હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કીર્તિ આઝાદ નહિ, રાજકીય ગુલામ!
પક્ષ સાથે રંગ પણ બદલાઇ ગયોઃ ક્રિકેટમાં પણ ધાર્મિક વિવાદ છેડીને પૂર્વ ક્રિકેટર તૃણમૂલ સાંસદ ભાજપને મોજ કરાવી દીધી
પૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદનું નામ આજે રમતગમત કરતાં વધુ તેમની રાજકીય રંગબદલુ પ્રવળત્તિઓ માટે ચર્ચાઈ રહ્યું છે. ‘કીર્તિ' શબ્દનો અર્થ યશ થાય છે, પરંતુ તેમની વર્તમાન રાજકીય ગતિવિધિઓ જોતા લાગે છે કે પક્ષ બદલાતા તેમનો રંગ અને વિચારધારા પણ બદલાઈ ગયા છે. કીર્તિ આઝાદની સફર રમતગમતથી લઈને રાજકારણ સુધી વિવાદોથી ભરેલી રહી છે, જે હવે તેમની પોતાની જ છબીને નુકસાન પહોંચાડી રહી છે.
કીર્તિ આઝાદના ક્રિકેટમાં પ્રવેશ પાછળ તેમની તેજસ્વીતા કરતા પણ વધુ તેમનો પારિવારિક પ્રભાવ જવાબદાર હોવાનું મનાય છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી ભગવત ઝા આઝાદના પુત્ર હોવાના નાતે તેમને ટીમમાં સ્થાન મળ્યું હોવાના આક્ષેપો દાયકાઓથી થતા રહ્યા છે. રમતગમતમાં નિવળત્તિ લીધા બાદ જ્યારે તેમણે રાજકારણમાં ડગ માંડ્યા, ત્યારે તેઓ ભાજપમાં જોડાયા અને ભગવા રંગે રંગાયા. વર્ષો સુધી જે વિચારધારાના ગુણગાન ગાયા, આજે સત્તાના સમીકરણો બદલાતા તેઓ તળણમૂલ કોંગ્રેસમાં જઈને સાવ વિપરીત રાગ આલાપી રહ્યા છે.
તાજેતરમાં ભારતીય ક્રિકેટ ટીમની T20 વર્લ્ડ કપમાં ભવ્ય જીત બાદ આખા દેશમાં ઉત્સવનો માહોલ હતો. ત્યારે તળણમૂલ સાંસદ તરીકે કીર્તિ આઝાદે કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને જય શાહના હનુમાન મંદિર જવાના વિષય પર બિનજરૂરી વિવાદ છેડ્યો. ક્રિકેટ જેવા રમતગમતના વિષયમાં ધાર્મિક રંગ ભેળવીને તેમણે પક્ષના એજન્ડાને સંતોષવાનો પ્રયાસ કર્યો. વાસ્તવમાં આ ‘સળી' ભાજપ માટે ફાયદાકારક સાબિત થઈ છે. મોંઘવારી અને બેરોજગારી જેવા વાસ્તવિક મુદ્દાઓ પર ઘેરાયેલી સરકારને કીર્તિ આઝાદે આપેલા આ ધાર્મિક મુદ્દાએ ફરીથી ‘હિન્દુત્વ'ના પિચ પર રમવાની તક આપી દીધી છે.
કીર્તિ આઝાદની આ આદત મમતા બેનર્જી માટે આગામી સમયમાં ભારે પડી શકે છે. જ્યારે બંગાળમાં લોકશાહી અને વહીવટી પ્રશ્નો ગાજતા હોય, ત્યારે આવા બિનજરૂરી નિવેદનો ભાજપને બેઠાં બેઠાં મોજ કરાવી આપે છે. એક સમયે ભગવા રક્ષક ગણાતા આઝાદ હવે તળણમૂલના ‘રાજકીય ગુલામ' બનીને જે રીતે વિવાદો ઉભા કરી રહ્યા છે, તે જોતા લાગે છે કે તેમની આઝાદી માત્ર નામ પૂરતી રહી છે. પક્ષ બદલાવાની સાથે વ્યક્તિની વિચારધારા આટલી હદે દૂષિત થઈ જાય તે લોકશાહી અને રમતગમત બંને માટે દુર્ભાગ્યપૂર્ણ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
