નેતા માર્કેટઃ કિલોના ભાવથી..
પંજાબ બાદ મહારાષ્ટ્ર, પં.બંગાળ અને હવે યુપીમાં વિપક્ષી સાંસદો તૂટવામાં: કાદવમાં કમળ ઉગે, પણ અહીં કમળમાં કાદવ ચોટ્યો...
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જાહેર જીવનમાં નૈતિકતાની વાતો કરે છે, પણ ખુદ ભાજપ જ જાહેરમાં ખદબદતી ગંદકી પક્ષમાં ઘાલીને જાહેર જીવનના ધજાગરા ઉડાવી રહયો છે.
મોદી યુગમાં ભાજપ સામે વિપક્ષ ખૂબ નબળો સાબિત થયો છે. અતિ નબળા વિપક્ષના થોડા ઘણા સાંસદો છે એ પણ સામૂહિક રૂપે તૂટી રહ્યા છે. એકાદ પક્ષમાં કે એકાદ રાજયમાં બળવો થાય તો સમજાય, પણ વિપક્ષના નામી પક્ષોમાં સામૂહિક બળવા થઇ રહ્યા છે, તેનો અર્થ એ થાય કે, બળવા મેનેજ થઇ રહ્યા છે.
પહેલા પંજાબમાં આપના સાંસદોએ પક્ષ સામે બળવો કરીને ભાજપનું શરણ લીધુ હતું. બાદમાં પ.બંગાળમાં મમતા સામે પોતાના જ સાંસદોએ બળવો કરીને ભાજપનું શરણ લીધું. આ બધું ચાલતું હતું ત્યાં મહારાષ્ટ્રમાં શિવસેના ઉધ્ધવ જૂથમાં બળવો થયો અને સાંસદો ભાજપ-એનડીએમાં આવી રહ્યા છે. આ સાંસદોને નોટિસો આપવાની પ્રક્રિયા ચાલે છે. ત્યાં ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવ સામે સાંસદોનો બળવો ગૌરંભાયો છે.
આ રાજકીય ઘટનાઓ સામાન્ય નથી. ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપે ૪૦૦ બેઠકો પ્રાપ્ત કરવાનો ટાર્ગેટ રાખ્યો હતો, પરંતુ એકલા હાથે બહુમતી પણ પ્રાપ્ત થઇ ન હતી. આ કારણે મોદી સરકાર સાથી પક્ષોના ભરોસે છે.
વિવિધ ખરડા પસાર કરવામાં મુશ્કેલી અનુભવે છે. આ મુશ્કેલી દૂર કરવા વિપક્ષનો કચરો ભાજપમાં ઘુસી રહ્યો છે. કાદવમાં કમળ ઉગે તે સાચું છે, પણ ભાજપનું કમળ વિચિત્ર છે, આ કમળમાં કાદવ ચોટી રહ્યો છે.
રાષ્ટ્રીય સ્તરે નેતાઓ અને નેતાઓની માર્કેટ ભરાઇ હોય તેવો માહોલ છે. નેતા-નેતી તેના રાજકીય વજન પ્રમાણે કિલોના ભાવથી વેચાઇ રહ્યા છે.
ટી.વી. ડિબેટ્્સમાં વિપક્ષના નેતાઓ ભાજપની ઝાટકણી કાઢી રહ્યા છે, પરંતુ એ બાબત પણ સાચી છે કે, વિપક્ષ ખુદના નેતા-નેતીને સાચવવામાં નિષ્ફળ જાય છે. ઇતિહાસ તરફ નજર કરો તો કોંગ્રેસ રાજકીય બળવા વિરૂધ્ધ બોલી શકે તેમ નથી.
ભારતના રાજકીય ઇતિહાસનો સૌપ્રથમ નિર્ણાયક બળવો ઇન્દિરા ગાંધીએ કર્યો હતો. કોંગ્રેસમાં બળવો કરીને ઇન્દિરા કોંગ્રેસની સ્થાપના કરી હતી. હાલ રાહુલ ગાંધી આ કોંગ્રેસના નેતા છે, જે નેતાઓના બળવાનો વિરોધ કરીને ગદ્ાર ગણાવે છે. જો કે નવાઇની વાત એ છે કે કોંગ્રેસના ભાગ્યે જ કોઇ સાંસદો તૂટયા છે.
ઇતિહાસમાં જાવ તો મજેદાર વિગતો મળશે. તૃણમૂલ, સમાજવાદી વગેરે મોટાભાગના પ્રાદેશિક પક્ષો રાજકીય બળવામાંથી જ અસિત્વમાં આવ્યા છે. પોતાના સાંસદ તૂટે તો મમતા, અખિલેશને વાંધા પડે છે, પણ ખુદ બળવામાંથી જ સર્જાયા છે અને ભૂલી જાય છે. પક્ષાતરએ લોકદ્રોહ છે, પણ લોકો જ નૈતિક નથી તેથી ગુજરી બજારના નેતાઓ મળે છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
