હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નવીન પ્રયોગઃદોઢું નહિ થવાનું
બિહારી નીતીન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષઃ ‘ઉપર' થયેલા નિર્ણયોનું અનુસરણ કરો તો સફળ, નહિ તો...
ગુજરાતનાં મોટા પદ પર ગોઠવાઈ ગયેલાં નેતાઓ ગઈકાલે દિલ્હીમાં હતા.ગુજરાત અંગે મોટા નિર્ણયો કરવાના હતા. ગુજરાત ઘોષણાંની રાહ જોતું હતું. આ સમયે અચાનક રાષ્ટ્રીય અધ્યક્ષની ઘોષણા ભાજપે કરી. દેશમાં અજાણ્યું નામ નીતિન નવીન કાર્યકારી અધ્યક્ષ બન્યા. ભાજપે સરપ્રાઇઝ જેવો નિર્ણય કરીને રાજનીતિને ચોંકાવી દીધી છે. નીતિન નવીન યુવા નેતળત્વ છે, પણ મોટા પદ પર રહીને ખુદની કુનેહ દેખાડવાને બદલે ઉપર થયેલા નિર્ણયોને અનુસરવાની જવાબદીરી નીભાવવી પડશે, તેમ માનવામાં આવે છે.
બિહારના રાજકારણમાં અનુભવી નેતા નીતિન નવીનની રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકેની નિમણૂક સૂચક છે. તેઓ ચાર દાયકાથી ભાજપ સાથે જોડાયેલા છે. તેમણે પોતાની કારકિર્દી ABVP થી શરૂ કરી અને પટનાની દીઘા બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું. નીતિન નવીન સરળ સ્વભાવ અને સંગઠન પ્રત્યેના સમર્પણ માટે જાણીતા છે. બિહાર સરકારમાં મંત્રી તરીકેનો તેમનો કાર્યકાળ સારો રહ્યો છે.
આ નિમણૂક ભાજપની આંતરિક નીતિને સ્પષ્ટ કરે છે. ‘દોઢું નહિ થવાનું.'' આનો અર્થ છે કે, પક્ષમાં વ્યક્તિગત નિર્ણય કે અતિ-મહત્વાકાંક્ષાને સ્થાન નથી. નેતાએ ફક્ત કેન્દ્રીય નેતળત્વ અને સંગઠનના આદેશોનું ચુસ્તપણે અનુસરણ કરવાનું છે. નવીનનું મુખ્ય કામ સંગઠનાત્મક માળખું જાળવી રાખવાનું અને સ્થાન શોભાવવાનું છે. પક્ષમાં પ્રમુખ નેતાઓની વ્યૂહરચનાનો અમલ તેમની પ્રાથમિકતા રહેશે.
નીતિન નવીન સામે હવે રાષ્ટ્રીય સ્તરના પડકારો છે. તેમણે આગામી ચૂંટણીઓ માટે કાર્યકર્તાઓને તૈયાર કરવાના છે. વિવિધ રાજ્યોમાં સંગઠનની નબળી કડીઓને મજબૂત બનાવવાની છે. વિપક્ષના સક્રિય ગઠબંધન સામે પક્ષની નીતિઓને જન-જન સુધી પહોંચાડવી પડશે. આ બધામાં તેમનું નેતળત્વ પ્રમુખ નેતાઓના માર્ગદર્શન હેઠળ ચાલશે.
ભાજપની નીતિ સ્પષ્ટ છે. વિપક્ષને દાબી દેવાનો છે. નીતિન નવીનને પક્ષની વિચારધારા અને નીતિઓનો રાષ્ટ્રવ્યાપી પ્રચાર કરવાનો છે. તેમને સુનિશ્ચિત કરવું પડશે કે પાયાના સ્તરે પણ કેન્દ્રીય નેતૃત્વના નિર્ણયોનો અમલ થાય. જો તેઓ સંપૂર્ણ સમર્પણ અને અનુકૂલન સાથે આ ભૂમિકા ભજવશે, તો તેમનો કાર્યકાળ સફળ રહેશે. પરંતુ જો કોઈ વ્યક્તિગત મહત્વાકાંક્ષા કે વિરોધ દેખાશે, તો પક્ષની નીતિ કડક હોઈ શકે છે. તેમનું ભાવિ સંપૂર્ણપણે પક્ષના સિદ્ધાંતોના અનુસરણ પર આધારિત છે. આ ‘‘નવીન પ્રયોગ'' ભાજપની સંગઠન શક્તિને વધુ મજબૂત બનાવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
