બિહારથી મહારાષ્ટ્રઃ ઊંધીયું પાકશે
નીતિશ ગોઠવાઇ ગયા, પરંતુ સખળ ડખળ મોટી નવા જૂની સર્જશેઃ મહારાષ્ટ્રમાં ઠાકરે બંધુઓ સર્જશે પડકાર
મોદીજી રાજકોટ આવી રહયા છે. તંત્ર ઊંધા માથે થઇ ગયું છે. ગુજરાત છોડયા બાદ પણ મોદીજીનો પ્રભાવ અકબંધ રહયો છે. ગુજરાતના નેતાઓને જવાબ ન આપતા અધિકારીઓ મોદિત્વ સામે મુજરા કરવા લાગે છે. માત્ર ગુજરાતમાં જ નહિ દેશભરમાં મોદીજીનું વ્યકિતત્વ પ્રભાવશાળી છે. આ સામે દોઢ દાયકામાં વિપક્ષ કંઇ ઉકાળી શકયો નથી.
મુખ્ય વિપક્ષ કોંગ્રેસ પર હવે સાથી પક્ષો પણ ભરોસો કરતા નથી. કોંગ્રેસને સાઇડમાં રાખીને વિપક્ષ વિચારવા લાગ્યો છે. વિપક્ષના નવા સમીકરણો ગોઠવાઇ રહયા છે. બિહારમાં ભાજપના ટેકાથી નીતિશ સરકાર ગોઠવાઇ ગઇ છે. પણ જેડીયુ- ભાજપ વચ્ચે સખળડખળ ગજબનું ચાલે છે.
ભાજપને નીતિશનું નેતૃત્વ ખુંચે છે પણ કેન્દ્રમાં નિતિશનો ટેકો હોવાથી ભાજપ થોડો લાચાર દેખાઇ રહયો છે. રાજકીય સમીક્ષકો કહી રહયા છે કે, ભાજપે અલગ રણનીતિ પર કામ શરૂ કર્યું છે. કોંગ્રેસ- રાજદના ધારાસભ્યો તૂટવા તૈયાર છે. ઉપરાંત નીતિશના સાંસદોને પણ ભાજપ કવર કરી રહયો છે. કેન્દ્રમાં અને બિહારમાં નીતિશ વગર મજબૂત શાસન શકય બનાવવા ભાજપ મથી રહયો છે.
જો કે સામે નીતિશ પણ લાલુ સાથે સેટિંગ કરીને ભાજપન ે બિહારની સત્તાથી દુર રાખવા ખેલ નાખે તેવી સંભાવના છે. બિહારમાં ગમે ત્યારે ગમે તે થઇ શકે છે.
બીજી તરફ મહારાષ્ટ્રમાં ગજબના સમીકરણો ગોઠવાયા છે. ભાજપના વધતા પ્રભાવ વચ્ચે બાલા સાહેબ ઠાકરેનો પરિવાર એક બન્યો છે. ઉધ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચે ગઠબંધન થયું છે. આ સમીકરણથી મરાઠી મતોનું વિભાજન અટકશે. જે ભાજપ સામે પડકાર સર્જી શકે છે. બંને ભાઇઓ ૨૦ વર્ષે એક થયા છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં આ ઐતિહાસિક ક્ષણ છે.
આ ઉપરાંત મહારાષ્ટ્રમાં શરદ પવાર અને તેનો ભત્રીજો અજિત પવાર પણ ફરીથી એક બની રહયાના સમાચાર આવે છે. એનસીપીમાં બળવો કરીને અજિત પવાર ભાજપના પાટલે બેસી ગયા હતા. હાલ સરકારમાં પણ સાથે છે. પણ ફડણવીસ અને સિંદે વચ્ચે અજિત પવારનો ડંકો વાગી શકતો નથી, આ કારણે ફરીથી કાકા શરદ પવારના શરણે પહોંચ્યા છે. આ સમીકરણો મહારાષ્ટ્ર સરકારને અસ્થીર કરી શકે છે.
લગભગ દરેક રાજયોમાં વિપક્ષના સમીકરણો બદલી રહયા છે. માર્ક કરવા જેવી બાબત એ છે કે, આ સમીકરણોમાં કોંગ્રેસ કયાય પ્રભાવમાં નથી. કોંગ્રેસ પ્રિયંકાને આગળ કરી રહી છે. પણ સાથી પક્ષો તેનાથી પ્રભાવિત થયા નથી. કોંગ્રેસ એક માત્ર રાષ્ટ્રીય પક્ષ છે. કોંગ્રેસ વધારે નબળી પડે એ ભાજપ માટે કાયમ દિપાવલી સર્જી શકે તેમ છે. (









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
