<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

યોગી ઇલાજઃ અનિવાર્ય કદમ...

પ.બંગાળમાં જાહેરમાં નમાઝ પઢવા મુદ્‌ે સરકાર કડકઃ ગુજરાત સિવાયની મોટાભાગની ભાજપ સરકારોના નિર્ણાયક પગલાઃ ગુજરાતમાં મુજરા

 

 

 

પヘમિ બંગાળના રાજકારણમાં હાલમાં ખૂબ જ મોટો ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્‍યાંની નવગઠિત શુભેન્‍દુ સરકારે સત્તાની ધુરા સંભાળતાની સાથે જ ધડાધડ આકરા અને કડક પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. વર્ષોથી ચાલી આવતી તુષ્ટીકરણની રાજનીતિનો કાયમી અંત આણવા માટે આ સરકારે મદ્રેસાઓને અપાતી તમામ પ્રકારની આર્થિક સહાય તાત્‍કાલિક અસરથી બંધ કરી દીધી છે. મદ્રેસાઓની આ બંધ થયેલી ગ્રાન્‍ટની બચેલી રકમનો ઉપયોગ હવે રાજ્‍યની ગરીબ મહિલાઓના કલ્‍યાણ માટેની વિવિધ સરકારી યોજનાઓ પાછળ સીધો લગાવવામાં આવી રહ્યો છે. આ આર્થિક નિર્ણયની સાથે જ સરકારે એક મોટો કડક આદેશ જાહેર કરીને જાહેરમાં નમાઝ પઢવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે.

સરકારના આ કાયદાકીય આદેશનો ભંગ કરનારા અસામાજિક તત્‍વો સામે ઉત્તર ્‌પ્રદેશની જેમ જ ‘યોગી ઇલાજ' એટલે કે કાયદાનું આકરૂ શષા ઉગામવામાં આવ્‍યું છે. જો કે, આ કડક આદેશ બાદ કેટલાક વિધર્મી નેતાઓ ભડકાઉ નિવેદનો આપીને સોશિયલ મીડિયા પર માહોલ બગાડવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ સરકાર કોઈપણ દબાણ સામે નમવા બિલકુલ તૈયાર નથી.

પヘમિ બંગાળ ઉપરાંત ઉત્તર પ્રદેશ અને આસામમાં પણ ભાજપની સરકારોએ કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવા માટે આવું જ કડક વલણ અપનાવ્‍યું છે. ત્‍યાં રાષ્‍ટ્રહિત અને સામાન્‍ય જનહિતમાં ત્‍વરિત નિર્ણયો લેવાય છે. ગુનેગારો, માફિયાઓ અને અસામાજિક તત્‍વોમાં કાયદાનો ભારે ડર પેસી ગયો છે. આ તમામ રાજ્‍યોની મજબૂત નેતાગીરીએ ગુનેગારો સામે પોતાની ધાક જમાવી દીધી છે.

બીજી તરફ, પヘમિ ભારતના સૌથી મહત્‍વના ગણાતા ગુજરાત  રાજ્‍યની આંતરિક સ્‍થિતિ હાલમાં ખૂબ જ ચિંતાજનક દેખાઈ રહી છે. ગુજરાતમાં છેલ્લા ૩૦ વર્ષથી ભાજપનું એકહથ્‍થુ શાસન હોવા છતાં વર્તમાન સમયમાં સૌથી નબળી નેતાગીરી જોવા મળી રહી છે. અહીંના સ્‍થાનિક નેતાઓ સ્‍ટેજ પરથી માત્ર મોટા અને કડક નિવેદનો જ આપે છે. વાસ્‍તવિકતામાં તેઓ જમીની સ્‍તરે કોઈ નક્કર કે ‘યોગી ઇલાજ' જેવા નિર્ણાયક પગલાં ભરી શકતા નથી. કડક કાર્યવાહી કરવાને બદલે શાસક પક્ષના નેતાઓ માત્ર રાજકીય મુજરા કે દેખાવો કરતા નજરે પડે છે. આ ઢીલી નીતિના કારણે જ ગુજરાતમાં ગુનાખોરીનું પ્રમાણ સતત બેફામ બની રહ્યું છે. ગુનેગારોમાં કાયદાનો કોઈ જ ખોફ બચ્‍યો નથી.

ગુજરાતની જનતાએ હવે આ ગંભીર સ્‍થિતિની ત્‍વરિત નોંધ લેવી જ પડશે. સજાગ ગુજરાતીઓએ પોતાના નેતાઓને પક્ષની મૂળ રાષ્‍ટ્રવાદી વિચારધારા પ્રમાણે અને કડક

જો સમયસર સત્તાવાળાઓ જાગશે નહીં અને મજબૂત ઈચ્‍છાશક્‍તિ નહીં બતાવે, તો શાંત અને સલામત ગણાતા ગુજરાતને જૂના પヘમિ બંગાળ જેવી અરાજકતા તરફ જતા સહેજ પણ વાર નહીં લાગે. સત્તા પર બેઠેલા તમામ નેતાઓએ હવે પોકળ નિવેદનોબાજી છોડીને તાત્‍કાલિક પરિણામલક્ષી અને કડક વલણ અપનાવવું જ પડશે, તે સમયની માંગ છે.

(10:52 AM IST)