હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હિરો બનેલાની હવા કાઢો...
ગડકરીએ ગુજરાતમાં વાહ-વાહી લૂંટી, પણ ભંગાર નેશનલ હાઇવે અંગે કોઇ કંઇ ન બોલ્યું
કો'કની ભલામણથી પદ મળી ગયા બાદ પ્રસિધ્ધથી રાજનીતિના હીરા બની ગયેલા ભાજપમાં ઠાંસી-ઠાંસીને ભર્યા છે. આ હરોળમાં એક નીતિન ગડકરી છે. આ નેતા પોતાને વડાપ્રધાનપદની રેસના ખેલાડી ગણાવે છે. પરંતુ તેની પ્રસિધ્ધિ અને શકિત વચ્ચે અતિઅંતર છે. દેશમાં એક- બે સારા પ્રોજેક્ટ બનાવીને પોતાને મહાન ગણાવતા કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરીને મોટાભાગને નેશનલ હાઇવેની કંગાળ-ભંગાર દશા અંગે જરાપણ શરમ આવતી નથી.
ગુજરાતના હાઇવે તો સમગ્ર દેશના કદાચ સોૈથી ખરાબ હશે. તોતીંગ ટોલટેકસ ઉઘરાવ્યા બાદ પણ ગુજરાતને ઉત્તમ હાઇવે સુવિધા નથી મળી એ હકીકત છે. તૂટેલા- ફૂટેલા- થીગડાં મારેલા માર્ગોથી વાહન ચાલકો ત્રાહીમામ છે. ગુજરાતમાં હાઇવે પર ચાલતા બ્રીજ સહિતના પ્રોજેકટ્સ પણ ગોકળગતિએ ચાલે છે. આ કામોની ગુણવતા સામે પણ વારંવાર સવાલો ઉઠે છે. અણધડ હાઇવે મેનેજમેન્ટના કારણે જીવલેણ અકસ્માતોનું પ્રમાણ તીવ્ર ગતિએ વધી રહ્યું છે. પ્રોજેકટ મોડા થવાના કારણે ખર્ચમાં પણ તોતીંગ વધારો થાય છે.
આ તમામ બાબતો હાઇવે ઓથોરિટીની બેદરકારી કે સેટિંગ સાથે સંકળાયેલી છે. કંગાળ માર્ગોની નૈતિક જવાબદારી જે તે પ્રધાનની ગણાય. નીતિન ગડકરી સામે ગુજરાતમાંથી સવાલો- આક્રોશ ઉઠવા જોઇએ. પણ બની બેઠેલા હીરાની હવા કાઢનાર કોઇ ન હતું...
નીતિનભાઇ ગુજરાતની મુલાકાતે હતા. વટથી રોડ- શો યોજયો. મોટી-મોટી વાતો કરીને ગુજરાતમાં વટ મારીને પ્રસિધ્ધિની બેલેન્સ વધારી. ગુજરાત સરકાર અને ગુજરાત ભાજપ નીતિનભાઇને સલામી ભરતા રહયા. અતિથિને આવકાર મળવો જ જોઇએ. પણ જીવલેણ સમસ્યાઓ અને કરોડો ગુજરાતીઓને અન્યાય સામે ગુજરાત જે રીતે ચુપ રહયું તે દર્શાવે છે કે, ગુજરાતી નેતાગીરી અંગતહિત- પક્ષહિતને જ પ્રાધાન્ય આપે છે. ગુજરાતનું જે થવું હોય તે થાય.
મોટાભાગના નેતાઓ પોતાની જ્ઞાતિ-સમાજના જોરે પદ પર ચઢી બેઠા છે. કંગાળ માર્ગોમાં તેમનો સમાજ પણ ઝંખવાઇ રહ્યો છે. જ્ઞાતિ-સમાજે યાદ રાખવું જોઇએ કે નેતાઓ ચૂંટણી વખતે જ જ્ઞાતિવાદી હોય છે. જીત્યા બાદ...
આશ્ચર્ય એ છે કે, માર્ગોની સમસ્યા અંગે વિપક્ષ પણ મોૈન રહ્યોઃ હીરો બની ને ફરતા નેતાઓની ગુજરાતમાં હવા કાઢવાનો મોકો હતો. પણ વિપક્ષ ચુકી ગયો. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને મરણિયા બનતા આવડતું નથી. અથવા તો બનવું નથી. નિવેદનિયા વિરોધ કરીને સત્તા પર બેસવાના સપના જુએ છે. જો કે એકમાત્ર કોંગ્રેસ પ્રમુખે એવું કહયાનું પ્રસિધ્ધ થયું છે કે મુખ્યમંત્રીએ ગડકરીજીને કહેવું પડયું કે જનતા કરોડોનો ટોલટેકસ ભરે છે છતાંયે હાઇવે ઉબડખાબડ હોય, તે શરમજનક છે. જો કે સત્તાવાર આવી કોઇ જાહેરાત થઇ નથી.
આવા વિપક્ષના કારણે સાવ ફાલતું જેવા તત્વો ગુજરાતમાં મોટા પદ પર ગોઠવાઇને પોતાને મહાન ઘોષિત કરી રહ્યા છે. ગુજરાતીઓ, જાગતા રહેજો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
