હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સોમનાથ સ્વાભિમાનઃ ૐ નમઃ શિવાય
વર્તમાન ગઝનવીઓનો ઇલાજ થાય તો સોમનાથનું સ્વાભિમાન રાષ્ટ્રવ્યાપી બનેઃ નેહરુને ઝાટકવા સરળ છે, દેશ ને જરૂર ક્રાંતિની છે...
પ્રભાસ પાટણની પવિત્ર ધરતી પર બિરાજમાન ભગવાન સોમનાથનું મંદિર માત્ર શ્રદ્ધાનું કેન્દ્ર નથી, પરંતુ ભારતની અસ્મિતાના ઉદય અને અસ્તની સાક્ષી છે. સોમનાથનો ઇતિહાસ એ પતન સામે પુનરુત્થાનનો વિજયધ્વજ છે. ઈ.સ. ૧૦૨૪માં મહંમદ ગઝનવીએ સોમનાથ પર જે આક્રમણ કર્યું તે માત્ર એક લૂંટ નહોતી, પણ ભારતની આત્મશક્તિને કચડી નાખવાનો એક અમાનવીય પ્રયાસ હતો. પરંતુ, સોમનાથના ઇતિહાસે સાબિત કર્યું કે પરંપરાઓ તોડી શકાતી નથી.
ગઝનવી એક વિધ્વંસક માનસિકતાનો પર્યાય છે. આજે જ્યારે આપણે ‘ગઝનવી' શબ્દનો પ્રયોગ કરીએ છીએ, ત્યારે તેનો ઉદ્દેશ્ય કોઈ ધર્મવિશેષ નથી, પરંતુ એ ‘વિધ્વંસક વળત્તિ' છે જે રાષ્ટ્રના મૂળિયાં નબળા કરે છે. આધુનિક ગઝનવીઓ એ છે જેઓ દેશની અખંડિતતા પર પ્રહાર કરે છે, જેઓ સાંસ્કળતિક વારસાને ‘પછાત'ગણાવે છે અને જેઓ વ્યવસ્થામાં રહીને જ વ્યવસ્થાનું શોષણ કરે છે. આ તત્વો દેશ અને ધર્મ વિરોધી પ્રવળત્તિઓ દ્વારા સમાજમાં અરાજકતા ફેલાવે છે. આ ‘આંતરિક ગઝનવીઓ' ને ઓળખવા એ આજના સમયની પ્રથમ અનિવાર્યતા છે.
ઇતિહાસની ટીકા સાથે વર્તમાનની જવાબદારી પણ ઉઠાવવી પડશે. રાજકીય ચર્ચાઓમાં પૂર્વ વડાપ્રધાન નેહરુની નીતિઓની ટીકા કરવી અત્યંત સરળ છે. સોમનાથના પુનઃનિર્માણ વખતે રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિ સામે નેહરુ નો વિરોધ એ ઇતિહાસનો એક હિસ્સો છે. પરંતુ, માત્ર ભૂતકાળના વસવસામાં રાચવાને બદલે વર્તમાનમાં ક્રાંતિ કરી દેખાડવી વધુ મહત્વની છે. સરદાર પટેલે જે રીતે ‘નિર્ણાયક ભૂમિકા'ભજવીને સોમનાથના જીર્ણોદ્ધારનો સંકલ્પ કર્યો હતો, તેવી જ મક્કમતા આજે રાષ્ટ્રના ઘડતરમાં જરૂરી છે. શાસકોએ માત્ર સંરક્ષક નહીં, પણ સંવર્ધક બનીને રાષ્ટ્રવિરોધી તત્વો સામે કડક ઈલાજ કરવો પડશે.
સ્વાભિમાનનું રાષ્ટ્રીયકરણઃ જ્યારે શાસન અને પ્રજા બંને રાષ્ટ્રવિરોધી પ્રવળત્તિઓ અસહ્ય માને અને તેમનો નિર્ણાયક ઇલાજ કરે ત્યારે જ સ્વાભિમાન રાષ્ટ્રવ્યાપી બને છે. સોમનાથનું શિખર એ વાતનું પ્રતીક છે કે સનાતન સંસ્કળતિને ગમે તેટલા પ્રહારોથી દબાવવામાં આવે, તે પોતાની તેજસ્વીતા સાથે પુનઃ પ્રગટ થાય જ છે.
વર્તમાન સમયમાં જો આપણે આપણી આંતરિક અને બાહ્ય સુરક્ષા, સાંસ્કળતિક ગૌરવ અને સામાજિક એકતા પ્રત્યે જાગળત થઈએ,તો જ ગઝનવી જેવી વળત્તિઓનો કાયમી નાશ શકય છે.
સોમનાથનો જિર્ણોદ્ધાર એ માત્ર મંદિરનું નિર્માણ નહોતું, પણ ભારતના ખોવાયેલા આત્મગૌરવની પુનઃપ્રાપ્તિ હતી. સોમનાથ આપણને શીખવે છે કે વિધ્વંસક શક્તિઓ ક્ષણિક હોય છે, જ્યારે સ્વાભિમાન શાશ્વત હોય છે. શાસકોની દ્રઢ ઈચ્છાશક્તિ અને નાગરિકોની સજાગતા જ આધુનિક ગઝનવીઓ સામેનો અમોઘ ઈલાજ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
