News of Thursday, 23rd April 2026
મમતાઃ પ.બંગાળમાં મહાસંગ્રામ
ભાજપની મહાતાકાત સામે મમતા એકલા હાથે મેદાનમાં: હિન્દુત્વનો મુદ્ો મોટો પડકારઃ લઘુમતી મતો પર તૃણમૂલનો મદાર
પヘમિ બંગાળનું રાજકારણ અત્યારે દેશના સૌથી મોટા રાજકીય જંગનું કેન્દ્ર બન્યું છે. ભાજપે પોતાની પૂરી તાકાત અહીં ઝોંકી દીધી છે અને મમતા બેનર્જી સામે પ્રચંડ પડકાર ઊભો કયા ર્ે છે. ગુજરાત જેવા રાજ્યોમાં ભાજપે ભલે હિન્દુત્વનો મુદ્દો પડતો મૂકી વિકાસના ગતકડાં પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, પરંતુ પヘમિ બંગાળમાં ભાજપે ભગવો રંગ વધુ ઘટ્ટ કર્યો છે. અહીં હિન્દુત્વનો મુદ્દો જ ભાજપનું સૌથી મોટું હથિયાર બનીને ઉભર્યું છે.
મમતા બેનર્જીના ૧૫ વર્ષના શાસન સામે ભાજપે એક મજબૂત વિકલ્પ તરીકે પોતાની ઓળખ ઉભી કરી છે. કેન્દ્રના મોટા નેતાઓ અને સંગઠન શક્તિ દ્વારા ભાજપે રાજ્યના ખૂણે ખૂણે પ્રચાર તેજ કર્યો છે. આ પ્રચંડ આક્રમણ સામે મમતા બેનર્જી એકલા હાથે મેદાનમાં જંગ ખેલી રહ્યા છે. તેઓ પોતાની ‘બંગાળની દીકરી' વાળી છબીને સહારે મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે, આ વખતે તેમની લડાઈ અગાઉની સરખામણીએ ઘણી કપરી જણાઈ રહી છે.
તળણમૂલ કોંગ્રેસનો સૌથી મોટો મદાર હંમેશા લઘુમતી મતો પર રહ્યો છે, પરંતુ આ વખત ે ત્યાં પણ ગાબડું પડ્યું છે. કેટલાક લઘુમતી નેતાઓએ તળણમૂલથી છેડો ફાડી નાખ્યો છે, જે મમતા માટે ચિંતાનો વિષય છે. તે ઉપરાંત, કેન્દ્રીય એજન્સીઓની સતત કાર્યવાહીને કારણે પક્ષની છબીને ફટકો પડ્યો છે અને મતોના સમીકરણો બદલાયા છે. એજન્સીઓની તપાસથી વિપક્ષને મમતા સરકાર પર પ્રહાર કરવાની મોટી તક મળી છે.
પヘમિ બંગાળનો આ સંગ્રામ હવે અત્યંત રોમાંચક અને નિર્ણાયક તબક્કામાં પહોંચ્યો છે. ભાજપ દ્વારા કરવામાં આવતો પ્રચંડ વિજયનો દાવો કેટલો સાચો પડશે તે જોવું રહ્યું. બીજી તરફ, મમતા બેનર્જી પોતાની સત્તા બચાવવા માટે પૂરી શક્તિ લગાવી રહ્યા છે. આ જંગ માત્ર સત્તાનો નથી, પરંતુ વિચારધારા અને અસ્તિત્વનો પણ છે. બંગાળની જનતા કોના પર વિશ્વાસ મૂકે છે તે ૪ તારીખે સ્પષ્ટ થઈ જશે. અત્યારે તો સમગ્ર દેશની નજર બંગાળના આ મહા સંગ્રામના પરિણામો પર ટકેલી છે.
ભાજપની મહાતાકાત સામે મમતાની એકલા હાથે ટક્કર બહુ મોટી બાબત છે.પ.બંગાળમાંથી કોંગ્રેસ તથા ડાબેરીઓનો લગભગ કાટો નીકળી ગયો છે.મમતાએ બરાબરની પક્કડ જમાવી છે. વિપક્ષમાં રહીને ભાજપે છેલ્લા ૧૦ વર્ષમાં જે સંઘર્ષ કર્યો છે તે પણ અસામાન્ય છે. ગુજરાત કોંગ્રેસે ભાજપના આ સંઘર્ષમાંથી પ્રેરણા લેવા જેવી છે.પ.બંગાળનો રોમાંચ ગજબ છે,જો જીતા વહી સિકંદર જેવી સ્થિતિ બનશે.
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
