<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

કાશ્મીરી ઓપરેશન દેશભરમાં ચલાવો

ધર્મસ્થાનો અંગે તપાસ જરૂરીઃ રાજકોટ-સોરાષ્ટ્રમાં પણ શંકાસ્પદ પ્રવૃતિ અંગે સર્વે થવો જાઇઍ

ગઇકાલે કચ્છમાંથી ૯ પાકિસ્તાનીઓ ઝડપાયા. રાજકોટ-સૌરાષ્ટ્રમાંથી બાંગ્લાદેશીઓ અવાર નવાર ઝડપાઇ રહ્ના છે. આ કોઇ સામાન્ય ઘટનાઓ ન ગણી શકાય.રાજકોટ- સૌરાષ્ટ્રમાં   શંકાસ્પદ પ્રવૃત્તિ વધી ગઇ હોય તેવો અહેસાસ  થાય છે. આ અંગે ગહન તપાસ જરૂરી છે. કાશ્મીર અત્યારે પરિવર્તનના પંથે છે. ત્યાંની મસ્જિદોનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે. સુરક્ષા ઍજન્સીઓ ધર્મસ્થાનોની ગતિવિધિઓ તપાસી રહી છે. આ ઓપરેશન માત્ર કાશ્મીર પૂરતું મર્યાદિત ન રહેવું જોઈઍ. તેને દેશભરમાં વ્યાપક બનાવવાની તાતી જરૂર છે. 
રાષ્ટ્રીય સુરક્ષા સાથે કોઈ બાંધછોડ ન થઈ શકે. ધર્મસ્થાનો હંમેશા આસ્થા અને શાંતિના પ્રતીક હોવા જોઈઍ. જો ત્યાંથી કટ્ટરવાદ ફેલાતો હોય તો તે ચિંતાનો વિષય છે. પવિત્ર સ્થળોનો ઉપયોગ આશ્રયસ્થાન તરીકે ન થવો જોઈઍ. ગુપ્તચર ઍજન્સીઓઍ દરેક શંકાસ્પદ ગતિવિધિ પર નજર રાખવી પડશે.
ગુજરાતનું રાજકોટ શહેર હંમેશા શાંત રહ્નાં છે, પરંતુ તાજેતરમાં અહીં પણ શંકાસ્પદ પ્રવૃત્તિઓ દેખાઈ રહી છે. બહારથી આવતા અજ્ઞાત લોકોની સંખ્યા વધી છે. રાજકોટ જેવા વેપારી મથકે હવે સતર્ક થવું પડશે. અહીંના કેટલાક વિસ્તારોમાં રાત્રિના સમયે થતી હિલચાલ શંકા જન્માવે છે. ધાર્મિક ટ્રસ્ટોમાં આવતા નાણાંનો સ્ત્રોત તપાસવો જરૂરી છે. શું આ નાણાંનો ઉપયોગ સમાજસેવા માટે થાય છે? કે પછી તેનો ઉપયોગ અન્ય કાર્ય માટે છે  ? રાજકોટ પોલીસે સ્થાનિક સ્તરે સર્વેની કામગીરી ઝડપી બનાવવી જોઈઍ. શંકાસ્પદ મકાનો અને ધર્મસ્થાનોની આસપાસ સીસીટીવી નેટવર્ક મજબૂત કરવું પડશે.
કાશ્મીરી ઓપરેશન અંગે મહેબુબા મુફ્તીઍ માંગ કરી છે કે મંદિરોનો પણ સર્વે થવો જોઇઍ. આ બાબત વાંધાજનક ન ગણાય ધર્મની આડમાં ચાલતી સમાજ-રાષ્ટ્રહિત વિરુદ્ધની પ્રવૃત્તિઓની તટસ્થ તપાસ થવી જ જોઈઍ.‘તટસ્થતા’ સૌથી પાયાની બાબત છે. તપાસનો હેતુ કોઈ ધર્મને ઠેસ પહોંચાડવાનો ક્યારેય ન હોવો જોઈઍ. કાયદો દરેક નાગરિક અને દરેક સંસ્થા માટે સમાન છે. તપાસ નિષ્પક્ષ હશે તો જ જનતાનો સહકાર મળશે. તંત્રઍ માત્ર પુરાવા અને હકીકતોના આધારે આગળ વધવું જોઈઍ. 
જે સંસ્થાઓ પ્રમાણિક છે તેમણે ડરવાની કોઈ જરૂર નથી. પરંતુ જેઓ ધર્મની આડમાં રાષ્ટ્રવિરોધી ષડયંત્ર રચે છે તેમને છોડવા ન જોઈઍ. પારદર્શિતા જ કટ્ટરવાદનો સાચો ઈલાજ છે.
દેશની આંતરિક સુરક્ષા અત્યારે સૌથી મોટો પડકાર છે. સોશિયલ મીડિયા અને ટેકનોલોજીના યુગમાં દુશ્મનો વધુ સક્રિય બન્યા છે. ધર્મસ્થાનોનો દુરૂપયોગ રોકવા માટે કડક કાયદાકીય માળખું જોઈઍ. કાશ્મીર મોડેલને દેશના દરેક રાજ્યમાં લાગુ કરવાનો સમય પાકી ગયો છે. જો દરેક શહેરના ધર્મસ્થાનો શુદ્ધ રહેશે તો દેશ સુરક્ષિત રહેશે. રાષ્ટ્રહિત માટે લેવાયેલા કડક નિર્ણયો જ લાંબા ગાળે શાંતિ લાવશે. દરેક નાગરિકે પણ પોતાના વિસ્તારની શંકાસ્પદ હિલચાલ અંગે તંત્રને જાણ કરવી જોઈઍ. જાગૃતિ અને કડક દેખરેખ જ સુરક્ષિત ભારતનો પાયો છે. 

 

(12:10 PM IST)