ટકા તોડ રાજનીતિ!
પ.બંગાળમાં રોમાંચક બઘડાટીઃ તૃણમૂલ નેતાઓના જાહેરમાં સીન વિખાયાઃ મમતાનો બાટલો ફાટયોઃ ખુદના શાસનમાં વિરોધીઓની હત્યાઓ થઇ તેનું શું?
પヘમિ બંગાળનું રાજકારણ હંમેશાં હિંસા અને સંઘર્ષથી ખદબદતું રહ્યું છે. તાજેતરના પ્રવાહોએ ત્યાં સત્તાના સમીકરણો સંપૂર્ણપણે બદલી નાખ્યા છે. શુભેન્દુ અધિકારીના રાજકીય પ્રભાવ બાદ બંગાળનો માહોલ પલટાઈ ગયો છે. એક સમયે તળણમૂલ કોંગ્રેસના કથિત ગુંડાઓથી જનતા ફફડતી હતી. આજે સ્થિતિ એ છે કે ખુદ તળણમૂલના નેતાઓ ફફડી રહ્યા છે. હિંસાનો જે દોર તેમણે શરૂ કર્યો હતો, તે હવે તેમના જ ઘર સુધી પહોંચી ગયો છે.
તાજેતરમાં મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજી પર ઉશ્કેરાયેલા ટોળાએ હુમલો કર્યો હતો. જાહેરમાં બનેલી આ ઘટનાએ તળણમૂલના અહંકારના સીન વિખી નાખ્યા છે. આ આઘાત હજુ શમ્યો ન હતો ત્યાં જ વરિષ્ઠ નેતા કલ્યાણ બેનરજી પર પણ હિંસક હુમલો થયો. ટકા તોડ રાજનીતિના કારણે બંગાળમાં રોમાંચક અને ગંભીર બઘડાટી બોલી ગઈ છે.
આ હુમલાઓથી મમતા બેનરજીનો બાટલો ફાટયો છે. મમતા, રાહુલ ગાંધી અને અભિષેકે આ ઘટનાઓની આકરી ઝાટકણી કાઢી છે. મમતાએ વર્તમાન કેન્દ્રીય વ્યવસ્થાને રાક્ષસી શાસન ગણાવી દીધું છે. લોકશાહીમાં ટોળાશાહી કે હિંસા કયારેય સ્વીકાર્ય ન હોઈ શકે. કોઈ પણ નેતા પર હુમલો વખોડવા પાત્ર જ છે. પરંતુ અહીં સવાલ એ થાય છે કે જ્યારે ખુદ મમતા શાસનમાં વિરોધીઓની કરપીણ હત્યાઓ થતી હતી ત્યારે આ સંવેદનશીલતા કયાં ગઈ હતી?
તળણમૂલના શાસનકાળ દરમિયાન ભાજપ અને અન્ય વિરોધી પક્ષોના ૧૨૫થી વધુ નેતાઓ-કાર્યકરોની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. ચૂંટણી પછીની હિંસામાં અસંખ્ય લોકો બેઘર થયા હતા. આ લોહિયાળ પરંપરા આજે પણ બંગાળમાં ચાલુ છે. રાજકારણીઓ કયારેય દૂધે ધોયેલા હોતા નથી. સત્તા માટે તેઓ કોઈપણ હદ વટાવી જાય છે. પ્રકળતિનો નિયમ છે કે વાવે તેવું લણે. આજે અંદરોઅંદર થતો આ હિસાબ કદાચ પ્રકળતિનો જ ન્યાય છે.
આ ઘટનાઓ માત્ર બંગાળ પૂરતી મર્યાદિત નથી, પણ સમગ્ર દેશના રાજકારણીઓ માટે એક ચેતવણી છે. ગુજરાતમાં પણ સત્તાના નશામાં ઝૂમતા નેતા-નેતીઓએ આ દ્રશ્યો જોઈને ગંભીર ચિંતન કરવાની જરૂર છે. જનતા બધું જ જુએ છે અને સહન કરે છે. પરંતુ જ્યારે લોકોનો પિત્તો હલે છે અને જનતા વિફરે છે, ત્યારે મોટા-મોટા સત્તાધીશોના સામ્રાજ્ય પત્તાના મહેલની જેમ તૂટી પડે છે. સત્તા કાયમી નથી હોતી,પ્રજાનો આક્રોશ કાયમી પરિવર્તન લાવી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
