News of Saturday, 23rd May 2026
સાંસદે જ સેટિંગ ઉઘાડા પાડયા
નશા મામલે નેતા-પોલીસના સેટિંગનો પર્દાફાશ કર્યોઃ મનસુખ વસાવાએ સરકારના મન-સુખ હર્યાઃ પક્ષહિતને બદલે લોકહિતને મહત્વ આપ્યું: સોૈરાષ્ટ્રના સાંસદો-ધારાસભ્યોને લોકોની જરા પણ ચિંતા નથી?
ગુજરાત ભાજપના સાંસદ મનસુખ વસાવાના પત્રે રાજ્યની રાજનીતિમાં મોટો ભૂકંપ લાવી દીધો છે. તેમણે ગૃહમંત્રીને સીધો પત્ર લખીને સિસ્ટમના લાલિયાવાડીના ધજાગરા ઉડાડી દીધા છે. રાજ્યમાં ચાલતા દારૃ અને નશાના કાળા કારોબારમાં પોલીસ અને સ્થાનિક નેતાઓનું આર્થિક સેટિંગ તેમણે ખુલ્લું પાડ્યું છે. શાસક પક્ષના જ સાંસદે ગૃહ વિભાગની પોલ ખોલીને સરકારને સણસણતો અરીસો બતાવ્યો છે. આ પત્રે ભાજપ સરકારનું મન-સુખ સંપૂર્ણપણે હરી લીધું છે.
સૌથી આશ્ચર્યની વાત એ છે કે જે કામ વિપક્ષે કરવાનું હતું તે શાસક પક્ષના નેતાએ કરવ ું પડ્યું છે. કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી જેવી મુખ્ય વિપક્ષી પાર્ટીઓ આ મુદ્દે રહસ્યમય રીતે મૌન છે. વિપક્ષની આ ઢીલી નીતિ જોતાં નશાના આ સેટિંગમાં બધા પક્ષો સાથે હોવાની પ્રબળ શંકા જાગ ે છે. નેતાઓ અને તંત્રની આ મિલીભગત લોકશાહી માટે અત્યંત જોખમી અને શરમજનક સાબિત થઈ રહી છે.
મહત્વની બાબત એ પણ છે કે મનસુખભાઇને લોકોની ચિંતા થઇ,પણ સૌરાષ્ટ્રના સાંસદો કે ધારાસભ્યોને લોકહિતને બદલે સેટિંગ અને મુજરામાં જ રસ હોય તેમ લાગે છે. આ નેતાઓ મેદાનમાં કેમ નથી ઉતરતા ? લોકોએ આવા સવાલો નેતા-નેતી સામે ઉઠાવવા જરૃરી છે.
ગુજરાતમાં દારૃ અને ડ્રગ્સનું દૂષણ સરહદો ઓળંગીને ગામડાંઓ સુધી પહોંચી ગયું છે. ગેરકાયદે નશાના કારણે અસંખ્ય પરિવારો આર્થિક અને સામાજિક રીતે બરબાદ થઈ રહ્યા છે. રાજ્યનું યુવાધન આ વિનાશના માર્ગે ધકેલાઈ રહ્યું છે. આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં સરકાર પાસે કોઈ રાજ્યવ્યાપી નક્કર રણનીતિ નથી. માત્ર મિડિયામાં દેખાડો કરવા ખાતર અમુક સ્થાને દરોડા પાડીને સંતોષ માની લેવાય છે. હકીકતમાં ખૂણે-ખૂણે આ કાળો કારોબાર વહીવટી પ્રોત્સાહનથી ધમધમી રહ્યો છે.
સાંસદ વસાવાએ પક્ષીય હિતો બાજુ પર મૂકીને જનહિત માટે અસાધારણ હિંમત બતાવી છે. પ્રજાના ભવિષ્યની ચિંતા કરનારા આવા નીડર નેતાને હવે જનતાનું પ્રચંડ સમર્થન મળવું જ જોઈએ. જો ગુજરાત સરકારમાં સહેજ પણ શરમ, સ્વમાન કે નૈતિક નિષ્ઠા બચી હોય તો આ પત્ર બાદ રાજ્યવ્યાપી નિર્ણાયક ઓપરેશન શરૃ થવું જોઈએ. ભ્રષ્ટ અધિકારીઓ પર કડક કાર્યવાહી સમયની માગ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે પણ આ ગંભીર બાબતની સીધી નોંધ લેવી પડશે. તેમણે દિલ્હીથી ગુજરાતની નેતાગીરીને કડક આદેશ આપીને આ દૂષણ જડમૂળથી ઉખાડવા માટે મજબૂર કરવી જ જોઈએ.
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
