News of Tuesday, 2nd June 2026
મોટી રાજકીય ઉથલ-પાથલ
પ.બંગાળમાં મમતા અને બિહારમાં લાલુના પક્ષો તૂટવાની તૈયારીમાં: વિપક્ષને તોડવાની ભાજપની મહાન પરંપરા આગળ ધપી રહી છે
ભારતીય રાજકારણમાં અત્યારે એક મોટો ગરમાવો જોવા મળી રહ્યો છે. અગાઉ મહારાષ્ટ્રમાં શિવસેના અને એન.સી.પી. પક્ષોના ઊભા ફાડિયા થયા હતા. તે ઘટના બધાએ જોઈ છે. હવે આ જ પરંપરા અંતર્ગત પヘમિ બંગાળ અને બિહારમાં પણ રાજકીય ઉથલ-પાથલ થવાની તૈયારી હોય તેમ લાગે છે.
પヘમિ બંગાળમાં ભાજપ પાસે પ્રચંડ બહુમતી છે. તેમ છતાં પોતાની રાજકીય તાકાત વધારવા માટે વિપક્ષને ખોખલો કરવાનું આયોજન થઈ ગયું છે. ચર્ચા છે કે મમતા બેનર્જીના ૭૦ ટકા ધારાસભ્યો અને સાંસદો બળવો કરી શકે છે. તેઓ અલગ ચોકો રચી શકે છે. આ સ્થિતિમાં મમતાના હાથમાંથી તળણમૂલ કોંગ્રેસનું બેનર પણ છીનવાઈ જાય તેવી પૂરી સંભાવના છે. આવી જ દશા અત્યારે બિહારમાં લાલુ પ્રસાદ યાદવના પક્ષ રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)ની થવા જઈ રહી છે. ત્યાં પણ મોટા પાયે તોડફોડના એંધાણ દેખાઈ રહ્યા છે.
લોકશાહીની મજબૂતી માટે એક સશક્ત વિપક્ષ ખૂબ જ જરૂરી છે. વિપક્ષ વગર શાસન બેલગામ બની જાય છે. પણ વર્તમાન સમયમાં ભાજપને વિપક્ષ ફાવતો જ નથી. તેવું વારંવાર સાબિત થયું છે. ભાજપ વિપક્ષના કટકા કરીને રાજકીય રીતે મહાન બની રહ્યો છે. સત્તા મેળવવાની આ રમત લોકશાહીના મૂળભૂત માળખાને નબળું પાડી રહી છે.
જ્યારે વિપક્ષ નમાલો બને છે, ત્યારે શાસકો પણ નમાલા સર્જાય છે. તેમને કોઈનો ડર રહેતો નથી. સવાલ પૂછવા વાળું કોઈ બચતું નથી. ગુજરાતની આજની અવદશા આ જ રાજકીય પરંપરાની દેન છે. ગુજરાતમાં વર્ષોથી મજબૂત વિપક્ષ ગાયબ થઈ ગયો છે. પરિણામે જનતાના પ્રશ્નો યોગ્ય રીતે રજૂ થતા નથી. પヘમિ બંગાળ અને બિહારના આ સંકેતો લોકશાહી માટે ચિંતાજનક છે. પક્ષો તૂટવાથી માત્ર નેતાઓ બદલાય છે, પરંતુ જનતાનો અવાજ દબાઈ જાય છે. રાજકીય તાકાત વધારવાની આ પરંપરા કયાં જઈને અટકશે તે મોટો સવાલ છે. હવે જોવાનું એ રહે છે કે મમતા અને લાલુ પોતાના કિલ્લા બચાવી શકે છે કે નહીં.
નબળા વિપક્ષનું પ્રચંડ નુક્સાન ગુજરાત ભોગવી રહ્યું છે.જવાબદારી અને ક્ષમતા વગરની નેતાગીરી ગુજરાત પર ઠોકાઇ ગઇ છે. નબળો વિપક્ષ કંઇ ઉકાળી શકતો નથી. લોકો ત્રાહીમામ છે,પણ રાજકીય વિકલ્પ જ ગાયબ થઈ ગયો છે.આ પરંપરા અન્ય રાજ્યોમાં પણ લાગુ થઇ છે. મહાન મોદિત્વની આ કરૂણતા છે.
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
