<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th December 2025

અમે ડુબ્યા, તમે પણ ડુબો

ભારતમાં ઉશ્કેરણી ફેલાવવા પાકિસ્તાનના ખેલઃ રામ મંદિર મામલે વૈશ્વિક હોબાળોઃ સાવધાની જરૃરી


  ઈમરાનનું ઢીમ ઢળી ગયું? પાકિસ્તાનમાં ભેદી ઘટના વચ્ચે આજે સંસદનું વિશેષ સત્ર મળી રહ્યું છે.

આ પડોશી નકારાત્મક માર્ગે બરબાદ થયો છે. પાકિસ્તાન ભારતને પણ બરબાદ કરવા સતત મથે છે. ભારતમાં લઘુમતી સમુદાયને ઉશ્કેરવા વૈશ્વિક હોબાળા કરે છે. પડોશી દેશ પાકિસ્તાન ભારતની પ્રગતિ જોઈને જે રીતે પેટમાં તેલ રેડાયું છે, તેનું તાજેતરનું ઉદાહરણ રામ મંદિરના મુદ્દે તેમનો આંતરરાષ્ટ્રીય 'શોરબકોર' છે. પાકિસ્તાનના આ પ્રયાસો માત્ર ઉશ્કેરણીજનક નથી, પણ હાસ્યાસ્પદ પણ છે. 'ડૂબ્યા અમે, ડૂબાડીએ તમને' - આ પાકિસ્તાનની વર્તમાન રાજનીતિનું સૂત્ર બની ગયું છે.

આર્થિક રીતે તળિયે પહોંચી ગયેલો, રાજકીય રીતે અસ્થિર અને આતંકવાદની નિકાસ કરતો દેશ, હવે ભારતને 'લઘુમતી વિરોધી'નું સર્ટિફિકેટ વહેંચવા નીકળ્યો છે! માનો કે ન માનો, આ એક જોરદાર કોમેડી સર્કસ ચાલી રહ્યું છે, જેમાં રંગલો (પાકિસ્તાન) ભારતને 'ખરાબ' સાબિત કરવા નીકળ્યો છે, પણ પોતે જ બધાની સામે મજાક બની રહ્યો છે.

     જ્યારે ભારતમાં શાંતિપૂર્ણ રીતે કાયદાકીય પ્રક્રિયાના અંતે ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે પાકિસ્તાનને 'મિરચી' લાગી છે. તેમની પીડાનું કારણ સ્પષ્ટ છેૅં ભારતની આંતરિક એકતા અને સફળતા. એક તરફ, પાકિસ્તાન પોતે અવારનવાર લઘુમતીઓ પર અત્યાચાર કરવા બદલ વિશ્વભરમાં કુખ્યાત છે - હિન્દુ મંદિરો તોડવા, ખ્રિસ્તીઓ અને શીખોનું ધર્માંતરણ કરવું એ ત્યાં રોજિંદી ઘટના છે. બીજી તરફ, તે દેશ ભારતને 'ધાર્મિક સહિષ્ણુતા'નો પાઠ ભણાવવા માંગે છે, જેની મજાક સમગ્ર વિશ્વમાં ઊડી રહી છે. આ તો એવી વાત થઈ કે જેનું પોતાનું ઘર સળગતું હોય તે બીજાને અગ્નિશામક દળ વિશે સલાહ આપે.

પાકિસ્તાનનો 'વૈશ્વિક હોબાળો' એક પક્ષપાતી અને જૂના જમાનાના રેકોર્ડ જેવો છે, જે કોઈ સાંભળવા તૈયાર નથી.

 તે મુસ્લિમ દેશોના સંગઠનમાં રડારોળ કરે છે કે ભારતમાં મુસ્લિમો સાથે અન્યાય થઈ રહ્યો છે. પરંતુ, વાસ્તવિકતા તો એ છે કે ભારતના મુસ્લિમો પાકિસ્તાન કરતાં અનેકગણી સારી અને સુરક્ષિત સ્થિતિમાં જીવે છે. ભારતના રાષ્ટ્રપતિ, ઉપ-રાષ્ટ્રપતિ, સેના પ્રમુખ, અને અનેક મોટા રાજકીય પદો પર લઘુમતી સમુદાયના સભ્યો રહી ચૂક્યા છે. પાકિસ્તાન આ સત્યને પચાવી શકતું નથી, કારણ કે આ સત્ય તેમના જૂઠાણાના પાયાને હચમચાવી નાખે છે.

     પાકિસ્તાને યાદ રાખવું જોઈએ કે ભારતમાં રામ મંદિરનો મુદ્દો ન્યાયિક રીતે ઉકેલાયો છે, રાજકીય રીતે નહીં. આ ભારતના મજબૂત લોકતંત્રનું અને તેની બિનસાંપ્રદાયિક ન્યાય પ્રણાલીનું જીવંત ઉદાહરણ છે. પાકિસ્તાન ભલે વૈશ્વિક મંચ પર ભારત વિરોધી 'દેકારો' મચાવે, પણ આ 'દેકારો' તેના પોતાના આંતરિક ડર અને ઈર્ષ્યાનું પ્રતીક છે.

   પાકિસ્તાનના આ મૂર્ખામીભર્યા ખેલને જોઈને ભારતીય નાગરિકો તરીકે આપણે માત્ર હસી શકીએ છીએ. જો કે ભારતમાં અમુક તત્વો પાકિસ્તાન તરફી મુજરા કરે છે,આવા તત્વોથી દેશે સાવધ રહેવું જરુરી છે. આ તત્વો ભારતમાં બેફામ બની શકે છે.

(10:46 AM IST)