News of Monday, 15th June 2026
હનુમાનજીના માલિક નહિ, ભકત બની દેખાડો
સાળંગપુર કોપીરાઇટ વિવાદઃ આ સંપ્રદાયના સંતોને વિવાદી ગતકડાં વગર ફાવતું નથીઃ ફોટાનો દુરૂપયોગ કરનારા સામે પગલા લોઃ અન્ય ખેલની જરૂર નથીઃ વિરોધ કરનારા પણ દૂધે ધોયેલા નથી...
વિશ્વખ્યાત સાળંગપુરના હનુમાનજીની મૂળ મૂર્તિ અને કિંગ ઓફ સાળંગપુર અંગે કોપીરાઈટ કરાયા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને વારંવાર વિવિધ ગતકડાં કરીને વિવાદ કરવાનો ચશ્કો લાગ્યો છે. સંપ્રદાય કે મંદિર ખાનગી માલિકીના હોઈ શકે, પણ ત્યાં રહેલી દૈવી ઉર્જા કયારેય માલિકીની ન હોય. હનુમાનજીની મૂર્તિના દાસ કે ભક્ત બનાય, પણ અહિં તો કોપીરાઈટ લઈને સ્વામિત્વ જાહેર કરી દીધું છે.
આ ફોટાનો વ્યવસાયી દુરુપયોગ થતો હોવાનો તર્ક સંસ્થા તરફથી અપાયો. આ તર્ક સાચો પણ હોઈ શકે છે. જો કે આવું કરનારા નાલાયકો સામે સંસ્થાએ કડક પગલાં ભરવા જોઈએ. તેનો ઉકેલ કોપીરાઈટ કરાવવો એ ન જ હોય.
આ વિવાદ વકરી રહ્યો છે. સાળંગપુર મુદ્દે વિરોધ કરનારાં ઘણાં નીકળી પડ્યા છે. આ તત્વો પણ કંઈ દૂધે ધોયેલા નથી. અંગત સ્વાર્થ કે પ્રસિદ્ધિ માટે સનાતનના નામે ઘણી વખત ફાલતુ તત્વો મેદાનમાં આવી જાય છે. સનાતન ધર્મના વિવાદોમાં કંઈક નક્કર અને ફાઈનલ મત આપે તેવી વ્યવસ્થા અત્યંત જરૂરી છે. દરેક પોતાના ગતકડાં ચલાવે તે સનાતનની કરૂણતા છે.
ભગવાન કોઈની જાગીર નથી, તે સમગ્ર સળષ્ટિના છે. સંતોએ આધ્યાત્મિક મર્યાદા સમજીને વ્યાપારી માનસિકતા છોડવી પડશે. સંસ્થાઓ કાયદાકીય દાવપેચ રમીને ભક્તોની આસ્થા સાથે રમત ન રમી શકે. આવી પ્રવળત્તિઓથી સમગ્ર ધાર્મિક વાતાવરણ દૂષિત બને છે અને સામાન્ય માણસની શ્રદ્ધા ડગમગી જાય છે.
પૂ.ગોપાળાનંદ સ્વામીજીએ મૂર્તિમાં પ્રાણ પૂર્યા ત્યારે વિચાર્યું નહિ હોય કે સપ્રદાયના સાધુ સાધના-ભક્તિને પડતા મૂકીને વાઘાના તથા મૂર્તિના ફોટાના રવાડે ચઢીને કોપીરાઇટના ગતકડાં કરશે. સાધુતા લઇને દૈવીશક્તિના શરણમાં ગયા છો તો તેની સાધના તથા ભક્તિમાં મન પરોવવું જોઇએ. હનુમાનજીનો કોમર્શીયલ યુઝને એ બધાં મુદા બાહ્ય છે, સાધુએ આવા મામલામાં પડવાને બદલે હનુમાનજીને જ સમસ્યા સોંપી દેવી જોઇએ. નાલાયકી કરનારા ગદાનો છરકો પણ સહન ન કરી શકે. સાધુઓને જ હનુમાનજી પર પૂરો ભરોસો હોય તેમ લાગતું નથી. સવાલ એ પણ થાય છે કે ગોપાળાનંદજીઅ ે પ્રાણ પૂરેલી મૂર્તિ બિરાજમાન છે તો કિંગ ઓફ સાળંગપુરની જરૂર કેમ લાગી? ગતકડાંબાજો પોતાને ગોપાળાનંદજીના સમકક્ષ માને છે? આવા ગતકડાંનો હરિભક્તોએ જ વિરોધ કરવો જોઈએ. સાધુ-સંતો ભક્તિ- સાધના છોડીને અન્ય ગતકડાંમાં પડે તો તેને માનપાન આપવાના બંધ કરવા જોઈએ.
હાલના વિવાદમાં સનાતનનો ગેરલાભ લેનારા પણ મોજમાં આવી ગયા છે. વિરોધ કરનારાઓ માત્ર કેમેરા સામે ચમકવા માટે સનાતન ધર્મની ઓથ લે છે, ત્યારે ધર્મની ગરિમા વધુ ઘવાય છે. બંને પક્ષોએ પોતાની અંગત મહત્વાકાંક્ષાઓ બાજુ પર મૂકીને વિચારવું પડશે. સાચો ભક્ત કયારેય ભગવાન પર પોતાનો હક નથી જતાવતો, તે માત્ર ચરણોમાં શીશ ઝુકાવે છે. સંપ્રદાયે પોતાની ભૂલ સ્વીકારવી જોઇએ.
ધર્મને આવી કોર્ટ-કચેરીની બાબતોથી મુક્ત રાખવો અનિવાર્ય છે. વડીલ સંતો આ બાબતે કોઈ કાયમી બંધારણ કે આચારસંહિતા નહીં બનાવે, તો ભવિષ્યમાં આવા ગતકડાંઓ અટકશે નહીં. હવે સમાજે જ જાગળત થઈને આવા વિવાદોને નકારવા પડશે
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
