હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારત- યુરોપ કરારઃ Thanks, Trump!
અમેરિકાનો દાવ ઊંધો પડ્યો, ભારત માટે સમળદ્ધિના દ્વાર ખુલ્યાઃ બોટલ શોખીનો પણ ઝૂમશે!
વિશ્વના આર્થિક મંચ પર અત્યારે મોટા ફેરફારો થઈ રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પની ‘અમેરિકા ફર્સ્ટ' ની જીદ હવે તેમને જ ભારે પડી રહી છે. ટ્રમ્પે ભારત પર દબાણ લાવવા ટેરિફ વોર છેડ્યું હતું. પણ તેમનો આ દાવ સાવ ઊંધો પડ્યો છે. ભારત ડરવાને બદલે વધુ મજબૂત બનીને ઉભર્યું છે. ખરેખર તો કહેવું પડે, ‘થેન્ક્સ, ટ્રમ્પ!'. તમારી આકરી નીતિઓએ જ ભારતને નવા રસ્તા શોધવા મજબૂર કર્યું.
ભારતે હવે યુરોપિયન યુનિયનના ૨૭ દેશો સાથે ઐતિહાસિક હાથ મિલાવ્યા છે. આ કરાર વિશ્વના આર્થિક સમીકરણોમાં મોટી ઉથલપાથલ લાવશે. અમેરિકા પરની નિર્ભરતા ઘટાડી ભારતે સ્વાયત્તતા સાબિત કરી છે. હવે ભારતીય સામાન માટે યુરોપના ૨૭ દેશોના દરવાજા ખુલી ગયા છે. આ ૨૭ દેશોનું બજાર અમેરિકા કરતા પણ મોટું અને સ્થિર છે. ભારત માટે આ વ્યાપાર સમળદ્ધિનો સુવર્ણ યુગ છે.
આ કરારન ે‘મધર ઓફ ઓલ ડીલ્સ' કહેવામાં આવે છે. આ ડીલનો મોટો ફાયદો ગુજરાતને થવાનો છે. ગુજરાત ભારતનું ઔદ્યોગિક એન્જિન છે. ગુજરાતના બંદરો હવે યુરોપ સાથે સીધા જોડાઈ જશે. રાજ્યના હીરા, ટેક્સટાઈલ અને કેમિકલ ઉદ્યોગમાં તેજી આવશે. જામનગરથી લઈને સુરત સુધીના વેપારીઓને નવું મોટું મેદાન મળશે. યુરોપિયન ટેકનોલોજી હવે સીધી ગુજરાતના કારખાનાઓમાં આવશે.
અમેરિકાની ગણતરી ભારતને રોકવાની હતી, પણ ભારત આગળ નીકળી ગયું. ૨૭ દેશો સાથેના આ નવા સંબંધો ભારતને ‘ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ' બનાવશે. ટ્રમ્પના અહંકાર સામે ભારતની મુત્સદ્દીગીરીનો ભવ્ય વિજય થયો છે. હવે વિશ્વના નકશા પર ભારતની આર્થિક શક્તિનો નવો સૂર્યોદય થયો છે. આ કરાર ભારતની આવનારી પેઢીઓ માટે પ્રગતિના નવા દ્વાર ખોલશે.
ભારત-યુરોપ કરારથી વિદેશી દારૂની શોખીન જમાત પણ મોજમાં આવી ગઈ છે. યુરોપથી આયાત થતો દારૂ પણ સસ્તો થવાની સંભાવના વધી ગઇ છે, લગભગ અડધી કિંમત થઇ શકે છે. બોટલના શોખીન લોકો જશ્ન મનાવશે.ગુજરાતમાં તો પ્રતિબંધ છે, છતાં પીણાના શોખીન જમાત માટે ઉત્સવી માહોલ સર્જાશે. દરેક ઘટનાના સારા-ખરાબ પાસા હોય છે,ભારત-યુરોપ કરારથી વિદેશી દારૂ સસ્તો થશે એ શોખીન માટે ખુશખબર છે,પણ તેના પરિવાર માટે દુઃખદ ખબર બની શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
