હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
4399 અણનમઃ મિરેકલ નેતૃત્વ
મોદીજી-નેહરુની રસપ્રદ તુલનાઃ ત્યારે ભારત પર દુનિયા આખીનો પ્રભાવ હતો, અત્યારે દુનિયા પર ભારતનો પ્રભાવ છેઃ ત્યારે યુધ્ધમાં ઘણું ગુમાવ્યું, અત્યારે સિંદુરે દુશ્મનોને ધ્રુજાવ્યા
૧૦ જૂન ૨૦૨૬ના સૂર્યોદય સાથે ભારતીય લોકતંત્રના ઇતિહાસમાં એક નવું પ્રકરણ લખાયું. નરેન્દ્ર દામોદરદાસ મોદી પ્રધાનમંત્રી તરીકે સતત ૪,૩૯૯ દિવસ પૂર્ણ કરીને પંડિત જવાહરલાલ નેહરુનો સતત પ્રધાનમંત્રી તરીકેનો રહેવાનો રેકોર્ડ તોડ્યો. આ માત્ર કેલેન્ડરના પાના પલટાવાની ઘટના નથી. આ વ્યક્તિત્વોના તફાવત રસપ્રદ છે. એક વારસાથી સિંચાયેલું છે, બીજું પરસેવાથી નીપજેલું છે.
નેહરુ જન્મ્યા આનંદભવનની મખમલી ગાદીએ. પિતા મોતીલાલ દેશના સૌથી મોંઘા બેરિસ્ટર હતા.રાજકીય નેતા પણ હતા.ઘરમાં વિલાયતી શિક્ષકો અને હેરો-કેમ્બ્રિજનું ભણતર. મોદી જન્મ્યા વડનગરમાં. બાળપણમાં રેલવે પ્લેટફોર્મ પર ચાની કીટલીએ કામ કર્યું. માતા હીરાબા બીજાના ઘરે વાસણ માંજતા હતા. નરેન્દ્રભાઇએ યુવાવસ્થામાં હિમાલયની ગુફાઓમાં આત્મશોધ કરી.
નેહરુજીને સત્તા વારસામાં મળી, મોદીજીએ સત્તા વારસા વગર ક્ષમતાના આધારે વટથી સર કરી. એટલે જ નેહરુ માટે ગરીબી ‘‘સેમિનારનો વિષય'' હતો, મોદી માટે ગરીબી બાળપણની સાથી હતી. નેહરુએ ‘‘ગરીબી હટાઓ'' નું સૂત્ર આપ્યું, મોદીએ ૨૫ કરોડ લોકોને બહુઆયામી ગરીબીમાંથી બહાર કાઢીને સૂત્રને સિધ્ધિ બનાવી.
નેહરુ સતત સત્તામાં રહ્યા - ભાખરા નાંગલ, ગુટનિરપેક્ષ નીતિ એમની દેન. પણ એ જ સમયગાળામાં ૧૯૬૨ના યુદ્ધમાં ભારતે ઘણું ગુમાવવું પડ્યું કાશ્મીરનો કોયડો પણ ગુચવી નાખ્યો હતો. લાઇસન્સ-રાજની બેડીઓ પણ મળી.
મોદીના ૪,૩૯૯ દિવસમાં કલમ ૩૭૦ ઇતિહાસ બની, રામ મંદિર બન્યું,ત્રણ તલાક પરંપરા ભુતકાળ બની. ચંદ્રયાન-૩ ચંદ્રના દક્ષિણ ધ્રુવે ઉતર્યું, અને ભારત પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું. ઉપરાંત ઓપરેશન સિંદુરથી દુશ્મનોના હાજા ગગડાવીને ભારતના બદલાયેલા મૂડની દુનિયાને ખબર પણ આપી દીધી હતી. અમથા કોઇ સલામ નથી કરતા.
નેહરુ કહેતા આરામ હરામ હૈ , મોદીએ કરી બતાવ્યું કામ હી ઇશ્વર હૈ. ૨૬ મે ૨૦૧૪થી અત્યાર સુધી એક પણ રજા લીધા વિના ૧૮ કલાકની દિનચર્યા - આ તપસ્યા જ ૪,૩૯૯ દિવસનો આધારસ્તંભ છે.
નેહરુ વૈજ્ઞાનિક અભિગમની વાત કરતા હતા. મંદિર-મસ્જિદથી અંતર રાખતા. મોદી નવરાત્રીમાં માત્ર ગરમ પાણી પર નવ દિવસના ઉપવાસ કરે છે, કેદારનાથની ગુફામાં ધ્યાન ધરે છે, અને એ જ હાથે ડિજિટલ ઇન્ડિયાનું બટન દબાવે છે. કાશી વિશ્વનાથ કોરિડોર અને UPI - બંને એક જ સિક્કાની બે બાજુ છે. વિકાસ ભી, વિરાસત ભી. G20માં ‘‘વસુધૈવ કુટુંબકમ''ગુંજતું મૂકીને એમણે બતાવ્યું કે આધ્યાત્મિકતા એમના માટે ચૂંટણીનું હથિયાર નહીં, જીવનનું વ્યાકરણ છે.
૪,૩૯૯ દિવસ એ ફક્ત સંખ્યા નથી, સામાન્ય માણસની આકાંક્ષાનો આયનો છે. નેહરુકાળે લોકશાહીનો પાયો નાખ્યો, મોદીયુગે એ લોકશાહીને ડિજિટલ, નિર્ણાયક અને પરિણામલક્ષી બનાવી. નેહરુજીનો રેકોર્ડ મોદીજીએ તોડ્યો તેમાં નેહરુ ખાનદાનનો પણ ભરપૂર સહયોગ રહ્યો છે. આ ખાનદાનનું સૌથી નબળું પાત્ર મોદીજીનું હરીફ છે. રાહુલની નિષ્ફળતા મોદીજી માટે નિર્ણાયક સાબિત થઈ રહી છે. આ ઐતિહાસિક ક્ષણે ભાજપે રાહુલ ગાંધીના સન્માન સમારોહનું આયોજન કરીને આભાર વ્યક્ત કરીને હજુ લાંબો સમય વિપક્ષના નેતા પદે રહે તેવી શુભેચ્છા આપવી જોઈએ.મોદીજી સામે પડકારો મોટા છે,પણ રાહુલના કારણે મોટા પડકારો સરળતાથી પાર પડે છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
