News of Thursday, 28th May 2026
૧૨ વર્ષનું રાજકીય તપ
મોદીજીએ ઇતિહાસ રચીને કેટલાયને ઇતિહાસ બનાવી દીધાઃ પક્ષમાં વિપક્ષમાં કોઇ હરીફ નહિઃ અભૂતપૂર્વ લોકપ્રિયતા
ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સળંગ ૧૨ વર્ષ સુધી સત્તાના શીર્ષ સ્થાન પર રહીને લોકપ્રિયતાનો ગ્રાફ સતત ઊંચો રાખવો એ કોઈ ચમત્કારથી કમ નથી. આધ્યાત્મિક પરિભાષામાં ૧૨ વર્ષના સમયગાળાને ‘એક પૂર્ણ તપ' કહેવામાં આવે છે, જે વ્યક્તિનું આંતરિક રૂપાંતરણ કરે છે. નરેન્દ્રભાઇ મોદીએ આ દેશમાં વડાપ્રધાન તરીકે સફળતાપૂર્વક ‘૧૨ વર્ષનું રાજકીય તપ' પૂર્ણ કરીને એક એવો નવો ઇતિહાસ રચ્યો છે, જેણે દાયકાઓ જૂના રાજકીય સમીકરણો અને દિગ્ગજ નેતાઓને ભૂતકાળ બનાવી દીધા છે. આજે સ્થિતિ એ છે કે પક્ષની અંદર કે વિપક્ષમાં તેમનો કોઈ હરીફ નજરે પડતો નથી. તેમની અભૂતપૂર્વ લોકપ્રિયતા વૈશ્વિક સ્તરે સ્વીકાર્ય બની ચૂકી છે.
એક સામાન્ય પળષ્ઠભૂમિમાંથી આવીને વૈશ્વિક ફલક પર છવાઈ જવું એ મોદીજીના અસામાન્ય વ્યક્તિત્વની ચાડી ખાય છે. તેમની રાજકીય રેન્જ અને પ્રભાવનો વ્યાપ એટલો મોટો છે કે, ભારતના કોઈ અંતરિયાળ ગામડાના સરપંચની ચૂંટણી હોય કે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી, દરેક સ્તરે ‘મોદિત્વ' એક અદ્રશ્ય અને નિર્ણાયક પરિબળ તરીકે કામ કરે છે. વૈશ્વિક નેતાઓ પણ તેમની રણનીતિની નોંધ લે છે.
મોદીજીની દિનચર્યા પણ કોઈ કઠોર સાધક જેવી જ છે. તેઓ રોજ માત્ર સાડા ત્રણથી ચાર કલાકની મર્યાદિત ઊંઘ લે છે અને બાકીનો તમામ સમય દેશની સેવામાં વિતાવે છે. વર્ષોથી નવરાત્રીના નવ દિવસ માત્ર ગરમ પાણી અને લીંબુ પર કઠોર ઉપવાસ રાખવા છતાં તેમની કાર્યશક્તિ અને ઉર્જામાં સહેજ પણ ઘટાડો થતો નથી. આ વિગતો દર્શાવે છે કે તેમનું જીવન સામાન્ય રાજકારણી કરતાં ઘણું ભિન્ન અને શિસ્તબદ્ધ છે.
સમગ્ર ભારતમાં મોદિત્વના પ્રતાપે જ ભાજપનો વિજયી ડંકો વાગી રહ્યો છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી પક્ષને અજેય સંગઠન બનાવવાનું શ્રેય તેમના નામે જાય છે. ૧૨ વર્ષના આ અવિરત અને સફળ સત્તાકાળના રાજકીય તપ બદલ મોદીજીને હાર્દિક અભિનંદન છે. તેઓ વર્તમાન પેઢી માટે એક અદભુત પ્રેરક નેતા સાબિત થયા છે.
લોકશાહીના નૈતિક મૂલ્યોની દ્રષ્ટિએ આ સિક્કાની બીજી બાજુ પણ એટલી જ ગંભીર છે. ચૂંટણીના મેદાનમાં વિરોધીઓને પરાજિત કરવા એ ન્યાયસંગત પ્રક્રિયા છે. પરંતુ સત્તા અને સંસાધનોના જોરે, ચૂંટણીના મેદાન સિવાય પણ વિપક્ષના અસ્તિત્વને જ મૂળમાંથી પતાવી દેવાની ભાજપની વર્તમાન વળત્તિ અને પ્રવળત્તિ લોકશાહીના પાયા માટે ઘાતક છે. મજબૂત અને પ્રશ્નો પૂછતો વિપક્ષ એ તંદુરસ્ત લોકશાહીનો આત્મા છે. સત્તાનું આત્યંતિક કેન્દ્રીકરણ દેશના લાંબાગાળાના હિતમાં નથી. મોદીજીનું નેતળત્વ અલૌકિક છે, પરંતુ તેની સાથે વિપક્ષી અવાજોનું સન્માન અને અસ્તિત્વ જળવાઈ રહે તે લોકતાંત્રિક મર્યાદા માટે અનિવાર્ય છે.
(10:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
