<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

શ્વાસ વગરનો અવિશ્વાસ

વિપક્ષના પ્રસ્‍તાવમાં કોંગ્રેસ જ ઉઘાડી પડીઃ રિયલ મુદા પડતા મૂકીને વિપક્ષ ઉંધા રવાડે, સરકારને મોજ

લોકશાહીના મંદિરમાં ᅠજ્‍યારે અવિશ્વાસ પ્રસ્‍તાવ રજૂ થાય, ત્‍યારે દેશની નજર વિપક્ષ પર હોય છે. લોકસભામાં તાજેતરમાં આવેલો અવિશ્વાસ પ્રસ્‍તાવ કોઈ ગંભીર ચર્ચાને બદલે રાજકીય ડ્રામા બનીને રહી ગયો. પરિણામ એ આવ્‍યું કે અવિશ્વાસ પ્રસ્‍તાવ ઉડી ગયો અને કોંગ્રેસ પોતે જ ઉઘાડી પડી ગઈ. આ પ્રસ્‍તાવમાં ધારદાર દલીલોનો અભાવ હતો. તેના કારણે સરકારને ઘેરવાને બદલે વિપક્ષ પોતે જ રક્ષણાત્‍મક સ્‍થિતિમાં આવી ગયો.

કોંગ્રેસની રણનીતિમાં સ્‍પષ્ટતાનો અભાવ વર્તાતો હતો. નેતાગીરીના સ્‍તરે કોઈ ચોક્કસ આયોજન દેખાયું નહીં. વાસ્‍તવિક અને જનતાને સ્‍પર્શતા મુદ્દાઓ ઉઠાવવાને બદલે વિપક્ષ આડા પાટા પર ચડી ગયો. જ્‍યારે રિયલ મુદ્દાઓ પડતા મૂકવામાં  આવે, ત્‍યારે સરકાર માટે મેદાન મોકળું થઈ જાય છે. સત્તાપક્ષને ભીંસમાં લેવા માટે જે તથ્‍યો અને આંકડાની જરૂર હોય છે, તે વિપક્ષ પાસે ખૂટતા જણાયા. પરિણામે, સરકારને તો મોજ પડી ગઈ પણ વિપક્ષની છબી ખરડાઈ.

લોકશાહીની તંદુરસ્‍તી માટે મજબૂત સરકાર જેટલી જરૂરી છે, એટલો જ પાવરફૂલ વિપક્ષ પણ અનિવાર્ય છે. જો વિપક્ષ નબળો હોય તો સત્તા પર કોઈ અંકુશ રહેતો નથી. આ કિસ્‍સામાં વિપક્ષની નબળાઈ આખા દેશ માટે નુકસાનકારક સાબિત થઈ રહી  છે. જનતાના અવાજને સંસદમાં જે રીતે રજૂ કરવો જોઈએ, તેમાં કોંગ્રેસ નિષ્‍ફળ રહી છે. ગંભીરતાનો સદંતર અભાવ કોંગ્રેસની સૌથી મોટી નબળાઈ બનીને ઉભરી છે.

રાહુલ ગાંધીની ભૂમિકા અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. એવું લાગે છે કે તેઓ વાસ્‍તવિકતાથી દૂર કોઈ જુદી જ દુનિયામાં ઉડી રહ્યા છે. જમીની હકીકત અને સંસદીય મર્યાદા વચ્‍ચેનો તાલમેલ તેઓ બેસાડી શકતા નથી. ગંભીર વિષયો પર ચર્ચા કરવાને બદલે બિનજરૂરી હાવભાવ અને અસંગત વાતોને કારણે વિપક્ષનું જોર ઘટી ગયું.

અવિશ્વાસ  પ્રસ્‍તાવ એ  સરકારને સવાલ પૂછવાનું સૌથી મોટું શષા છે. જો આ શષા ધાર વગરનું હોય, તો તે ચલાવનારને જ વાગે છે. કોંગ્રેસે આત્‍મમંથન કરવાની જરૂર છે. જો  વિપક્ષ જાગળત અને ગંભીર નહીં બને,  તો લોકશાહીના પાયા નબળા પડશે. અત્‍યારે તો  એવું લાગે છે કે વિપક્ષના ‘અવિશ્વાસ'માં વિશ્વાસનો જ શ્વાસ ખૂટી રહ્યો છે. 

 

(12:06 PM IST)