હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નિર્લિપ્ત ચૈતન્ય... કમાલ શબ્દ સંગમ
અરાજક બનેલી સ્થિતિમાં કડક પોલીસ અધિકારીનું સ્વાગત છેઃ ઉત્તમ ભવિષ્ય માટે વર્તમાનમાં પરાક્રમો જરૂરી છે
આધ્યાત્મિક જગતના શબ્દોમાં નિર્લિપ્ત અને ચૈતન્ય ઉત્તમ શબ્દોની શ્રેણિમાં આવે છે. સાથે જોડણી કોષ પ્રમાણે નિર્લિપ્ત એટલે અનાસક્ત અને ચૈતન્ય એટલે પૂર્ણ શુદ્ધતા. નિર્લિપ્ત ચૈતન્ય એટલે અનાસક્ત પૂર્ણશુદ્ધિ...આ શબ્દોનો કમાલનો સંગમ પોલીસ તંત્રમાં રચાયો છે.
રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રના સુરક્ષાતંત્રમાં અત્યારે એક નવી આશાનો સંચાર થયો છે. રાજ્ય સરકારે રાજકોટ રેન્જડી.આઇ.જી. તરીકે નિર્લિપ્ત રાય અને એડિશનલ કમિશનર તરીકે ચૈતન્ય માંડલિકની નિમણૂક કરી છે. આ માત્ર બે અધિકારીઓની બદલી નથી, પરંતુ ‘નિર્લિપ્ત' અને ‘ચૈતન્ય'નો એવો કમાલનો સંગમ છે જેનો સીધો પ્રભાવ અસામાજિક તત્વો પર પડશે.
લાંબા સમયથી રાજકોટ સહિત આસપાસના વિસ્તારોમાં જે અરાજક સ્થિતિ જન્મી છે, તેને ડામવા માટે આવા જ કડક મિજાજના અધિકારીઓની તાતી જરૂર હતી. શાસકો કદાચ આગામી ચૂંટણીના દબાણ હેઠળ જાગ્યા હશે, પણ જનતા માટે તો આ એક આશીર્વાદ સમાન નિર્ણય બની શકે છે.
લાંબાગાળાથી રાજકોટ-સૌરાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. ખૂણેખૂણે વિધર્મી અસામાજિક તત્વો અને પરપ્રાંતીઓની શંકાસ્પદ પ્રવળત્તિઓ ફૂલીફાલી છે. પ્રતિબંધિત નશાનું તાંડવ ચારેબાજુ જોવા મળે છે. ઠેર-ઠેર દેશી દારૂના અડ્ડાઓ કોઈ પણ ડર વગર ધમધમી રહ્યા છે. સૌથી ગંભીર બાબત એ છે કે, તંત્રની ભ્રષ્ટ કડીઓ અને સ્થાનિક નેતાગીરીની મિલીભગત વગર આટલું મોટું નેટવર્ક ચલાવવું અશકય છે. આ ગઠબંધનના કારણે સામાન્ય લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. લોકોનું જીવવું દુષ્કર બન્યું છે ત્યારે આ બે દબંગ અધિકારીઓ પાસે મોટી અપેક્ષાઓ છે.
સૌરાષ્ટ્રના ઉત્તમ ભવિષ્ય માટે વર્તમાનમાં પોલીસના પરાક્રમો અત્યંત જરૂરી છે. ગુનેગારોના મનમાં કાયદાનો ખૌફ પેદા કરવા માટે કોઈ પણ સેહશરમ રાખ્યા વગરનું ‘તાંડવ' હવે અનિવાર્ય બન્યું છે. માત્ર નાના ગુનેગારો જ નહીં, પણ તેમને છાવરતા તંત્રના માણસો અને રાજકીય આકાઓને પણ કડકાઈનો અનુભવ થવો જોઈએ. નિર્લિપ્તજી અને ચૈતન્યજી પોતાની કાર્યશૈલી માટે જાણીતા છે. તેઓ કોઈના દબાણમાં આવ્યા વગર કામ કરે છે. અસામાજિક તત્વોનો સફાયો કરવા માટે તેમની આ જોડી નિર્ણાયક સાબિત થશે.
વર્તમાનમાં જે કઠોર નિર્ણયો લેવાશે, તે જ રાજકોટના સુરક્ષિત ભવિષ્યનો પાયો નાખશે. ગુન્હાખોરોને જેલમાં ધકેલવાની સાથે નશાના કારોબારના મૂળિયાં ઉખેડવા પડશે. સ્થાનિક જનતા આ બંને મહાનુભાવોનું હાર્દિક સ્વાગત કરે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
