<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

ભરતભાઇ જેવું કંઇક તો બોલો...

અમરેલીના સાંસદે સ્‍પષ્‍ટ કહયું, મારા વિસ્‍તારમાં દારુ વેચાવા નહિ દઉ

 ડ્રગ્‍સની ચુંગાલ મામલે ગુજરાતમાં સનસનાટી પૂર્ણ નેટવર્ક ભેદાયું. અધિકારીઓએ માફિયાઓને બેનકાબ કર્યા. ગુજરાત વ્‍યાપી આ નેટવર્ક કોના આશીર્વાદથી ધમધમતું હતું, તેની તપાસ નિષ્‍ઠાપૂર્વક થાય તો ગુજરાતની રાજનીતિમાં મોટી ઉથલપાથલ સર્જાય તેવા નામો જાહેર થઇ શકે તેમ છે.

ગુજરાતભરમાં ડ્રગ્‍સમાફિયાઓની જેમ દારુ માફિયા પણ બેફામ હોવાનું લાગી રહયું છે. દરરોજ દારુના દરિયા ઝડપાઇ રહયા છે. સવાલ એ છે કે, ન ઝડપાયેલો દારુ કેટલો હશે ? આ દારુ કેમ નથી ઝડપાતો ? કોના આશીર્વાદથી પીનારા સુધી પહોચે છે. ?

આヘર્ય એ છે કે, તંત્રની નજર માત્ર બોટલ પર જ રહે છે. ગામે-ગામ કોથળીમાં દેશીના દરિયા ઘૂઘવે છે, અસંખ્‍ય પરિવારો બરબાદ થાય છે.  તે જાંબાઝ અધિકારીઓને દેખાતું જ નથી.

વિપક્ષ કોંગ્રેસે ગુજરાતમાં ગેરકાયદે વ્‍યસનોનો મુદ્‌ો ઉઠાવીને માત્ર સ્‍થાનિક અને રાષ્‍ટ્રીય મોભીઓની નીંદર પણ હરામ કરી દીધી છે. નાટકના ભાગરૂપે ડ્રગ્‍સ નેટવર્ક ભેદાયાની વાતો કરવામાં આવી રહી છે. વાસ્‍તવમાં તો ગુજરાત નશાખોર બની ગયું છે.

આ સ્‍થિતિમાં અમરેલીના સાંસદ ભરતભાઇ સુતરિયાએ એક ઇન્‍ટરવ્‍યૂમાં સ્‍પષ્‍ટ કહયું કે, મારા વિસ્‍તારમાં હું ગેરકાયદે દારુ વેચવા નહિ દઉ...

ભરતભાઇ આ શકય બનાવી શકે કે નહિ, એ મુદ્‌ો નથી, પણ ભાજપના કોઇ નેતા કંઇ બોલતા નથી ત્‍યારે ભરતભાઇએ પડકાર તો કરી દેખાડયો... અન્‍ય સાંસદો કેમ કંઇ બોલતા નથી ? સોૈરાષ્‍ટ્રભરમાં બેફામ નશાખોરી સામે ધારાસભ્‍યો સાંસદો કેમ મોૈન છે ?

રાજકોટ વ્‍યસનોમાં બરબાદ થાય છે, જે સમાજના નામે નેતાઓ ચૂંટાયા હોય એ સમાજના પરિવારો પણ દારૂમાં બરબાદ થાય છે. પણ કોઇ સત્તાધારી નેતુ મેદાનમાં  આવતું નથી.

 સોૈરાષ્‍ટ્રભરના કોર્પોરેટર, ધારાસભ્‍યો, સાંસદોએ ભરતભાઇમાંથી પ્રેરણા લઇને દારુ-ડ્રગ્‍સના નેટવર્ક સામે જંગ છેડવા જોઇએ તેવી લાગણી સર્વત્ર પ્રવર્તે છે.

મોટા પદ પર ગોઠવાઇ ગયેલા નેતાઓ મોૈન રહે તો લોકોએ તેમની વૃતિ સમજી લેવી જરૂરી છે.  મત લેવા આવે ત્‍યારે ઉઘાડા પાડવા જોઇએ. ગેરકાયદે વ્‍યસનોમાં બરબાદી વહોરવાને બદલે લોકોએ ખુલ્લેઆમ મેદાનમાં ઉતરવું જરૂરી છે. એક દારુડિયો આખા પરિવારને બરબાદ કરતો  હોય છે. લોકોએ જ ગામે-ગામ જનતા રેડ કરીને નેતાઓ- અધિકારીઓને ઉઘાડા પાડવા જોઇએ તેવો સમય હવે આવી ગયાનું નથી લાગતું?

(12:19 PM IST)