News of Wednesday, 24th December 2025
કોંગ્રેસ નેતાઓ પણ કંટાળ્યા
રાહુલનું નેતૃત્વ ડલ હોવાનું કોંગ્રેસને લાગવા માંડયું, પ્રિયંકાને વડાપ્રધાન બનાવવા માંગઃ જો કે વિકલ્પ પણ ડલ જેવો જ...
ભારત અને ભાજપ બંને અલગ છે, જેનો રાહુલ ગાંધીને ખ્યાલ નથી. સરકારનો વિરોધ કરવામાં દેશ વિરોધી જેવા નિવેદનો સતત ફટકારે છે. વિદેશ જઇને પણ મોદી શાસનનો વિરોધ કરવાની લ્હાયમાં દેશને નીચો દેખાડવા લાગે છે.
દોઢ દાયકાથી સતત વિરોધ કરે છે. પણ મતદારો પર તેની આડઅસર થાય છે. કોંગ્રેસનું સતત પતન થતું જાય છે, રાહુલ ખુદ પરાજિત થયા, છતાં કોંગ્રેસ આવી નેતાગીરીને સહન કરતી રહી. હવે લાગે છે કે કોંગ્રેસ નેતાઓ પણ રાહુલની નેતાગીરીથી કંટાળી ગયા છે.
શશિથરૂર જેવા નેતાઓ નારાજ છે, પણ મોૈન છે. કોંગ્રેસના સાંસદ ઇમરાન મસુદે ખુલ્લેઆમ પ્રિયંકા ગાંધીની તરફેણ કરતા કહયું કે, પ્રિયંકાને વડાપ્રધાન બનાવો, બાંગ્લાદેશને જડબાતોડ જવાબ આપશે.
આ નિવેદનનો અર્થ એ થાય કે રાહુલમાં દમ નથી. હવે પ્રિયંકાને તક આપો. રાહુલના નેતૃત્વમાં જડબાતોડ જવાબ મળ્યો જ છે, પણ દરેક વખતે જડબા કોંગ્રેસના જ તૂટ્યા છે.
છેલ્લા એકાદ મહિનાથી પ્રિયંકા ગાંધીની સક્રિયતા જોતા લાગે છે કે, કોંગ્રેસે નેતૃત્વ પરિવર્તનનું મન બનાવી લીધું છે. વર્ષોથી ચીપકી ગયેલા રાહુલભાઇ હવે પક્ષમાંથી પણ પ્રભાવ ગુમાવવા લાગ્યા છે.
તટસ્થ અને ઊંડાણપૂર્વક ચિંતન કરીએ તો કોંગ્રેસમાં આમુલ પરિવર્તન જરૂરી જ છે. માત્ર થોબડું બદલવાથી કામ પુરૂ નથી થવાનું. નેતાગીરીની સમસ્યા તો છે જ, સાથે નીતિ વિષયક, વિચારધારા, નેટવર્ક, રણનીતિ, માનસિકતા વગેરે ઢગલાબંધ મુખ્ય સમસ્યાઓ છે. આ માટે આમુલ પરિવર્તનની જરૂરત છે.
રાહુલ ગાંધીના સ્થાને પ્રિયંકા ગાંધીને ગોઠવી દેવાથી પક્ષની વર્તમાન સ્થિતિમાં કંઇ વિશેષ ફેર પડે તેમ નથી. પ્રિયંકા નવો ચહેરો છે, પણ નીવડેલું નેતૃત્વ નથી. ચોકલેટી ચહેરો જરૂર છે. પરંતુ રાજનીતિ ફિલ્મનો પડદો નથી. માત્ર નેહરુ ખાનદાનવંશજ હોવું એ કોંગ્રેસને કદાચ અનુકુળ હોઇ શકે. પરંતુ બદલાયેલા યુગમાં ભારતને આ લાયકાત પૂરતી લાગતી નથી. આ ઉપરાંત પ્રિયંકા ગાંધીના જીવનસાથી રોબર્ટ વાઢરા વિવાદી વ્યકિતત્વ ધરાવે છે. પ્રિયંકાને નિશાન બનાવવા આસાન બની જશે. આヘર્ય એ છે કે, રોબર્ટ વાઢરા પણ સાળાને તડકે મૂકીને પ્રિયંકાના નેતૃત્વ માટે નિવેદનો કરવા લાગ્યા છે.
એક સમયે નેહરુ-ગાંધી ખાનદાન કોંગ્રેસ માટે આશીર્વાદરૂપ હતું. હવે આ ખાનદાન ભાજપ માટે અનુકુળ થઇ ગયું છે. પ્રિયંકામાં ઇન્દિરા ગાંધીના દર્શન થતા હોવાની ફિશિયારી મારનારા કોંગીજનો ઇન્દિરાજીની પ્રિયંકા સાથે તુલના કરીને ભૂલ કરે છે. ઇન્દિરાજી નિર્ણાયક આક્રમક અને પરિણામલક્ષી હતા. પ્રિયંકામાં આ ત્રણ માંથી એક પણ ગુણ છે? કોંગ્રેસ હજુ હવામાં ઉડે છે.
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
