<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

ગોૈરવ- શરમનો સંગમઃ અયોધ્‍યામાં લંકાકાંડ

રામ મંદિર ભાજપી હિન્‍દુત્‍વનો પાયોઃ મંદિર નિર્માણ ગોૈરવ, પણ કરોડોની દાનચોરી શરમઃ મોદિત્‍વ અને યોગીત્‍વની શાખ દાવ પર

અયોધ્‍યામાં વિવાદી સ્‍થાને ભવ્‍ય રામ મંદિરનું નિર્માણ એ ભારતના આધુનિક ઇતિહાસની એક ન ભૂતો ન ભવિષ્‍યતિ જેવી ઘટના છે. વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના શાસનકાળમાં આ મંદિરનું સ્‍વપ્‍ન સાકાર થયું છે. આ નિર્માણ સાથે ભાજપ અને સંઘ પરિવારનું રાજકીય તેમજ સાંસ્‍કળતિક ગૌરવ જોડાયેલું છે. દાયકાઓ સુધી ચાલેલી કાનૂની લડાઈ અને લાખો ભક્‍તોના બલિદાન પછી આ પવિત્ર કાર્ય પૂર્ણ થયું છે. રામ મંદિર માત્ર એક ઇમારત નથી. તે કરોડો હિન્‍દુઓની આસ્‍થા, શ્રદ્ધા અને અસ્‍મિતાન ુપ્રતીક  છે. આ મંદિર ભાજપી હિન્‍દુત્‍વના વૈચારિક પાયાને મજબૂત કરતું સર્વોચ્‍ચ શિખર છે.

આ ભવ્‍ય ગૌરવની વચ્‍ચે અયોધ્‍યામાં એક શરમજનક કાંડ સર્જાયો છે. મંદિરમાં કરોડો રૂપિયાની દાનચોરીની ઘટના સામે આવી છે. આ કૌભાંડે સમગ્ર દેશમાં ખળભળાટ મચાવી દીધો છે. જે ભૂમિ પર ત્‍યાગ અને મર્યાદાના પાઠ ભણાવવામાં આવ્‍યા, ત્‍યાં જ આ પ્રકારની છેતરપિંડી થાય તે અત્‍યંત ગંભીર બાબત છે. ભક્‍તોએ પોતાની પરસેવાની કમાણી ભગવાનના ચરણોમાં ધરી હતી. તે દાનના નાણાંમાં લાંબા સમય સુધી ચોરી થતી રહી. આ ઘટના દેશના કરોડો હિન્‍દુઓની પવિત્ર આસ્‍થા સાથે બહુ મોટો ખીલવાડ છે.

 આ આખા વિવાદને કારણે  વડાપ્રધાન મોદી અને ઉત્તર પ્રદેશમાં મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથની પ્રતિષ્ઠા દાવ પર લાગી ગઈ છે. ‘મોદિત્‍વ' અને ‘યોગીત્‍વ' ની ઓળખ હંમેશા ભ્રષ્ટાચાર મુક્‍ત શાસન તરીકેની રહી છે. તેથી આ કલંક સરકારની છબીને મોટું નુકસાન પહોંચાડી શકે છે.

 જો કે, આ મામલે સરકાર દ્વારા ઝડપી  અને કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આ કૌભાંડમાં સામેલ ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત શ્રી રામ જન્‍મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્‍ટના મહાસચિવ ચંપતરાય સહિતના વરિષ્ઠ ટ્રસ્‍ટીઓની પણ સઘન પૂછપરછ ચાલી રહી છે. મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથ આ મુદ્દે અત્‍યંત આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે.

ચૂંટણીના માહોલમાં વિપક્ષને પણ સરકારને ઘેરવાનો મોટો રાજકીય મુદ્દો મળી ગયો છે. વિપક્ષી દળો આ ચોરીને લઈને શાસક પક્ષ પર આકરા પ્રહારો કરી રહ્યા છે. ભવિષ્‍યમાં કદાચ ચોરી થયેલા નાણાંની ૧૦૦ ટકા રિકવરી થઈ જશે. દોષિતોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે. તેમ છતાં, પવિત્ર રામ મંદિરમાં થયેલી આ દાનચોરીની કાળી ઘટના ઇતિહાસમાં હંમેશા એક ન ભૂંસી શકાય તેવા કલંક તરીકે નોંધાયેલી રહેશે. ભક્‍તિના ધામમાં લોભનો આ ખેલ ખરેખર દેશ માટે શરમજનક છે. (૩.૨)

 

(1:54 PM IST)