હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અથશ્રી વાયુ કથાઃ શ્વાસ રૂંધાયા !
રાજકોટની હવા નીકળી ગઇઃ વિકાસના ઢગલામાં ઓકિસજન અલોપ થવા લાગ્યો
રાજકોટમાં જલકથાનું આયોજન થયું હતું. કથા રંગેચંગે યોજાઇ હતી. વકતાને મસ્તીની રોજગારી પ્રાપ્ત થઇ. આ સમયે જલ કથાની વ્યાસપીઠ પ્રાપ્ત થઇ ઘણા માટે આ જલન કથા બની હતી. પણ આયોજકોનું આયોજન પાણીદાર અને ઉચ્ચ ધ્યેય પ્રાપ્તિવાળું હતું.
રાજકોટ સામે ગંભીર મુદ્ો કુમાર વિશ્વાસનો નહિ. શ્વાસનો છે. ગુજરાત સરકારથી માંડીને લોકલ શાસકોની અસીમ કૃપાથી રાજકોટની હવા નીકળી ગઇ છે. રાજકોટ શાંત, રળિયામણુ, સુખી શહેર હોવાની હવા રાજકોટવાસીઓમાં હતી. શાસકોની કૃપાથી આ હવા ઠુસ્સ થઇ ગઇ છે.
રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-ગુજરાતના શહેરોમાં વાયુ પ્રદૂષણ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહયું છે. રાજકોટમાં તટસ્થ સર્વે થાય તો ઝેરી હવાના કારણે અનેક લોકો રોગના ભોગ બની રહયાનું તારણ નીકળે તેમ છે. જલકથાની જેમ રાજકોટમાં વાયુકથા યોજાય તો શાસકોની રાક્ષસી ભૂમિકા ઉજાગર થાય તેમ છે.
સનાતન પરંપરામાં પંચમહાભૂતનો ઉલ્લેખ છે. પૃથ્વી, જલ, વાયુ, અગ્નિ, આકાશ આ પાંચ તત્વો જીવન માટે અનિવાર્ય છે. પાંચેય તત્વો પ્રકૃતિએ ભરપૂર અને નિઃશુલ્ક આપ્યા છે. પાંચમાંથી એક પણ તત્વ વગર જીવન શકય નથી. સોૈથી વધારે અગત્યનું વાયુતત્વ છે. આ તત્વ વગર સેકન્ડોમાં જીવન સમાપ્ત થઇ જાય.
પાંચેય તત્વો ભરપુર અને શુધ્ધ પ્રાપ્ત થાય એ શ્રેષ્ઠ જીવન ગણાય. વિકાસની લ્હાયમાં શાસકો દરેક તત્વની પથારી ફેરવીને આપણી સુખાકારીના નામે ખેલ કરી રહયા છે.
વિકાસની ગતિ જુઓ પહેલા પૃથ્વી તત્વની પથારી ફેરવી, બાદમાં જલતત્વની દઇ નાંખી અને બોટલમાં વેચાતું કર્યુ. આકાશ તત્વમાં પણ અંધાધુંધી કરી. હવે વાયુતત્વને હંફાવી દીધું... આ શાસકોને અગ્નિતત્વનો પરચો મળવો જરૂરી છે.
વાયુ પ્રદૂષણ મામલે સંસદમાં દેકારા કરીને ધ્વનિ પ્રદૂષણ વધારાઇ રહયું છે. દિલ્હીમાં શ્વાસ લઇ શકાતો નથી. હજુ ચેતી જવાને બદલે શકિતશાળી શાસકો વિકાસના નામે વિનાશ નોતરી રહયા છે. રાજકોટ પણ દિલ્હીની હરોળમાં આવવા દોટ મૂકવા લાગ્યું છે.
કોઇ કે વાયુ કથાનું આયોજન કરવું જરૂરી છે. આ કથાના ઉદ્ેશો વકતાકે આયોજકની રોજગારી કે સ્વ પ્રસિધ્ધિ કે રાજનૈતિક ન હોવો જોઇએ. હવા શુધ્ધ થાય તે માટે પરિણામલક્ષી ઝૂંબેશ જરૂરી છે.
શાસકો-લોકોને જવાબદારીનું ભાન કરાવે તેવા આયોજકો જરૂરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
