<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

IPL બાંગ્‍લાદેશમાં આયોજિત કરો!

માત્ર શાહરૂખો જ નહિ, ક્રિકેટ બોર્ડ પણ વિચિત્ર જ છેઃ રાષ્‍ટ્રહિત સર્વોપરી સાબિત કરવું સરકાર માટે અનિવાર્ય બન્‍યું....

 

 ક્રિકેટ અને ફિલ્‍મી જગત  બંને રાષ્‍ટ્રહિત  સાથે અવાર નવાર બાંધ છોડ કરે છે.IPLમાં આ બંને ક્ષેત્રોનો સંગમ થયો છે. રાષ્‍ટ્રહિત-હિન્‍દુહિતના ધજાગરા ઉડાવવા પ્રયાસ થયો હતો. ફિલ્‍મી ટાબરિયા શાહરૂખની ટીમે બાંગ્‍લાદેશના ખેલાડીને ખરીદ્યો હતો. તો બાંગ્‍લાદેશમાં હિન્‍દુ નરસંહાર ચરમસીમા પર છે અને અહીં ભારતમાં બાંગ્‍લાદેશી ખેલાડીઓ માટે રેડ કાર્પેટ બિછાવવામાં આવે  છે. આ તે  કેવી લાચારી છે? આઈપીએલના માધ્‍યમથી શાહરૂખ  ખાન અને તેના જેવા અન્‍ય માલિકોનો જે રીતે ‘બાંગ્‍લાપ્રેમ' ઉભરાઈ રહ્યો છે, તે દેશના કરોડો હિન્‍દુઓની લાગણીઓ પર મીઠું ભભરાવવા સમાન છે. જ્‍યારે પડોશી દેશમાં મંદિરો સળગાવવામાં આવતા હોય અને હિન્‍દુઓની નિર્મમ હત્‍યાઓ થતી હોય, ત્‍યારે આપણા મેદાનો પર બાંગ્‍લાદેશી ખેલાડીઓ સામે ‘મુજરા' કરવા એ રાષ્‍ટ્રીય શરમની વાત છે.

 આવા તત્‍વોને ભારત શા માટે સહન કરે છે?

ભારતની જનતાના જોરે અબજોપતિ બનેલા આવા સેલિબ્રિટીઓને દેશની સુરક્ષા કે સન્‍માન સાથે કોઈ લેવાદેવા હોય તેવું લાગતું નથી. શાહરૂખ ખાન જેવા લોકો જ્‍યારે બાંગ્‍લાદેશી ખેલાડીઓ પર ડોલર વરસાવે છે, ત્‍યારે તેઓ એ કેમ ભૂલી જાય છે કે એ જ દેશમાં ભારતીય ત્રિરંગાને પગ નીચે કચડવામાં આવે છે?  ભારત વિરોધી માનસિકતા ધરાવતા દેશના ખેલાડીઓને અહીં  રમાડવા એ આપણી આંતરિક સુરક્ષા માટે પણ મોટો ખતરો છે. આવા તત્‍વોને જો પડોશી દેશ પ્રત્‍યે આટલી જ સહાનુભૂતિ હોય, તો તેમને સન્‍માનપૂર્વક ત્‍યાં જ રવાના કરી દેવા જોઈએ.

ક્રિકેટ બોર્ડનો ભારતપ્રેમ પણ શંકાસ્‍પદ દેખાય છે.

BCCI માટે રમત અને વેપાર દેશના હિત કરતા મોટા બની ગયા  છે. પાકિસ્‍તાન સામે મુજરા કરે છે અને  બાંગ્‍લાદેશ સામે કેમ  નાચવા લાગે છે. શું ક્રિકેટ બોર્ડને બાંગ્‍લાદેશમાં રહેતા પીડિત હિન્‍દુઓની ચીસો સંભળાતી નથી? જે દેશની જમીનનો ઉપયોગ ભારત વિરોધી આતંકવાદ માટે થતા ે હોય, તેના ખેલાડીઓને ભારતીય પિચ પર સ્‍થાન આપવું એ રાષ્‍ટ્રઘાતથી ઓછું નથી.

હવે સમય આવી ગયો છે કે ભારત આવા ‘બાંગ્‍લાપ્રેમી' તત્‍વોને તેમની જગ્‍યા બતાવે. ક્રિકેટના નામે ચાલતી આ નફ્‌ફટાઈ બંધ થવી જોઈએ. જે ખેલાડીઓ કે ફ્રેન્‍ચાઈઝી માલિકો ભારતની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે, તેમનો સામાજિક અને આર્થિક બહિષ્‍કાર કરવો એ જ એકમાત્ર રસ્‍તો છે. પહેલા રાષ્‍ટ્ર અને પછી રમત - આ સિદ્ધાંત જ દેશહિતમાં છે.

સવાલ એ થાય છે કે ક્રિકેટ બોર્ડ પાકિસ્‍તાન-બાંગ્‍લાદેશ સામે શા માટે મુજરા કરતું રહે છે. વિવાદ થયા બાદ બાંગ્‍લા. ખેલાડી પર પ્રતિબંધ મૂકવો પડ્‍યો. શાહરૂખોને અને ક્રિકેટ બોર્ડને બહુ પ્રેમ ઉભરાતો હોય તો બાંગ્‍લાદેશ અને પાકિસ્‍તાનમાં IPLનું આયોજન કરી દેખાડે..ક્રિકેટપ્રેમની હવા આપોઆપ  નીકળી જશે.

(11:30 AM IST)