હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વિપક્ષની કુંડળીમાં ગ્રહોની બઘડાટી
કોંગ્રેસ-ડાબેરીએ મમતાને ઝાટકીઃ ડીએમકે-અખિલેશે કોંગ્રેસને પાપી કહીઃ એઆઇએડીએમકે ભંગાણના આરેઃ ભાજપને નકરી મોજ
ભારતીય રાજકારણના વર્તમાન પ્રવાહો જોતા એવું લાગે છે કે વિપક્ષની કુંડળીમાં ગ્રહોની મોટી બઘડાટી બોલી રહી છે. લોકશાહીમાં મજબૂત વિપક્ષ અનિવાર્ય છે, પરંતુ અત્યારે ચિત્ર તદ્દન વિપરીત છે. સતત પરાજયોનો સામનો કરવા છતાં વિપક્ષી દળો એક બનીને ભાજપ સામે લડવાને બદલે અંદરોઅંદર લડી રહ્યા છે. પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો બાદ એવી અપેક્ષા હતી કે વિપક્ષ એક મજબૂત સંગઠન બનાવશે, પણ હજુ તે સતત તૂટી રહ્યો છે. વિપક્ષી એકતા માત્ર કાગળ પર રહી ગઈ છે અને વાસ્તવિકતામાં દરેક પક્ષ એકબીજાના પગ ખેંચવામાં વ્યસ્ત છે.
વિપક્ષના સૌથી મોટા પક્ષ કોંગ્રેસની હાલત સૌથી વધુ દયનીય છે. તમિલનાડુમાં સેટિંગ અને કેરલમાં મળેલી સામાન્ય જીતથી કોંગ્રેસના નેતાઓ જાણે કોઈ બહુ મોટો મીર માર્યો હોય તેમ વર્તન કરી રહ્યા છે. કોંગ્રેસ હજુ પણ ભૂતકાળના ગૌરવમાં રાચે છે. રાહુલ ગાંધીને ધરાર સમસ્ત વિપક્ષના વડા તરીકે સ્થાપિત કરવાની જીદના કારણે માત્ર કોંગ્રેસનું જ નહિ, સમગ્ર વિપક્ષનું પતન થઈ રહ્યું છે. અન્ય પ્રાદેશિક પક્ષો રાહુલ ગાંધીનું નેતળત્વ સ્વીકારવા તૈયાર નથી, છતાં કોંગ્રેસ આ જીદ છોડતી નથી. કોંગ્રેસ પાસે આજે કોઈ નક્કર રણનીતિ નથી અને તેના નેતાઓમાં દિશાશૂન્યતા વર્તાય છે.
પ્રાદેશિક પક્ષોમાં પણ ભારે અસંતોષ છે. તામીલનાડુમાં રાતોરાત વિજયને ટેકો જાહેર કરતા કોંગ્રેસ સામે ડીએમકે અતિ નારાજ છે. ગઠબંધનના ધર્મનું પાલન કરવાને બદલે એકપક્ષીય નિર્ણયો લેવાની કોંગ્રેસની આદતે સાથી પક્ષોને દૂભવ્યા છે. અખિલેશ યાદવ પણ કોંગ્રેસની કાર્યશૈલીથી ખફા થયા છે. ડીએમકે અને અખિલેશે તો કોંગ્રેસને ‘પાપી' કહીને પોતાનો આક્રોશ ઠાલવ્યો છે. આ સ્થિતિ બતાવે છે કે વિપક્ષી છાવણીમાં પરસ્પર વિશ્વાસનો ભારે અભાવ છે.
બીજીબાજુ દક્ષિણ ભારતમાં એઆઇએડીએમકેમાં પણ મોટી તિરાડ પડી છે. વિજયને ટેકો આપવા મુદ્દે પક્ષમાં આંતરિક વિખવાદ વધ્યો છે અને પક્ષ હવે ભંગાણના આરે છે. પヘમિ બંગાળમાં મમતા બેનર્જીની દશા કફોડી છે. ત્યાં ડાબેરીઓ અને કોંગ્રેસ ભેગા મળીને મમતા ને જે રીતે ઝાટકી નાખ્યા છે, તે જોતા વિપક્ષી એકતાનો ફુ્ગ્ગો ફૂટી ગયો હોય તેવું લાગે છે. મમતા જેવી શકિતશાળી નેતા પણ હવે એકલી પડી રહી હોય તેવું ચિત્ર ઉપસે છે.
વિપક્ષની આ અત્યંત નબળી દશા સામે ભાજપ એક મજબૂત અને નક્કર રણનીતિ સાથે પ્રચંડ વેગથી આગળ ધપી રહ્યો છે. ભાજપ પોતાના સંગઠનને મજબૂત કરી રહ્યો છે અને જનતા સુધી પહોંચવાના નવા રસ્તા શોધી રહ્યો છે. જ્યારે વિપક્ષી નેતાઓ એકબીજાના વિરોધમાં નિવેદનો આપવામાં વ્યસ્ત છે, ત્યારે ભાજપ પોતાની સત્તા જાળવી રાખવા અને વધારવા માટે આયોજનબદ્ધ કામ કરી રહ્યો છે. વિપક્ષી છાવણીમાં ચાલતી આ યાદવાસ્થળીના કારણે ભાજપને હવે મેદાન સાફ મળી ગયું છે અને તેને નકરી મોજ છે. વેરવિખેર થયેલા વિપક્ષને પાડી દેવો હવે ભાજપ માટે વધુ આસાન બની ગયો છે.
જો વિપક્ષ પોતાની આંતરિક લડાઈ બંધ કરીને કોઈ સર્વગ્રાહી રણનીતિ નહીં બનાવે, તો તેમનું અસ્તિત્વ ટકાવી રાખવું પણ મુશ્કેલ બની જશે. ટૂંકા વાકયોમાં કહીએ તો, વિપક્ષની આત્મઘાતી નીતિ જ ભાજપ માટે વિજયનો માર્ગ મોકળો કરી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
