હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અડ્ડા પર ત્રાટકોઃએક જ ઉકેલ
જેતપુરમાં દારૂના અડ્ડા પર લોકો ત્રાટકયા બાદ તંત્ર સક્રિય થયું: કાયદો હાથમાં લો તો તંત્ર પગમાં પડેઃ સરકારની વિચિત્ર નીતિ
નાનું સેન્ટર ઘણી વખત મોટો સંદેશ આપતું હોય છે. જેતપુરના એક વિસ્તારમાં દારૂના ધંધાર્થી અને દારૂડિયા બેફામ બન્યાની ફરિયાદ લોકોએ અનેક વખત કરી. પણ તંત્ર પર કંઇ જ અસર ન થઇ ત્રાહીમામ બનેલા લોકો ખુદ દારૂના અડ્ડા પર ત્રાટકતા પોલીસતંત્ર ધંધે લાગ્યું અને કાર્યવાહી કરવા ફરજ પડી.
ગુજરાતભરમાં ગેરકાયદે નશાનો ભરડો છે. રાજયના ગૃહ પ્રધાને તાજેતરમાં ફિશિયારી મારી હતી કે ગેરકાયદે નશા અંગે ફરિયાદ કરો. પગલા લેવાશે. એક અહેવાલ પ્રમાણે ગુજરાતમાં દારૂના ગેરકાયદે અડ્ડાઓ અંગે ૪૮ હજાર ફરિયાદો થઇ છે. પણ કાર્યવાહી શું થઇ? ગૃહ વિભાગે પણ આ સ્થિતિનો સ્વીકાર કર્યો છે.
ગેરકાયદે બેફામ નશાખોરીથી સમગ્ર ગુજરાત ત્રાહીમામ થઇ ગયું છે. મોટા નેતા, મોટા માથા અને મોટા અધિકારીઓના લાભાર્થે ગુજરાતના અનેક પરિવારો બરબાદ થઇ રહયા છે. તંત્ર અને સરકારની વૃતિ શંકાસ્પદ બની છે. ઉડતા ગુજરાત જેવી દશા છે છતાં કોઇ જ રણનીતિ દેખાતી નથી.
દારૂ-દારૂડિયાથી બરબાદ અને ત્રાહીમામ થઇ રહેલા લોકોનો આક્રોશ ફાટવા લાગ્યો છે. જેતપુરની જેમ લોકો જ દારૂના અડ્ડા પર ત્રાટકી ને પોલીસ તથા સરકારના કપડા ઉતારી રહયા છે.
કાયદો હાથમાં લેવો એ મોટો ગુન્હો છે. ટોળાશાહી જરાપણ આવકાર્ય નથી. ટોળાશાહીથી અરાજકતા ફેલાઇ રહી છે. જો કે વિચિત્ર બાબત એ છે કે, ગુજરાત સરકાર લોકોને કાયદો હાથમાં લેવા લાચાર કરી રહી છે.
ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડાઓ અંગે ફરિયાદની પણ જરૂર ન હોવી જોઇએ. જોકે લોકો દારૂ માફિયા સામે જોખમ ઉઠાવીને ફરિયાદ કરે તો પણ તંત્ર હલબલતું નથી. ત્રાહીમામ બનેલા લોકો ત્રાટકે ત્યારે ખાખી કપડું ધંધે લાગે છે. ગુજરાતભરમાં વ્યાપેલા ગેરકાયદે નશા સામે લોકો ત્રાટકે એ જ ઉકેલ રહયો છે. દારૂ-દારૂડિયા અને લોકોના આક્રમણના વીડીયો વાયરલ કરીને હર્ષભાઇ તથા ભુપેન્દ્રભાઇના સુશાસનને ઉઘાડા પાડવા જોઇએ.
આ લોકો રાષ્ટ્રવાદ અને હિન્દુવાદના નામે મત માગવા આવે ત્યારે દારૂ-નશા સામેના કાયદા અને તેના અમલ અંગે સવાલો પૂછજો. જ્ઞાતિવાદી નેતુ હાથમાં આવે તો તેને ખુદની જ જ્ઞાતિની બરબાદીનો ચીતાર આપજો.
નશા સામે વિપક્ષની ઝૂંબેશ આવકાર્ય છે. પણ નિવેદનથી જંગ નહિ ચાલે લોકોને સાથે રાખી ને ચારેબાજુ ત્રાટકો. હર્ષભાઇને જ નહિ, દિલ્હીવાળાને પણ પગે પાણી આવી જશે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
