હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ન કહેવાય, ન સહેવાય..
મમતા બેનરજીની અજીબ દશાઃ પહેલા સરકાર બચાવવા મથ્યા, બાદમાં પક્ષ બચાવવા ઉંધા માથે થયા, હવે સાંસદોએ આવજો કહી દીધું: વટ વિખેરાઇ ગયોઃ યુસુફ જેવા ટાબરિયા પણ કાબૂમાં નથી
પヘમિ બંગાળના રાજકારણમાં એક સમયે જેનો સિકકો પડતો હતો, તે મમતા બેનરજી આજે લાચાર સ્થિતિમાં છે. બંગાળની વાઘણ ગણાતા આ નેતાની દશા અત્યારે ‘ન કહેવાય, ન સહેવાય' જેવી થઈ ગઈ છે. કયારેય કોઈની સામે ન ઝૂકનાર મમતાનો વટ આજે સાવ વીખાઈ ગયો છે. ધારાસભ્યો બાદ ૨૦ સાંસદોએ પણ બળવો પોકારી દીધો છે. મમતાના પતનની શરૂઆત બહુ ઝડપથી થઈ.
મમતા બેનરજી સામે સૌથી પહેલો મોટો પડકાર સરકાર બચાવવાનો આવ્યો હતો. તેમણે સત્તા ટકાવી રાખવા માટે આકાશ-પાતાળ એક કર્યા હતા. તેમ છતાં તેઓ પヘમિ બંગાળમાં પોતાની સરકાર બચાવી શકયા નહી. સરકાર ગયા પછી પક્ષ પર પકડ રાખવી જરૂરી હતી. પરંતુ ત્યાં પણ મોટો ફટકો પડયો. ધારાસભ્યોએ સામૂહિક બળવો પોકારી દીધો. મમતા પક્ષ બચાવવા ઊંધા માથે થયા, પણ બળવાખોર ધારાસભ્યોના જૂથને સત્તાવાર માન્યતા મળી ગઇ આમ, સત્તા અને સંગઠન બંને તેમના હાથ માંથી સરકી ગયા.
પરિવાર પર આફત અને મુશ્કેલીઓ અટકી નહીં. મમતાના ભત્રીજા અભિષેક બેનરજી પર હુમલો થયો. આ હુમલા બાદ મમતાએ પરિવારને બચાવવા માટે મથવું પડ્યું. હજુ આ વિવાદ શાંત થાય તે પહેલાં જ અભિષેક પર ઈડીની કાર્યવાહી શરૂ થઈ ગઈ. ચોતરફથી ઘેરાયેલા મમતા સહારો શોધવા માટે દિલ્હી પહોંચ્યા. તેઓ ત્યાં ‘ઈન્ડિયા' ગઠબંધનની બેઠકમાં સામેલ થયા હતા. તેમને આશા હતી કે વિપક્ષી એકતાથી તેમને કોઈ મદદ મળશે.
જ્યારે મમતા દિલ્હીની બેઠકમાં વ્યસ્ત હતા, ત્યારે તળણમુલ કોંગ્રેસમાં મોટો વિસ્ફોટ થયો. તળણમૂલ કોંગ્રેસના ૨૦ સાંસદોએ એકસાથે બળવો પોકારી દીધો. આ સાંસદોએ મમતાને સ્પષ્ટપણે‘આવજો' કહી દીધું. મમતાની કાર્યશૈલી હંમેશાં આક્રમક, તોછડી અને દયાહીન રહી છે. તેમણે પોતાની ધાકથી પક્ષ અને રાજ્યને દબાવી રાખ્યા હતા. જેવી રાજકીય પકડ ઢીલી થઈ, તેવી જ સ્પિં્રગ છટકી ગઈ. બાંગ્લાદેશી ઘૂસણખોરોના મુદ્દે તેઓ પહેલેથી જ દેશભરમાં વિલન બની ચૂકયા હતા. હવે તેમનો આખો રાજકીય વટ વેરવિખેર થઈ ગયો છે. જોકે, રાજકીય સમીક્ષકો માને છે કે મમતા આટલી સરળતાથી હાર સ્વીકારે તેવા નથી. તેઓ હજુ પણ વળતા પ્રહાર માટે યોગ્ય તકની રાહ જોઈ રહ્યા છે.
અત્યાર સુધી મમતા ઇન્ડિયા ગઠબંધનમાં પણ કોઇને ગણકારતા ન હતા.રાહુલ ગાંધીને નેતા તરીકે પણ સ્વીકારતા ન હતા. ગઈ કાલે તેમનું આ વલણ સાવ બદલાઈ ગયું હતું. સોનિયા ગાંધીને ભેટી પડ્યા.રાહુલ સાથે હામાં હા મીલાવી.મમતા એકદમ ડાહ્યા ડમરા નેતા બની ગયા હતા. રાજનીતિના બોસની હવા નીકળી ગઇ હતી.મમતા સામે મુજરા કરીને સાંસદ બની જનાર યુસુફ પઠાણ જેવા રાજનીતિના ટાબરિયા પણ મમતાનું માનતા નથી. દોઢ મહિનામાં મમતા બ્રાન્ડનું મહા પતન થયું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
