<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

મુજરા મજબૂરીના... સંઘ દ્વારે સલમાન

સંઘ સમર્થકોએ તીવ્ર વિરોધ કર્યો એને સંઘે આવકાર્યુઃ મજબૂર કોણ? સંઘ, સલમાન કે સ્‍વયંસેવકો?

       રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના કાર્યક્રમમાં  સલમાન ખાન.. આ સંગમ આદર્શવાદનો નહીં, પણ નરી મજબૂરીનો પુરાવો છે. સલમાન ખાન, જે એક સમયે બોક્‍સ ઓફિસનો સુલતાન ગણાતો હતો આજે અસ્‍તિત્‍વ ટકાવવા ફાંફા મારી રહ્યો છે. તેની ફિલ્‍મો પીટાઈ રહી છે અને ‘બ્રાન્‍ડ સલમાન'ની ચમક હવે ધૂંધળી થઈ રહી છે.            

કાળિયારના શિકાર કેસથી લઈને હિટ-એન્‍ડ રન સુધીના વિવાદો તેનો પીછો છોડતા નથી. જ્‍યારે લોરેન્‍સ બિશ્નોઈ ગેંગ તરફથી જીવનું જોખમ વધ્‍યું, ત્‍યારે આ ‘દબંગ' સ્‍ટારની કથિત મર્દાનગી હવામાં ઓગળી ગઈ દર્શાય છે. જે માણસ પડદા પર શર્ટ ઉતારીને શૌર્ય બતાવતો હતો, તે આજે બુલેટપ્રૂફ ગાડીઓ અને સુરક્ષાના કવચ પાછળ  રહી ફફડી રહ્યો છે. સંઘની નજીક જવાનો તેનો પ્રયાસ કોઈ રાષ્‍ટ્રપ્રેમ નથી જણાતો, પણ જેલ અને ગોળીથી બચવાનો એક લાચાર પેંતરો માત્ર હશે.. તેવી ચર્ચા અસ્‍થાને નથી. તેની કહેવાતી ‘દબંગાઈ' હવે માત્ર બોડીગાર્ડ્‍સના ઘેરા પૂરતી જ સીમિત છે.

બીજી તરફ, રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ  જેવી શિસ્‍તબદ્ધ સંસ્‍થાની હાલત મજબૂત છે, પણ જ્‍યારે સંઘ સલમાન જેવા વિવાદાસ્‍પદ અને ગુનાહિત ભૂતકાળ ધરાવતા અભિનેતાને આશરો આપે, ત્‍યારે તેના પાયાના સમર્થકોમાં આશંકા સર્જાય એ સ્‍વાભાવિક છે. જે સંઘ શિસ્‍ત, ચારિત્ર્ય અને સંસ્‍કારની મોટી વાતો કરે છે, તેને સલમાન જેવા ‘બેડ બોય'ની શું જરૂર પડી? શું સંઘ આજે એટલો લાચાર છે કે તેને સર્વસ્‍વીકળત થવા માટે એક ભ્રષ્ટ ઈમેજ ધરાવતા એક્‍ટરના ટેકાની જરૂર પડી રહી છે?

આ સમીકરણો સંઘના નક્કર સમર્થકો માટે અપાચ્‍ય છે. વર્ષો સુધી જેની સામે લડ્‍યા, આજે તેને જ ગળે લગાવવાની આ મજબૂરીએ પાયાના સ્‍વયંસેવકોની દશા કફોડી કરી દીધી છે.  સલમાનની વાત છોડો પણ સંઘ? સલમાન અત્‍યારે માત્ર એક ‘શો-પીસ' બનીને રહી ગયો છે, જેનો ઉપયોગ રાજકીય શતરંજમાં મોહરા તરીકે થઈ રહ્યો છે. તેની આક્રમકતા હવે સાવ વિસરાતી જાય છે.

સંઘના સમર્થકો માટે સલમાન મહત્‍વહીન છે, જેને પચાવવો અશકય  છે.  આ જોડાણ ઇતિહાસમાં કાળા અક્ષરે લખાશે. સમર્થકોનો ભરોસો તૂટવો એ સંઘ માટે સૌથી મોટું નુકસાન બની શકે છે. સંઘે કટ્ટરતાની જરૂર નથી,પણ નક્કર તો રહેવું જ પડશે.કટ્ટર નથી તેવું દર્શાવવા સલમાનો જેવાને આવકાર વિચિત્ર લાગે છે. ઉદારવાદી થવા અડવાણીજી ઝીણાના શરણે ગયા હતા. આ ઘટનાનું પરિણામ આપણી નજર સામે છે. મજબુરીમાં  સંઘના કાર્યક્રમમાં હાજરી આપવા સલમાન તૈયાર હોય તે સમજી શકાય તેવી બાબત છે,પણ સંઘે તો... (

(11:01 AM IST)