<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

એ ઘટના રાક્ષસી ગણાય

ગિરનાર અપવિત્ર કરનારી રાક્ષસી ગેંગનો પર્દાફાસ કરોઃ પડદા પાછળના માથા ઝડપોઃ ફિંડલુ વાળવાની વૃતિ સામે આક્રોશ જાગવો જરૂરી

ગિરનાર એ માત્ર પર્વત નથી, પણ કરોડો શ્રદ્ધાળુઓની આસ્‍થાનું કેન્‍દ્ર છે. આ પવિત્ર ભૂમિ પર અંબાજી ટૂંક જેવા સ્‍થાને પૂજારી દ્વારા દારૂ અને નોનવેજની પાર્ટી થાય, તે ઘટના સામાન્‍ય નથી. આ એક રાક્ષસી કળત્‍ય છે. આવી ઘટનાઓએ સમગ્ર સનાતન ધર્મ અને ગિરનારની પવિત્રતા પર પ્રહાર કર્યો છે. માત્ર એક પૂજારીને કાઢી મૂકવાથી આ પાપ ધોવાઈ જશે નહીં. આ પાછળ કાર્યરત આખું નેટવર્ક તોડવું અનિવાર્ય છે. અધૂરામાં પુરૂ મંદિરની પેટીમાંથી સાધુઓ દ્વારા ચોરી થતી પકડાઇ તે કોઇ નાની ઘટના નથી.

ગિરનારનું આધ્‍યાત્‍મિક મહત્‍વ અપરંપાર છે. આ દત્ત ભગવાનની તપોભૂમિ છે. અહીં નવ નાથ અને ચોર્યાસી સિદ્ધોનો વાસ છે. અંબાજી માતા સાક્ષાત્‌ બિરાજમાન છે. આવી દિવ્‍ય ભૂમિ પર જ્‍યારે અપવિત્ર પ્રવળત્તિઓ થાય, ત્‍યારે ભક્‍તોનું હૃદય દ્રવી ઉઠે છે. આ ઘટના પર્વતની મર્યાદા લોપનારી છે. ગિરનાર પર જે રાક્ષસી નેટવર્ક ફેલાયેલુ દર્શાય છે, તેનો મૂળમાંથી સફાયો થવો જોઇએ.

તંત્રએ હવે જાગવાની જરૂર છે. શું આ બધું ઉચ્‍ચ અધિકારીઓ કે મોટા માથાની જાણ બહાર હોઈ શકે? શંકાની સોય અનેક તરફ જાય છે. માત્ર નાના કર્મચારીઓ પર દોષ ઢોળીને ફિંડલું વાળી દેવાની વળત્તિ સામે જનઆક્રોશ જાગવો જરૂરી છે. જો આજે અવાજ નહીં ઉઠાવવામાં આવે, તો આવતીકાલે આ રાક્ષસો વધુ બેફામ બનશે. જેઓ આસ્‍થાના નામે વ્‍યાપાર કરે છે અને પવિત્રતાનો ભંગ કરે છે, તેમને જેલના સળિયા પાછળ ધકેલવા જોઈએ.

ગિરનારની ગરિમા જાળવવી એ દરેકની ફરજ છે. પર્વત પર થતી દરેક પ્રવળત્તિનું કડક મોનિટરિંગ થવું જોઈએ. દારૂ અને માંસ જેવી વસ્‍તુઓ ઉપર સુધી પહોંચી કેવી રીતે? આ સુરક્ષા વ્‍યવસ્‍થાની પણ નિષ્‍ફળતા છે. આપણે હવે જાગળત બનીને માગણી કરવી પડશે કે ગિરનારને અપવિત્ર કરનારા શખ્‍સો સામે કડક કાર્યવાહી થાય. આ આસ્‍થાના બજારૂ કરણનો અંત આવવો જ જોઈએ. ગિરનારની પવિત્રતા કાયમ રહે તે જ આપણી સાચી ભક્‍તિ ગણાશે.

ગિરનાર વારંવાર વિવાદમાં આવે છે. પડદા પાછળ રાજકારણીઓ અને ગુન્‍હાખોરો ખેલ ખેલી રહ્યાં છે. અમુક તો સાધુવેશમાં કુવળતિનું તાંડવ કરે છે. આવા હલકા તત્‍વોના કારણે આધ્‍યાત્‍મિક ધરોહરની બદનામી થઇ રહી છે. આ સામે તીવ્ર આક્રોશ જાગવો જોઈએ. આક્રોશની અગ્નિથી રાક્ષસી તત્‍વો ભસ્‍મ થઇ શકશે. શાસકોને પણ આ મુદે ઢંઢોળવા જરૂરી છે.

(11:38 AM IST)