<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

વિપક્ષને પરાજયનો કોમેડી અપચો

બંગાળ-આસામમાં વોટચોરી, તામીલનાડુ, કેરલમાં નહિઃ મમતા-રાહુલના હાસ્‍યાસ્‍પદ આરોપઃ મમતાની હાલત કાર્ટૂન ટ્રમ્‍પ જેવી

 રાજકારણમાં હાર પચાવવી એ એક કળા છે, પરંતુ હાલમાં વિપક્ષી નેતાઓની સ્‍થિતિ જોઈને લાગે છે કે તેમને પરાજયનો ‘કોમેડી અપચો' થયો છે. પヘમિ બંગાળમાં કારમી હાર બાદ મમતા બેનરજીએ જે પ્રકારના ગતકડાં શરૂ કર્યા છે, તે લોકશાહીમાં ગંભીરતાને બદલે રમૂજ વધુ પેદા કરે છે. મમતા બેનરજીએ પヘમિ બંગાળમાં ૧૦૦ બેઠકોની ‘વોટ ચોરી' થઇ હોવાનો વિચિત્ર આરોપ લગાવ્‍યો છે. નવાઇની વાત એ છે કે તેમને બંગાળ અને આસામમાં ગડબડ દેખાય છે. પણ તામિલનાડુ કે કેરલમાં નહીં. આ બેવડા ધોરણો તેમની હતાશા છતી કરે છે.

મમતા બેનરજીની હાલત અત્‍યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ જેવી થઈ ગઈ છે. જેમ ટ્રમ્‍પે યુદ્ધમાં અમેરિકાની અવદશા સ્‍વીકારવાને બદલે સિસ્‍ટમ પર દોષારોપણ કર્યું છે , તેમ મમતા પણ પાયાવિહોણા આક્ષેપો કરી રહ્યા છે. હાર સામે આત્‍મમંથન કરવાને બદલે રાજીનામું ન આપવાનું ગતકડું કરીને તેઓ જનતાનું ધ્‍યાન ભટકાવી રહ્યા છે. મમતાના આ પતનમાં કોંગ્રેસને રાહુલ ગાંધીનું  ઉજ્જવળ ભવિષ્‍ય દેખાઈ રહ્યું છે. આથી જ, મમતાના આ મગજ વગરના આરોપોમાં રાહુલ ગાંધીએ પણ સૂર પુરાવ્‍યો છે.

ઈન્‍ડિયા મોરચાને ગમે તેમ કરીને જીવતો રાખવા માટે આ એક નવો ખેલ ખેલાઈ રહ્યો છે. પરાજય કોઈને પણ ન ગમે તે સમજી શકાય, પરંતુ ૧૦૦ બેઠકો ચોરાઈ હોવાનો દાવો કરવો એ તર્કથી પર છે. જો ચૂંટણી પંચ અને મશીનોમાં ખામી હોત, તો વિપક્ષ જ્‍યાં જીત્‍યો છે ત્‍યાં શું ચમત્‍કાર થયો? વિપક્ષે સમજવું પડશે કે ભાજપ સામે ટકવા માટે નક્કર અને સકારાત્‍મક રણનીતિની જરૂર છે. ટ્રમ્‍પની જેમ બકવાસ કરવાથી જનતામાં તેમની રહીસહી આબરૂ પણ ઓછી થશે.

લોકશાહીમાં જનતાનો જનાદેશ સર્વોપરી હોય છે. ભાજપની કામગીરી અને સંગઠન સામે ફાલતુ નીતિઓ કે ગોકીરા કામ નહીં આવે. વિપક્ષે ગ્રાઉન્‍ડ લેવલ પર મહેનત કરવાની જરૂર છે. હારના કારણો શોધવાને બદલે વોટચોરીના હાસ્‍યાસ્‍પદ બહાના કાઢવા એ નબળાઈની નિશાની છે. જો નેતાઓ આવી જ રીતે હાસ્‍યાસ્‍પદ આરોપો લગાવતા રહેશે, તો આગામી સમયમાં તેમની વિશ્વસનીયતા સાવ તળિયે બેસી જશે. વિપક્ષે હવે ગંભીર થઈને રણનીતિ બદલવી પડશે.

(11:03 AM IST)