<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

સિંહ બચાવવા સસલા મેદાનમાં!

જંગલ તંત્ર ઉંઘતું રહ્યું અને ગિરના સિંહો સંક્રમિત થઇ ગયાઃ ગુજરાત સરકારમાં ગંભીરતા-ક્ષમતાનો અભાવઃ કેન્‍દ્ર સરકારની ઉંઘ હરામ

 એશિયાઈ સિંહોનું એકમાત્ર નિવાસસ્‍થાન ગિર આજે વનતંત્રની ઘોર ઉદાસીનતાને કારણે આક્રંદ કરી રહ્યું છે. સિંહોના સંરક્ષણના દાવા કરતી ગુજરાત સરકારની ક્ષમતા અને ગંભીરતાનો અહીં સંપૂર્ણ અભાવ છતો થાય છે. ગિરના જંગલોમાં લાંબા સમયથી સિંહો બીમાર હોવાના અહેવાલો વહેતા થયા હતા. આમ છતાં વન વિભાગે વહેલી ચેતવણીને અવગણીને ગુનાહિત બેદરકારી દાખવી છે. પરિણામે, આજે ગિરના આશરે ૭૦ જેટલા સાવજ અત્‍યંત ઘાતક સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે. સરકારી તંત્રની આવી કાયર સસલાવળત્તિને કારણે એશિયાનું ગૌરવ ગણાતા સિંહોના ટપોટપ મોત થઇ રહ્યા છે.

સિંહોના આ આકસ્‍મિક મળત્‍યુ પાછળ ‘બેબેસિયા'નામનું અત્‍યંત જીવલેણ સંક્રમણ જવાબદાર છે. વૈજ્ઞાનિક પરિભાષામાં બેબેસિયા એ કોઈ વાયરસ નથી, પરંતુ સિંગલ-સેલ પ્રોટોઝોઆ પરજીવીથી થતો રોગ છે. આ સૂક્ષ્મ પરજીવી જંગલના વન્‍યજીવોના શરીર પર ચોંટેલી ઈતરડીઓ દ્વારા સિંહોના રક્‍તપ્રવાહમાં પ્રવેશે છે. શરીરમાં પહોંચીને આ પરજીવીઓ સિંહોના લાલ રક્‍તકણો પર સીધો હુમલો કરીને તેને તોડી નાખે છે. આનાથી સિંહોમાં ‘હીમોલિટીક એનિમિયા' એટલે કે લોહીની તીવ્ર અછત સર્જાય છે. કમળો, લિવર અને કિડની ફેલ થવાને કારણે સિંહો અત્‍યંત અશક્‍ત બનીને મળત્‍યુને શરણ થાય છે.

આટલી ગંભીર અને વૈજ્ઞાનિક આપત્તિ સામે ગુજરાત સરકારનું વનતંત્ર સાવ લાચાર અને દિશાહીન સાબિત થયું છે. અગાઉ ૨૦૧૮માં કેનાઈન ડિસ્‍ટમ્‍પર અને બેબેસિયાના સંયુક્‍ત  પ્રકોપથી અનેક સિંહો મર્યા હતા, છતાં તંત્રએ કોઈ પાઠ શીખ્‍યા નથી. મહામારીને રોકવા માટે જરૂરી અદ્યતન આઈસોલેશન, રસીકરણ કે તબીબી સંશોધન ક્ષમતા વિકસાવવામાં રાજ્‍ય સરકાર સદંતર નિષ્‍ફળ રહી છે.ગુજરાતના નબળા નેતળત્‍વની આ કંગાળ કામગીરીને કારણે હવે કેન્‍દ્ર સરકારની ઊંઘ હરામ થઈ ગઈ છે. પરિસ્‍થિતિ હાથ બહાર જતાં વડાપ્રધાને પોતે દખલ કરીને દિલ્‍હીથી નિષ્‍ણાતોની ટીમો દોડાવવી પડી છે. સ્‍થાનિક વહીવટીતંત્ર કંઈ ઉકાળી શકયું નથી, ત્‍યારે હવે વડાપ્રધાન મોદીજી જ વન્‍યજીવ સળષ્ટિના રક્ષણ માટે કોઈ નક્કર અને કડક કાર્યવાહી કરશે તેવી આશા છે. વનતંત્રની આ ઘોર નિંદ્રા સિંહોના અસ્‍તિત્‍વ માટે મોટો ખતરો બની ગઈ છે.

(11:56 AM IST)