<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

પધારો, મેઘરાજઃ પરસેવાના પૂર!

ગરમીથી ત્રાહીમામઃ વરસાદ ખેંચાયોઃ વહેલા વરસાદની આગાહી કરનારા સૂકાઇ ગયાઃ માહોલ અને વૃતિ સુધારો

 

 

કચ્‍છની કેસર કેરીની મોસમ પુરબહાર ખીલી છે. ગીરની કેસરની સીઝન પૂરી થઇ ગઇ છે. આ વર્ષે ગીરની કેરીએ રંગ રાખ્‍યો. ગયા વર્ષ કરતા બમણું ઉત્‍પાદન થયું  માત્ર તાલાલા વિસ્‍તારે જ રૂા. ૧૫૦ કરોડની કેરીનું વેચાણ કર્યું કુદરત રૂઠે ત્‍યારે દેકારા કરી મૂકનારા ખેડૂતોએ પ્રકૃતિની કૃપાથી ધમધોકાર આવક થાય ત્‍યારે કુદરતની સામૂહિક આભાર પ્રાર્થના કરવાની પરંપરા પણ બનવી જોઇએ.

કુદરત કૃપા કરે ત્‍યારે તેની સામે જોવા પણ કોઇ તૈયાર નથી હોતું કુદરત રૂઠે ત્‍યારે રામધૂનથી માંડીને અનેક ગતકડાં શરૂ કરી દેવામાં આવે છે.

સામાન્‍ય રીતે ગુજરાતમાં પાંચથી દશ જુને ચોમાસાનો પ્રારંભ થઇ જતો હોય છે. આ વર્ષે ૨૦ જૂને પણ સોૈરાષ્‍ટ્ર હજુ મેઘરાજાની રાહ જુએ છે.

વરસાદની આગાહી કરવામાં નિષ્‍ણાત બનીને ફરનારા ગુજરાતી મીડિયાના અનેક હીરાએ આ વર્ષે વહેલા વરસાદની આગાહી કરી હતી. આ નિષ્‍ણાતો સૂકાઇ ગયા છે. એકાદ આગાહી સાચી પડે તો ઉછળી-ઉછળીને પ્રસિધ્‍ધિ લેનારા નિષ્‍ણાતો આગાહી ખોટી પડે તો અલોપ થઇ જતા હોય છે. આવા પ્રસિધ્‍ધિબાજો  ખુલ્લા પાડવા જોઇએ.

વરસાદ મોડો પડયો છે, કૃષિ સહિતના ક્ષેત્રો રાહ જુએ છે. વરસાદમાં ભીના-ભીના થવાના સમયે હજુ કાળઝાળ ગરમીમાં પરસેવા ઘુઘવી રહયા છે. મેઘરાજા હમણા ખૂબ મનમાની કરે છે. જન્‍માષ્‍ટમી, હોળી, દિવાળી સુધી રોકાઇ જાય છે, પરંતુ સમયસર આવતા નથી.

છેલ્લા ૧૫ વર્ષના ચોમાસાનો અભ્‍યાસ કરો તો ખ્‍યાલ આવશે કે ગુજરાત-સોૈરાષ્‍ટ્રમાં વરસાદની પેટર્ન બદલાઇ ગઇ છે. આ ઉપરાંત વાવાઝોડાની સંખ્‍યા વધી ગઇ છે. વરસાદી પેટર્નમાં બદલાવ ખૂબ ગંભીર મુદ્‌ો ગણાય. આપણું અર્થતંત્ર વરસાદ આધારિત છે વરસાદની  બદલાતી પેટર્ન અને તેના કારણોની ખૂબ ઊંડાણથી અભ્‍યાસ થવો જોઇએ. હાલી નીકળેલા વરસાદી નિષ્‍ણાતોને ઓર્થેન્‍ટિક ગણાય તેવું કાર્ય ગમતું  નથી. ગજબ તો એ છે કે, સરકારી હવામાન ખાતા ને પણ આવી નક્કર બાબતોમાં રસ નથી. હવામાન ખાતાની ઓફિસમાં એકાદ પરપ્રાંતીય અધિકારી મીડિયાના કેમેરા સામે મંડાઇને સાવ સામાન્‍ય લેવલની આગાહી કરતા રહે છે. રિસર્ચ જેવું કંઇ દેખાતું નથી.

કોઇ સ્‍તરે વરસાદ અંગે ગંભીરતા જોવા મળતી નથી. વરસાદ ન આવે તો દુકાળની સમસ્‍યા અને વધારે આવે તો પૂરની સમસ્‍યા માપે આવે તો કાદવ કીચડ, રોગચાળાની સમસ્‍યા... આપણામાં કુદરતી કૃપા ઝીલવાની આવડત નથી તેથી બધે સમસ્‍યા જ નજરે પડે છે. દૃષ્‍ટિ તેવી સૃષ્‍ટિ

(11:50 AM IST)