<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

તબલું તૂટયું: રહેમાનનો રાગડો

એ.આર. રહેમાનને હવે બોલીવુડમાં કોમવાદ દેખાયોઃ બેકારી આવતા સંગીતકારે મામા બનાવવાના ખેલ આદર્યા

ભારતીય સંગીત જગતમાં વર્ષો સુધી રાજ કરનાર એ.આર. રહેમાને તાજેતરમાં એક ઈન્‍ટરવ્‍યુમાં એવો રાગડો તાણ્‍યો છે કે બોલીવૂડમાં હવે ‘કોમવાદ' વધી રહ્યો છે. તેમણે આરોપ લગાવ્‍યો છે કે ચોક્કસ સમુદાયના હોવાને કારણે તેમને ફિલ્‍મોમાં કામ મળતું બંધ થઈ ગયું છે. આ નિવેદન સાંભળીને સંગીત  પ્રેમીઓ અને વિશ્‍લેષકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વર્ષો સુધી જે ઉદ્યોગે તેમને પલક પાંપણે બેસાડ્‍યા, ઓસ્‍કર સુધી પહોંચાડ્‍યા અને અઢળક સંપત્તિ આપી, તે જ ઉદ્યોગ આજે તેમને અચાનક કોમવાદી દેખાવા લાગ્‍યો છે. આ માત્ર પોતાની ઘટતી જતી માંગ અને બેકારીને છુપાવવા માટે જનતાને ‘મામા' બનાવવાનો એક સુનિયોજિત ખેલ લાગે છે.

વાસ્‍તવિકતા તપાસવામાં આવે તો જણાશે કે બોલીવૂડમાં દાયકાઓથી એક ચોક્કસ સમુદાયનું જ વર્ચસ્‍વ રહ્યું છે. ગીતકાર હોય, ગાયક હોય કે સંગીતકારラમુસ્‍લિમ કલાકારોએ જ આ ઉદ્યોગ પર રાજ કર્યું  છે. રહેમાન પોતે પણ આ જ સિસ્‍ટમ્‍સનો હિસ્‍સો રહીને સફળતાના શિખરે પહોંચ્‍યા હતા. આજે જ્‍યારે સમય બદલાયો છે અને પ્રતિભાશાળી હિન્‍દુ કલાકારો તેમજ પ્રાદેશિક સંગીતકારોને તક મળી રહી છે, ત્‍યારે રહેમાનને અસુરક્ષા અનુભવાઈ રહી છે. ખરેખર તો અત્‍યાર સુધી જે અસંતુલન હતું, તે હવે ‘બેલેન્‍સ' થઈ રહ્યું  છે. સંગીતની દુનિયામાં સ્‍પર્ધા વધતા પોતાની સર્જનાત્‍મકતા સાબિત કરવાને બદલે ધર્મનું કાર્ડ ખેલવું એ અત્‍યંત નિમ્‍ન સ્‍તરની બાબત છે.

જો એ.આર. રહેમાનને ખરેખર કોમવાદના દર્શન કરવા હોય, તો તેમણે ભારત છોડીને પાડોશી દેશ બાંગ્‍લાદેશ સામે નજર કરવી જોઈએ. ત્‍યાં લઘુમતી સમુદાયો પર જે રીતે અત્‍યાચારો થઈ રહ્યા છે, તેમના ઘર અને મંદિરો સળગાવવામાં આવી રહ્યા  છે, તે અસલી કોમવાદ છે. ત્‍યાં લઘુમતીઓની દશા અત્‍યંત ગંભીર છે, છતાં રહેમાન જેવા કલાકારો એ મુદ્દે કયારેય મૌન તોડતા નથી. ભારતમાં રહીને બધી જ સુખ-સાહ્યબી ભોગવ્‍યા બાદ પોતાની બેકારીનો દોષ દેશના માહોલ પર ઢોળવો એ જનતા સાથે દગો છે.

રહેમાનનો આ વિવાદ માત્ર હેડલાઇન્‍સમાં રહેવાનો પ્રયાસ લાગે છે. આ કારણે બહુમતીની  બદનામી કરવી યોગ્‍ય છે? જ્‍યારે તબલું વાગતું  બંધ  થાય ત્‍યારે અવાજ કરવાને બદલે રાગડો તાણવો એ કલાકારને શોભતું નથી. ભારતની જનતાએ હંમેશા કળાને  પૂજી છે, ધર્મને નહીં.  પરંતુ જો કલાકાર જ કળામાં ધર્મ ભેળવવા લાગે, ત્‍યારે સમજવું કે તેમનું ‘તબલું તૂટયું' છે.

      ભુતકાળમાં નજર કરો તો ક્રિકેટર અઝહરૂદીન મેચ ફિક્‍સિંગમાં ફસાયો ત્‍યારે તેમણે પણ આક્ષેપ કર્યો હતો કે લઘુમતી હોવાના કારણે મને હેરાન કરાય છે...આ બબુચક ટીમનો કેપ્‍ટન બની ગયો ત્‍યારે તે લઘુમતી ન હતો? કોમવાદના નામે હિન્‍દુ સમાજને બદનામ કરનારા સામે કડકાઇ જરૂરી છે.

(3:46 PM IST)