હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મમતા પાસેથી પણ શીખવા જેવું ઘણું..
હિન્દુ વિરોધી ગણાતી મમતા સરકાર મેસીના કાર્યક્રમમાં અંધાધુધી મુદ્ે પોતાના પ્રધાનને રવાના કરર્ીી દે છેઃ ગુજરાતમાં
અગ્નિકાંડ, ઝૂલતા પુલકાંડ, પ્લેન ક્રેસ, બેફામ ગુન્હાખોરી... પણ જવાબદાર કોઇ નહિ!
રાજનીતિમાં વિચારધારાની લડાઈ અને આક્ષેપ-પ્રતિઆક્ષેપ એક સામાન્ય પ્રક્રિયા છે, પરંતુ જ્યારે વિષય વહીવટી તંત્ર અને જવાબદારીનો હોય ત્યારે પક્ષપાત બાજુ પર મૂકીને સત્ય સ્વીકારવું પડે છે. પヘમિ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને ભાજપ, સંઘ અને મોદી સરકાર હંમેશા ‘હિન્દુ વિરોધી'કહીને નિશાન બનાવે છે. હિન્દુત્વના મુદ્દે મમતા સરકાર પર આકરા પ્રહારો કરવામાં કયારેય કસર છોડવામાં આવતી નથી. પરંતુ, શાસકીય નૈતિકતા અને જવાબદારી નક્કી કરવાની વાત આવે ત્યારે ચિત્ર કંઈક અલગ જ ઉપસે છે.
તાજેતરમાં લિયોનેલ મેસીના કાર્યક્રમમાં થયેલી અંધાધુંધીના મુદ્દે મમતા બેનર્જીએ જે કડક વલણ દાખવ્યું તે જોતાં લાગે છે કે વિરોધ પક્ષોએ પણ તેમની પાસેથી ઘણું શીખવા જેવું છે. તેમણે આ ગેરવહીવટ બદલ જવાબદાર પ્રધાનને તાત્કાલિક પદ પરથી રવાના કરી દીધા. આ એક મજબૂત નેતળત્વની નિશાની છે, જ્યાં ભૂલની સજા સીધી ઉપરના સ્તરે નક્કી કરવામાં આવે છે.
હિન્દુ વિરોધી ગણાતી મમતા સરકાર મેસીના કાર્યક્રમમાં અંધાધુંઘી મુદે જવાબદાર પ્રધાનને રવાના કરી દે છે, ગુજરાતમાં અગ્નિકાડ, પૂલ કાંડ, પ્લેનક્રેશ કાંડ, બેફામ ગુન્હાખોરી..જવાબદાર કોઇ નહિ !
ભાજપ શાસિત ગુજરાતમા ં સ્થિતિ તદ્દન વિપરીત અને આઘાતજનક છે. જે રાજ્યને ‘રોલ મોડેલ' તરીકે રજૂ કરવામાં આવે છે, ત્યાં એક પછી એક ગંભીર હોનારતો સર્જાતી રહી છે. રાજકોટનો ગેમઝોન અગ્નિકાંડ હોય કે મોરબીનો મચ્છુ નદીનો પૂલ કાંડ, સેંકડો નિર્દોષ નાગરિકોએ વહીવટી તંત્રની બેદરકારીને કારણે જીવ ગુમાવ્યા છે. પ્લેન ક્રેશ જેવી દુર્ઘટનાઓ અને રાજ્યમાં વધતી જતી બેફામ ગુનાખોરીએ પ્રજાની સુરક્ષા સામે સવાલો ઊભા કર્યા છે. આટલી મોટી માનવસર્જિત આપત્તિઓ છતાં, ગુજરાતમાં આજ દિન સુધી કોઈ ઉચ્ચ પદસ્થ મંત્રી કે જવાબદાર નેતાનું રાજીનામું લેવામાં આવ્યું નથી. માત્ર નાના અમલદારો કે કોન્ટ્રાક્ટરોને જેલભેગા કરીને સત્તાધીશો પોતાની જવાબદારીમાંથી હાથ ધોઈ નાખે છે. એ પણ સમય જતાં કેસમાંથી છટકવા લાગે છે. શું ગુજરાતમાં માનવ જિંદગીની કોઈ કિંમત નથી?
સંઘ અને ભાજપ મમતા બેનર્જી પર હિન્દુત્વના નામે ત્રાટકે છે, પરંતુ તેઓ પોતે ગુજરાતમાં ‘ઉત્તમ શાસન' આપવામાં નિષ્ફળ રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાય છે. જો બંગાળમાં એક કાર્યક્રમની અંધાધુંધી બદલ મંત્રીની ખુરશી જઈ શકતી હોય, તો ગુજરાતમાં નિર્દોષોના મોતના ઢગલા છતાં ખુરશીઓ કેમ સલામત રહે છે?
હિન્દુત્વ અને રાષ્ટ્રવાદના નામે રાજકારણ ખેલવું સહેલું છે, પરંતુ ખરા અર્થમાં પ્રજાનું રક્ષણ કરવું અને ગુનેગારો સામે કડક પગલાં ભરવા એ જ સાચું શાસન છે. ગુજરાતના શાસકોએ હવે આત્મમંથન કરવાની જરૂર છે કે તેઓ પ્રજાને માત્ર ધર્મના નામે ભરમાવશે કે પછી જવાબદારી સ્વીકારીને નૈતિકતાનું ઉદાહરણ પૂરૂ પાડશે? મમતા પાસેથી પણ થોડું શીખવા જેવું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
