<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

હે સોમનાથદાદા, ગરવી ગુજરાતને...

સોમનાથનું ગોૈરવ ૭૫ વર્ષમાં વધ્‍યું: ૬૬ વર્ષમાં ગુજરાતનું ગોૈરવ હણાઇ રહ્યું છેઃ શાસક મજબૂત બન્‍યા, રાજય નબળું પડયું

સૌરાષ્‍ટ્રની પવિત્ર ધરતી પર સોમનાથ મહાદેવના નવનિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ મંગલ અવસરે દેશના યશસ્‍વી વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીજીનું હાર્દિક સ્‍વાગત છે. મોદીજીના નેતળત્‍વમાં આજે ભારત વિશ્વ મંચ પર ગૌરવશાળી સ્‍થાન પ્રાપ્ત કરી રહ્યું છે. ભાજપનો રાજકીય રથ આજે અજેય બનીને આગળ વધી રહ્યો છે. ભાજપનો સંઘર્ષકાળ પણ સોમનાથના ઈતિહાસ જેવો જ રહ્યો છે. અનેક આક્રમણો અને સંઘર્ષો બાદ જેમ સોમનાથનો વિજયધ્‍વજ લહેરાયો, તેમ સંઘ પરિવારના દાયકાઓના તપ બાદ આજે ભાજપનો ધ્‍વજ અજેય બન્‍યો છે.

વર્તમાન ભારતની રાજનીતિનું કેન્‍દ્રબિંદુ ગુજરાત છે. મોદી-શાહની જોડીએ દેશભરમાં ભાજપની વિચારધારાને મજબૂત કરી છે. પરંતુ સિક્કાની બીજી બાજુ ગુજરાતની વર્તમાન સ્‍થિતિ ચિંતાજનક છે. સ્‍થાપનાના ૬૬ વર્ષ બાદ આજે ગુજરાત જાણે આંતરિક રીતે નબળું પડી રહ્યું હોય તેમ જણાય છે. અહીં એક વિચિત્ર વિરોધાભાસ જોવા મળે છે. શાસકો રાજકીય રીતે વધુ મજબૂત અને પ્રચંડ બહુમતી ધરાવતા બન્‍યા છે, પરંતુ તેની સામે રાજ્‍યનું ગૌરવ હણાઈ રહ્યું છે.

નરેન્‍દ્રભાઇ મોદીએ જ્‍યારે ગુજરાત  છોડ્‍યું, ત્‍યારબાદ રાજ્‍યમાં નબળી નેતાગીરીનો યુગ શરૂ થયો છે. આજે ગુજરાતમાં મહદ્‌અંશે પરપ્રાંતીય અધિકારીઓનું વર્ચસ્‍વ વધ્‍યું હોવાનું અનુભવાઇ રહયુ છે. જાણે રાજ્‍યના ‘બાપુજી' બનીને બેઠા હોય તેવી સ્‍થિતિ છે. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ કે નેતાઓનું શાસનમાં કંઈ ઉપજતું નથી. તેવું પણ જોવા મળે છે. વહીવટીતંત્ર પર નેતાઓની પકડ ઢીલી પડી છે. આ નબળાઈનો સીધો ફાયદો ગુનાખોરીને મળી રહ્યો છે.

ગુજરાતમાં આજે પરપ્રાંતીય ગુનેગારો તાંડવ મચાવી રહ્યા છે. બાંગ્‍લાદેશીઓની ઘૂસણખોરી અને વિધર્મીઓની શંકાસ્‍પદ પ્રવળત્તિઓ ચારેતરફ ફેલાઈ રહી છે. જે ગુજરાત શાંતિ માટે જાણીતું હતું, ત્‍યાં આજે ડ્રગ્‍સ અને નશાખોરીનું દૂષણ વ્‍યાપક  બનતું જાય છે. ગુજરાત દારૂડિયું અને નશાખોર બની રહ્યું હોય તેવું ચિત્ર ઊપસી રહ્યું છે. રાજ્‍યના કહેવાતા સમર્થ  નેતાઓને પોતાની જવાબદારીનું ભાન હોય તેમ લાગતું નથી.

ભાજપના કેન્‍દ્રીય નેતળત્‍વ કે સંઘ આ પરિસ્‍થિતિથી અજાણ નથી. અન્‍ય રાજ્‍યોમાં ભાજપે  કદાવર નેતાગીરી ઊભી કરી છે, તો પછી ગુજરાતને  ‘ડલ' નેતાઓના હવાલે કેમ છોડી દેવાયું? પ્રચંડ જનાદેશ  હોવા છતાં ગુજરાતની અસ્‍મિતા જોખમાઈ રહી છે. આ ગંભીર મુદ્દે હવે કોઈનો જીવ બળતો નથી તે આヘર્યજનક છે. સોમનાથદાદાના ચરણોમાં પ્રાર્થના છે કે તેઓ ગુજરાતના આ ઘટતા જતા ગૌરવને બચાવે અને રાજ્‍યને ફરી મજબૂત નેતળત્‍વ મળે.

(11:16 AM IST)