હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પ્રજા- સત્તાક, પ્રજાસટાક!
ભારતીયોને ખુદની વેલ્યુની ખબર નથી તેથી લોકશાહીમાં લોકલશાહી જેવી સ્થિતિઃ વધારે પડતી સહન શકિત અને અતિ થાય તો ટોળા વિફરે... આ બંને સ્થિતિ ખતરનાક
સોમવારે પ્રજાસત્તાક દિન છે. રાષ્ટ્રીય પર્વની દરેકને શુભેચ્છા. હવેઆપણે ઔપચારિક્તામાંથી બહાર આવીને નક્કર કાર્ય તરફ વળવું જરૂરી છે. ભારત દુનિયાનું સૌથી મોટું લોકશાહી રાષ્ટ્ર હોવાનું ગૌરવ લે છે . દર વર્ષે ૨૬ જાન્યુઆરીએ આપણે ‘ગણતંત્ર દિવસ' ની ધામધૂમથી ઉજવણી કરીએ છીએ. આ ગણતંત્રમાં ‘ગણ' એટલે કે લોકોની હાલત જોતા આ પર્વ હવે ‘પ્રજા-સત્તાક' ને બદલે ‘પ્રજાસટાક' વધુ લાગે છે.
પ્રજાસટાક એટલે એવી સ્થિતિ જ્યાં સામાન્ય માણસ વ્યવસ્થાના હાથે સતત સટાતો (પીસાતો) રહે છે .જ્યારે સહન કરવાની હદ વટાવી જાય ત્યારે જ તે ‘સટાક' દઈને વિફરે છે, અને ત્યારે જ તંત્રના બહેરા કાન ખૂલે છે. ભારતીય લોકશાહીની સૌથી મોટી કરૂણતા એ છે કે પાયામાં હોવા છતાં ભારતીયોને પોતાની અસલી વેલ્યુ કે તાકાતની ખબર જ નથી, જેના કારણે આજે લોકશાહીમાં ‘લોકલશાહી' જેવી અરાજકતા જોવા મળે છે.
વાસ્તવિકતા એ છે કે આ દેશનો કોઈપણ નેતા મોટો નથીઃ તે જનતાના અમૂલ્ય મતોથી જીતીને ખુરશી સુધી પહોંચે છે. લોકો જ તેને સત્તા સોંપે છે, છતાં ચૂંટણી પછી એ જ લોકો નેતા સામે લાચાર બનીને ઊભા રહે છે. તેવી જ રીતે, કોઈ ઉદ્યોગપતિ કે મલ્ટીનેશનલ કંપની પોતાની મેળે મોટી નથી બનતીઃ તે ગ્રાહકોના પૈસાથી ચાલે છે અને એ ગ્રાહક એટલે લોકો. મીડિયા હાઉસ પણ જે ટીઆરપી ના જોરે કૂદકા મારે છે, તેના પાયામાં પણ દર્શક તરીકે સામાન્ય લોકો જ છે. ટૂંકમાં, સત્તા, વેપાર અને પ્રચારના ત્રણેય સ્તંભો લોકોના દમ પર ઉભા છે, છતાં ભારતની આ જ જનતાની આજે કોઈ વેલ્યુ નથી.
આ ઉપેક્ષાનું મુખ્ય કારણ લોક જાગળતિનો અભાવ છે. ભારતીયોમાં અતિશય સહન કરવાની એક નબળાઈ છે. આપણે નબળા રસ્તા, મોંઘું શિક્ષણ અને ભ્રષ્ટ વહીવટને ‘નસીબ' માનીને સ્વીકારી લઈએ છીએ. પરંતુ જ્યારે આ ત્રાસ અસહ્ય બને ત્યારે આપણે જાગળત નાગરિક બનવાને બદલે અચાનક ‘ટોળું' બનીને વિફરીએ છીએ. તોડફોડ કે હિંસા એ જાગળતિ નથી, પણ આપણી નબળાઈ છે. ભારતે હજુ ‘શ્રેષ્ઠ લોકશાહી' બનવા માટે લાંબી મજલ કાપવાની બાકી છે. સાચું ગણતંત્ર ત્યારે જ આવશે જ્યારે જનતા એ સમજશે કે નેતા, ઉદ્યોગપતિ અને મીડિયા તેનાથી (લોકોથી) છે, તે (લોકો) એમનાથી નથી.
આ ગણતંત્ર દિને આપણે સંકલ્પ કરવો જોઈએ કે આપણે માત્ર ‘વોટ બેંક' કે ‘ગ્રાહક' બનીને નહીં રહીએ, પણ એક જાગળત નાગરિક તરીકે આપણી વેલ્યુ સમજીશું. જ્યાં સુધી સામાન્ય માણસ સવાલો નહીં પૂછે અને સત્તાના કેન્દ્રમાં પોતાની તાકાતનો અહેસાસ નહીં કરાવે, ત્યાં સુધી આ ‘પ્રજાસટાક' ની સ્થિતિ ચાલુ રહેશે. લોકશાહીને જીવંત રાખવા માટે પ્રજાએ પોતાની વેલ્યુ ઓળખીને જાગળત થવું જ પડશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
