હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દિલ જલતા હૈ તો જલને દે
ભારત- રશિયાની દોસ્તીથી ટ્રમ્પને મરચા લાગ્યાઃ ભારતની તાકાત અને વટ ના દર્શન
જગતના જમાદાર ગણાતા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દશા જોઇને કુંદનલાલ સાયગલનું ગીત યાદ આવી જાય છે. ‘‘દિલ જલતા હૈ તો જલને દે...''
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાતે આવ્યા છે. ભારત- રશિયા વચ્ચે જબ્બર કરારો થઇ રહયા છે. અનેક ક્ષેત્રોમાં દોસ્તી સોળે કળાએ ખીલી ગઇ છે. ભારતમાં પુતિનની આગતા સ્વાગતા થઇ એ બાબતે આંતરરાષ્ટ્રીય પડઘા ગજબના પડી રહયા છે. ખાસ કરીને અમેરિકી સરકાર જલી રહી છે.
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા ત્યારે પોતે વિશ્વના માલિક હોય તેવા મૂડમાં હતા. ટેરિફનો બેફામ ઉપયોગ કરીને અનેક દેશોના દબાવવાનો પ્રયાસ કર્યો. અમુક દેશો ટ્રમ્પની શરણમાં આવી જતા ટ્રમ્પ હવામા઼ ઉડવા લાગ્યા હતા.
તેમણે ભારત પર પણ તોતીંગ ટેરિફ લગાવ્યા. આ સામે મોદી સરકાર ઝૂકી નહિ. ટ્રમ્પ નાલાયકી પર આવી ગયા ભારતના ઓપરેશન સિંદુર પર સવાલો ઉઠાવી ને મોદી સરકારને ભીડવવાનો પ્રયાસ કર્યોં. રાહુલ ગાંધી જેવા નેતાઓને ટ્રમ્પે હથિયાર બનાવ્યા. આ સામે પણ મોદી સરકાર ઝૂકી નહિ હજુ ભારત સામે ટ્રમ્પ આડા જ ચાલે છે.
મોદી સરકારે આજીજી કે સેટિંગ કરવાને બદલે ટ્રમ્પને પરોક્ષ તમાચો માર્યો છે. અમેરિકાના દુશ્મન નં. વન રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ભારત પ્રવાસે બોલાવી લીધા અને અનેક કરારો કરીને દોસ્તી ઘટ્ટ બનાવી. આ માહોલ ભારતની તાકાત અને વટનું વિશ્વ સામે પ્રદર્શન છે.
એક સમયે વિશ્વ ફલક પર અમેરિકાનો દબદબો હતો. ભારત પણ દબાયેલું હતું. દેશમાં ત્રાસવાદી ભયાવહ હુમલો થાય તો પણ ભારત સરકારો અમેરિકાને ફરિયાદ કરે અને અમેરિકા ભારતને પાકિસ્તાન સાથે દોસ્તી કરવા આદેશ આપતું અને ભારત મંત્રણા કરવા લાગતું હતું.
વર્ષો સુધી આ પરંપરા ચાલી હતી. અમેરિકા પાકિસ્તાનને હવા ભરે અને ભારત પર દોસ્તી કરવા દબાણ લાવે.. આ સંજોગોમાં મોદી સરકાર આવી તેમણે વિદેશનીતિમાં ધરખમ પરિવર્તન કરી ને રાષ્ટ્રીય સ્વમાન-સલામતી- સમૃધ્ધિને પ્રાધાન્ય આપ્યું હતું. આ નીતિના પરિણામે વિશ્વભરમાં ભારતનો દબદબો વધ્યો છે.
ટ્રમ્પ મરચા લેવા સિવાય કંઇ કરી શકતા નથી. સમગ્રલક્ષી દૃષ્ટિકોણથી આ માહોલને મુલવો તો સમય બદલાઇ રહયો છે. વૈશ્વિક સમીકરણો અને તાકાતના ક્ષેત્રો બદલાઇ રહયા છે. ભારત અમેરિકાને પણ પાવર દેખાડવા લાગ્યું છે. ટ્રમ્પ આજે પણ શકિતશાળી છે જ, પરંતુ અમેરિકામાં જ તેઓ બદનામ થઇ રહયા છે. અમેરિકા ખુદ નબળું પડતું જાય છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
