હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દંડ ભરો, મોજ કરો !
અન્યાય લોકોને થાય, દંડ ફટકારીને સરકાર કમાય : દંડ નહિ, કડક સજા જરૂરી
કાયદા- કાનૂન- નિયમોનો મુખ્ય ઉદેશ ગુન્હા ઓછા થાય તે હોય છે. ભારતનું બંધારણ દુનિયાનું સોૈથી મોટુ બંધારણ છે. કાયદા- કાનૂન- નિયમોનો પાર નથી. છતાં ગુન્હાહિત કૃત્યો વધતા જ જાય છે. કારણ શું?
સમગ્રલક્ષી અભ્યાસ કરો તો ખ્યાલ આવશે કે, ભારતમાં કાયદા- નિયમોનો મુખ્ય ઉદ્ેશ ચુકાઇ ગયો છે અને અન્ય ઉદ્ેશોનો નશો ચઢી ગયો છે. છેલ્લા આઠ-દશ દિવસથી વિમાની સેવાઓ અચાનક રદ્ થવાનો સીલસીલો ચાલી રહયો છે. આ દશા અન્યાયી અને શરમજનક છે. મીડિયામાં પણ પ્રશ્ન ખૂબ ચગ્યો છે.
સમાચાર એવા મળે છે કે, ઇન્ડિગો સામે સરકાર આક્રમક બની છે. નિયમોના ઉલ્લંઘન બદલ ભારે માત્રામાં દંડ ફટકારાશે.
હજારો વિમાની સેવા અચાનક રદ્ થઇ છે. લાખો લોકો પરેશાન થઇ ગયા છે. અમુકના પ્રસંગો-મીટિંગ્સ વગેરે નંદવાઇ ગયા છે. મુસાફરોના કાર્યક્રમો છીન્નભીન્ન થઇ ગયા છે. અપમાનજનક વર્ર્તન નો પણ સામનો કરવો પડયો છે. આ અન્યાય સામે ᅠસરકાર નિયમ પ્રમાણે દંડ કરશે અને પ્રકરણ પુરું! નિયમોનો ગુન્હાહિત ભંગ કંપની કરે અને દંડ વસુલીને સરકાર કમાણી કરે. સવાલ એ થાય કે લાખો મુસાફરોને થયેલા અન્યાયનું શું?
આ સવાલ માત્ર વિમાની સેવા સામે જ નથી. અસંખ્ય ક્ષેત્રોમાં ગંભીર- ગુન્હાહિત ક્ષેત્રોમાં સરકાર દંડ વસુલીને પ્રકરણનું ફિંડલું વાળી દે છે. ઝેરી ખાદ્ય સામગ્રી ધમધોકાર વેચાઇ રહી છે. આ બાબત જાહેર આરોગ્ય માટે અતિ જોખમી છે. લોકો ખાદ્ય સામગ્રી ખાઇ- પીને અતિ ગંભીર રોગોના ભોગ બને છે. શાસકો કયારેક દંડ ફટકારીને પ્રકરણ આટોપે છે. ઝેરી ખાદ્ય સામગ્રી સામે સજાની જોગવાઇ પણ સામાન્ય છે.
ભેળસેળિયા તત્વો લાખો રૂપિયા કમાઇને હજારો નો દંડ ભરીને છટકી જાય છે. સરકારને દંડ વસુલવામાં અને અધિકારી- નેતાઓને સેટિંગમાં જ રસ રહયો છે. ભેળસેળનો પ્રશ્ન ઉકેલાતો નથી. અસંખ્ય ક્ષેત્રોમાં આવી સ્થિતિ છે. ભેળસેળિયા ખોરાક ખાઇને જિંદગી બરબાદ થઇ જાય છે અને સરકાર કાયદાના નામે કમાણી કરે છે !
ભારતમાં દંડ પ્રથાનો ઉદ્ેશ બદલાઇ ગયો છે. સમસ્યાનો ઉકેલ અને પરેશાન થનારાને વળતર-સ્વમાન મળવું મહત્વનું છે. જાણી જોઇને ગુન્હા આચરનારને જાહેરમાં કડક અને યાદગાર સજા થવી જોઇએ.
આ બાબતે લોકો તો ઠીક, મીડિયા જગત પણ જાગૃત નથી અનેક રાષ્ટ્રીય- સ્થાનિક મીડિયાએ સમાચાર આપ્યા કે, ‘‘સરકાર આક્રમક મુડમાં ઇન્ડિગોને તોતીંગ દંડ ફટકારશે...'' આ દંડ લોકોને ‘મામા' બનાવ્યા જ ગણાય.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
