News of Friday, 2nd January 2026
વર્ષ નવું, ઘાત જૂની
ભયાવહ સ્થિતિ તરફ આપણું પ્રયાણઃ કેલેન્ડર ભલે બદલે, સ્થિતિ વધુ ખરાબ બને છેઃ વિકાસને બ્રેક મારીને તથા ઉજવણીના નશાને દૂર કરીને વિચારો
નવા વર્ષની ઉજવણીનો નશો ઉતારીને ચિંતન કરવા જેવી બાબત છે. અલગ-અલગ સમાચારોને એકઠા કરો તો કંઇક તારણ નીકળતું હોય છે. રાજકોટના માત્ર છેલ્લા આઠ દિવસના સમાચારોના હેડિંગ પર નજર નાખો.
ધો.૧૦ની નીતા નામની છાત્રાને જિંદગીથી કંટાળો આવ્યો અને જીવન ટૂંકાવ્યું... ૧૦ વર્ષની માહીનું マદયરોગના હુમલામાં મોત થયું... રાજકોટની આંગણવાડીમાં થયેલા સર્વે પ્રમાણે રાજકોટના પાંચ વર્ષથી નીચેના બાળકોમાં ૩૧ બાળકોને કેન્સર, ૧૬૪ બાળકો マદયરોગના દર્દી...
પહેલુ સુખ જાતે નર્યા ગણાય છે, પણ અન્ય સુખની પ્રાપ્તિમાં આપણે જીવન ગુમાવવા લાગ્યા છે. હજુ જેમનું જીવન શરૂ થયું છે, તેવા બાળકોના તન-મન પણ ઝેરી બની ગયા છે. ઉંમરમાં મોટા લોકોના તન-મન બગડે તો તેના અપલખ્ખણો કારણભૂત માની શકાય, પણ બાળકોના જીવન કયા કારણોથી ઝેર બનવા લાગ્યા?
આ સંશોધનનો અને ચિંતાનો વિષય છે. અમુક બાબતો પર યુધ્ધના ધોરણે કામ થવું જોઇએ, આશ્ચર્ય એ છે કે, બાળકોના જીવન ઝેર બન્યા તે બાબતો પરિવારોને સમાજને સરકારને કે મીડિયાને કોઇને રસ નથી.
યાદ રાખવા જેવી બાબત એ છે કે, આ ભયાવહ મુદ્ો નાત- જાત- ધર્મ-કોમ- ગરીબ- અમીર વગેરેના ભેદભાવ રાખ્યા વગર સમગ્ર સમાજ સામે અટ્ટહાસ્ય કરે છે. અતિ ગંભીર મુદ્ો છે. બાળકો પરિવારથી માંડીને દેશનું ભવિષ્ય છે. આ બાળકોની દશા અંગે વિચારવામાં નહિ આવે તો પરિવાર-સમાજ- દેશ બધું જ નંદવાઇ જશે.
આ મુદ્ા અંગે સમસ્ત સમાજે જાગૃત બનીને બાળકોથી માંડીને સમસ્તના આરોગ્યને પ્રાધાન્ય આપવા શાસક- વિપક્ષ- મીડિયા વગેરે તાકાતોને ફરજ પાડવી પડશે. આડેધડ ચાલતો વિકાસ વિનાશને નોતરી રહ્યો છે. આવા ગતકડાંને બ્રેક મારીને વિકાસ નીતિ અંગે ચિંતન કરવા લોકોએ જ ફરજ પાડવી પડશે.
સ્થાનિકથી માંડીને રાષ્ટ્રીયસ્તરે કયા મુદ્ાને પ્રાધાન્ય આપવું તેનું લીસ્ટ લોકોએ જ શાસકોને આપવું પડશે. ભારતીય પરંપરામાં આરોગ્યને પ્રથમ સુખ ગણ્યું છે. સરકારને સ્પષ્ટ કહેવું પડશે કે જાહેર આરોગ્યના ભોગે કોઇ જ યોજના ખપતી નથી. ખોરાકમાં ઝેરી ભેળસેળ કરનારાને તત્કાળ જાહેર ફાંસીનો કાયદો ઘડવા દબાણ લાવવું પડશે. આરોગ્ય માટે શાસક- અધિકારીને જવાબદાર ગણવા ફરજ પાડવી અનિવાર્ય છે.
યાદ રાખજો કેલેન્ડર જ બદલાયું છે, જૂની સમસ્યાઓ કાળ બનીને બિહામણુ અટ્ટહાસ્ય કરે છે.
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
