News of Monday, 8th June 2026
INDIA ગઠબંધન ઠગબંધન,હઠબંધન
આજે વિપક્ષની બેઠક : ડાબેરી, ડીએમકે, જેએમએમ, આપ વગેરે નારાજ : કોંગ્રેસના નેતૃત્વ પર સવાલ : મમતાના ખેલ અંગે રહસ્ય
ભારતીય રાજકારણમાં ‘મોદિત્વ' એક અતિ મજબૂત અને અજેય બ્રાન્ડ બની ચુકી છે. આ પ્રચંડ રાજકીય તાકાત સામે લડવા માટે વિપક્ષે એક થઈને મહા તાકાત દાખવવી પડે તેમ છે. પરંતુ વાસ્તવિકતા તદ્દન અલગ છે. મુખ્ય વિપક્ષી મોરચો ‘ઇન્ડિયા' ગઠબંધન હાલ સાવ ડલ અને દિશાહીન બની રહ્યું છે. આજે આ ગઠબંધનની એક મહત્વની બેઠક મળવાની છે. પણ બેઠક શરૂ થાય તે પહેલા જ વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે.
કોંગ્રેસની આગેવાની હેઠળ ચાલતું આ વિપક્ષી સંગઠન આંતરિક મતભેદો અને અહમના ટકરાવથી ઘેરાઈ ગયું છે. આજની બેઠક પૂર્વે જ ગઠબંધનના મહત્વના સાથી પક્ષો જેવા કે ડીએમકે, ડાબેરીઓ, જેએમએમ અને આમ આદમી પાર્ટી વગેરેએ કોંગ્રેસની એકહથ્થુ નીતિ સામે તીવ્ર નારાજગી વ્યક્ત કરી છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ડીએમકે તો ગઠબંધન છોડવાની સત્તાવાર જાહેરાત પણ કરી શકે છે. સાથી પક્ષોને લાગે છે કે કોંગ્રેસ માત્ર પોતાનો સ્વાર્થ જુએ છે. પ્રાદેશિક પક્ષોને દબાવવાની કોંગ્રેસની આ નીતિથી વિપક્ષમાં ભારે રોષ છે.
આ બધાની વચ્ચે પヘમિ બંગાળના ફાયરબ્રાન્ડ નેતા મમતા બેનરજીનું વલણ સૌથી વધુ રહસ્યમય બન્યું છે. તાજેતરની ચૂંટણીઓમાં પછડાટ બાદ બંગાળમાં તેમની સરકાર ગઈ છે. એટલું જ નહીં, તેમનો પક્ષ પણ તૂટયો છે અને અભિષેક બેનરજી પર હુમલા પણ થયા છે. આ પ્રહારાત્મક ઘટનાઓથી મમતા બેનરજી અત્યારે વિફરેલા છે. તેમને રાહુલ ગાંધીના નેતળત્વમાં ઇન્ડિયા ગઠબંધન જરાય ફાવતું નથી. જો કે, હાલ પૂરતા પોતે રાજકીય રીતે નબળા પડ્યા હોવાથી, મમતાએ કમને કોંગ્રેસ સામે ઝૂકવું પડે તેવી સ્થિતિ છે. આ મજબૂરી વચ્ચે પણ તેમનો અંદરખાને કયો ખેલ ચાલી રહ્યો છે તે એક મોટું રહસ્ય છે.
આજની બેઠકમાં રાષ્ટ્રીય હિત કે દેશના પ્રશ્નો સાઈડમાં રહી જશે. દરેક પક્ષ માત્ર પોતાના સ્વાર્થની જ વાત કરશે. આ બેઠકથી ફરી એકવાર સાબિત થઈ જશે કે મોદિત્વનો મજબૂત પડકાર ઝીલવાની આમાંથી કોઈ પણ પક્ષની ત્રેવડ નથી. લોકશાહીમાં મજબૂત વિપક્ષ અનિવાર્ય છે. પરંતુ આ નબળા અને વેરવિખેર વિપક્ષના કારણે સામાન્ય લોકોનો અવાજ દબાઈ રહ્યો છે. જનતાના પ્રશ્નો ઉઠાવવા અંગે કોંગ્રેસ કે તેનો ઇન્ડિયા મોરચો જરા પણ ગંભીર જણાતો નથી. આ ગઠબંધન દેશહિત માટે છે કે માત્ર સત્તાની લાલચનું ‘ઠગબંધન' છે, તે સવાલ આજે દેશની જનતા પૂછી રહી છે. કોંગ્રેસ માટે તો આ સંગઠન હઠબંધન જેવ ું છે. રાહુલ બ્રાન્ડ નિષ્ફળ છે, પણ કોંગ્રેસ તે બ્રાન્ડને ચલાવવાની હઠ પકડીને બેઠી છે. વિપક્ષી નેતાઓ માત્ર પોતાની ખુરશી બચાવવા ભેગા થયા છે, દેશના વિકાસની કોઈને ચિંતા નથી.
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
