍થિતિ વચ્‍ચે પણ ‘બિન્‍દાસ' રહે છે. પક્ષમાં હજુ જાણે ‘સબ સલામત'નું નવું સૂત્ર ગુંજી રહ્યું છે, ભલેને અંદરખાને ગમે તેટલો અસંતોષ હોય. સૌરાષ્‍ટ્ર એ પ્રદેશ છે જેણે ભાજપને શક્‍તિ આપી, પણ આજે ત્‍યાં જ જૂથવાદ અને કાર્યકર્તાઓની અવગણનાની ફરિયાદો ઉઠી રહી છે.

વરિષ્ઠ નેતાઓ અને જુના જોગીઓને પડતા મૂકી, હવે સંગઠનમાં મોટા પદ પર ‘નબળા' અને ‘કહ્યાગરા' લોકોને ગોઠવવાની મથામણ ચાલી રહી છે. ભાજપની જે પરંપરા લડાયક નેતાગીરી અને સંઘર્ષમાંથી ઊભી થઈ હતી, તે ધીમે ધીમે અલોપ થઈ રહી છે. જે નેતાઓ માત્ર મોવડી મંડળની વાતમાં હા-જી-હા કરે, પક્ષની નીતિઓ સામે પ્રશ્‍ન ન કરે, તેમની બોલબાલા વધી રહી છે. આનાથી કાર્યકરોમાં  હતાશા છે, પણ પક્ષનું ટોચનું નેતળત્‍વ જાણે આ બાબતને અવગણી રહ્યું છે, તેમને વિશ્વાસ છે કે ‘મોદી ફેક્‍ટર' કે ‘હિન્‍દુત્‍વ'નો એજન્‍ડા કોઈ પણ આંતરિક ખામીને ઢાંકી દેશે.

પક્ષના શિસ્‍તબદ્ધ માળખામાં પણ આ નબળાઈ દેખાઈ રહી છે. કેટલાક નેતાઓ માત્ર ‘મુજરાબાજો' બનીને મોજ કરી રહ્યા છે, જેઓ જનતાના પ્રશ્નો કરતાં પોતાના અંગત સ્‍વાર્થ અને પદની લાલસામાં વધુ રચ્‍યાપચ્‍યા રહે છે. આવા નેતાઓને મહત્‍વ મળવાથી જમીની સ્‍તરના કાર્યકરોનો ઉત્‍સાહ ઘટી રહ્યો છે. તેમ છતાં, ભાજપ જાણે મસ્‍તમૌલા થઈને બેઠો છે. તેમને લાગે છે કે સૌરાષ્‍ટ્રના પાટીદાર મતો હોય કે અન્‍ય જ્ઞાતિનું સમર્થન, તે કોઈ પણ ભોગે જાળવી શકાશે. આ ‘બિન્‍દાસ' વલણ પાછળ કદાચ એ આત્‍મવિશ્વાસ છે કે વિપક્ષ હજી પણ એટલો મજબૂત નથી કે તેઓ ભાજપને અસરકારક રીતે પડકારી શકે. આ સ્‍થિતિ લાંબેગાળે ભાજપ માટે જોખમી બની શકે છે. પણ હાલ પૂરતું તો પક્ષ ‘મોજ કરો'ના મૂડમાં દેખાઈ રહ્યો છે.

કોઈ પણ પક્ષ નિર્ણયો કરવા સ્‍વતંત્ર હોય છે.પક્ષો લોકોના મતથી જ મોટા બને છે. વ્‍યાપક લોકહિતને કોરાણે મૂકીને કોઈ પક્ષ નિર્ણયો કરતો રહે તો હવે લોકોએ વિશેષ રાજકીય સમજ કેળવવી અનિવાર્ય બને છે. લોકશાહીમાં લોકો પણ મતનો નિર્ણય કરવા સ્‍વતંત્ર હોય છે એ લોકોએ ભૂલવું ન જોઈએ. (

(11:46 AM IST)