હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ાાૐશ્રીાા વાઇબ્રન્ટ રાજકોટ મંત્ર
આધ્યાત્મિક બેઇઝ પર ઓૈધોગિક પ્રગતિઃ ગઇ કાલે યોગાનુયોગ સર્જાઇ ગયોઃસોમનાથમાં ઓમકાર, રાજકોટમાં લક્ષ્મી સાધના
ભારતીય સંસ્કળતિમા ‘શ્રી' અને‘શિવ' નો સમન્વય એ જ પૂર્ણતાની નિશાની છે. ગઈકાલે ગુજરાતની ધરતી પર આ દિવ્ય સંયોગ સાક્ષાત્કાર પામ્યો. એક તરફ પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથના સાનિધ્યમાં મહાદેવના ‘ઓમકાર' નો નાદ ગુંજ્યો, તો બીજી તરફ સૌરાષ્ટ્રના આર્થિક હબ રાજકોટમાં ‘વાઈબ્રન્ટ સમિટ' દ્વારા સમળદ્ધિની ‘લક્ષ્મી સાધના' નો પ્રારંભ થયો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ બંને કાર્યક્રમો માત્ર સંયોગ નથી, પણ પ્રકળતિનો એક સ્પષ્ટ સંકેત છે કે ભારતનો આગામી વિકાસ માત્ર ભૌતિક નહીં, પણ આધ્યાત્મિક પાયા પર નિર્મિત હશે.
આજે વિશ્વ જ્યારે વિકાસની આંધળી દોડમાં દોડી રહ્યું છે, ત્યારે પ્રકળતિ આપણને ચેતવણી આપી રહી છે. જો વિકાસના પાયામાં નૈતિક્તા અને મૂલ્યો ન હોય, તો તે વિકાસ સુખ આપવાને બદલ ે‘શ્રાપ' સાબિત થાય છે. વર્તમાન સમયમાં આપણે જોઈએ છીએ કે અનીતિ અને સ્વાર્થ પર ટકેલી પ્રગતિ માનસિક અશાંતિ, સામાજિક વિખવાદ અને પર્યાવરણીય વિનાશ તરફ દોરી જાય છે. રાજકોટના ઉદ્યોગ સાહસિકો માટે આ સમિટ એક સંદેશ છે કે, ‘લક્ષ્મી' ત્યારે જ ફળે છે જ્યારે તે ‘નારાયણ' એટલે કે સેન્ટ્રલ વેલ્યુઝ અને નૈતિક્તા સાથે જોડાયેલી હોય.
સોમનાથનો ઓમકાર એ આંતરિક ચેતનાનું પ્રતીક છે, જ્યારે રાજકોટની લક્ષ્મી સાધના એ બાહ્ય પુરૂષાર્થનું પ્રતીક છે. વડાપ્રધાનની ઉપસ્થિતિ આ બંને છેડાઓને જોડવાનું કામ કરે છે. જો ઉદ્યોગ જગત નૈતિક મૂલ્યોને પ્રાધાન્ય આપે, શ્રમિકોના હિતનો વિચાર કરે અને પર્યાવરણની રક્ષા કરે, તો જ સાચી ‘સુખાકારી'પ્રાપ્ત થઈ શકે છે. વિકાસ એટલે માત્ર બેંક બેલેન્સ વધારવું નહીં, પણ રાષ્ટ્રના ચરિત્ર નિર્માણમાં યોગદાન આપવું.
ગઈકાલનો આ યોગાનુયોગ એ વાતની પ્રતીતિ કરાવે છે કે ગુજરાત હવે ‘સેલ્ફલેસ સર્વિસ' અને ‘પ્રોફિટ વિથ પર્પઝ' ના મંત્ર સાથે આગળ વધી રહ્યું છે. જ્યારે આર્થિક પ્રગતિના મૂળિયાં આધ્યાત્મિકતામાં ઊંડા હોય, ત્યારે તે કયારેય ડગમગતી નથી. સોમનાથથી રાજકોટ સુધીનો આ પથ એ જ સાચો ‘વાઈબ્રન્ટ માગ' છે, જે ભારતને વિશ્વગુરૂ બનાવશે.
ગુજરાતમાં શાસકોની નિસ્ક્રિયતાના કારણે વિકાસ વિનાશકારી સાબિત થઈ રહ્યો છે. સરકાર મોટીમોટી વાતો કરે છે,પણ નાના-નાના કામ કરી દેખાડતી નથી.મોદીજીના વ્યક્તિત્વમાંથી પે્રરણા લઈને કાર્ય કરવાને બદલે ગુજરાતની નેતાગીરી રાહુલને આદર્શ માનીને ચાલતી હોય તેમ લાગે છે.ગુજરાતને નૈતિક્તાના પાયા પર વિકાસની જરૂર છે ત્યારે કમનસીબે લાલુબ્રાન્ડ હરોળની નેતાગીરી પ્રાપ્ત થઈ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
