<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

ચકલી ફરીથી ફૂલેકે ચઢી

સિંધુ જલ મુદે પાકિસ્‍તાનની ભારતને સતત ધમકીઃ ઓપરેશન સિંદુર સહન થયું ન હતું, યુધ્‍ધની વાતો કરવા લાગ્‍યું: નિર્ણાયક સર્જરી જરૂરી

ઉંદરડું દારૂ પી જાય પછી તે ભાન ભૂલીને સાવજોને પણ પડકારવા લાગવા માંડે. પોતાની જાતને શક્‍તિશાળી માનતું ઉંદરડું વાસ્‍તવમાં હાસ્‍યાસ્‍પદ બનતું હોય છે. આવા ઉંદરડા જેવી હાલત હાલ પાકિસ્‍તાનની છે. તે પોતાની કંગાલિયત ભૂલીને ભારત સામે શિંગડા ભરાવી રહ્યું છે.

સિંધુ જલ મુદે પાકિસ્‍તાન છેલ્લા દશેક દિવસથી ભારતને ખરાબ શબ્‍દોમાં ધમકી આપી રહ્યું છે. ભારત તરફથી હાથ ધરવામાં આવેલું ઓપરેશન સિંદુર તે સહન કરી શકયું ન હતું. આ ઓપરેશનથી પાકિસ્‍તાનની દશા ખરાબ થઈ ગઈ હતી. ભારતે સિંધુનું જલ પાકિસ્‍તાનમાં જતું અટકાવવાના પ્રયાસો આદરી દીધા છે. આ આઘાત સહન ન થતાં તે હવે ભારત સામે સીધા યુધ્‍ધની ધમકીઓ આપી રહ્યું છે.

વાસ્‍તવમાં આંતર કલહમાં પાકિસ્‍તાન ખરાબ રીતે ઘેરાઈ ગયું છે. પીઓકેથી માંડીને બલૂચિસ્‍તાન જેવા વિવિધ વિસ્‍તારો હવે ખુલ્લેઆમ પાકિસ્‍તાનથી આઝાદી માંગે છે. કરાચીમાં રોજ આતંકી હુમલા થાય છે. અફઘાનિસ્‍તાન સાથે પણ તેની સરહદ પર યુધ્‍ધ જેવી સ્‍થિતિ છે. વૈશ્વિક મંચ પર પણ તેની કોઈ ઈજ્જત નથી. તે અમેરિકા અને ઈરાન વચ્‍ચેની મધ્‍યસ્‍થીમાં હાસ્‍યાસ્‍પદ બને છે. તેની કોઈ વાત ગંભીરતાથી લેતું નથી.

પાકિસ્‍તાનની અંદરની આર્થિક સ્‍થિતિ દયનીય છે. પાકિસ્‍તાનમાં ફૂગાવો બેકાબૂ છે અને મોંઘવારી આકાશે આંબી ગઈ છે. જનતા લોટ અને વીજળી માટે મરી રહી છે. ત્‍યાં લોકશાહી જેવું કંઈ નથી. આર્મી ચીફ અસીમ મુનિર રાજા બનીને રાજ કરે છે. લોકોનું ધ્‍યાન આ અસલી સમસ્‍યાઓથી દૂર કરવા માટે પાકિસ્‍તાની શાસકો ભારત સાથે યુધ્‍ધની વાતો કરે છે.

પાકિસ્‍તાનની આ નાપાક  હરકતોનો હવે કાયમી અંત લાવવાનો સમય આવી ગયો છે. ગીધડ ધમકીઓ આપતા પાકિસ્‍તાનને પાઠ ભણાવવો જ પડશે. ભારતે આ સમયે એક નિર્ણાયક સર્જરી કરીને પાકિસ્‍તાનના ત્રણ ટૂકડાં કરી નાખવાની જરૂર છે. તેના પરમાણુ હથિયારોનો ભય બતાવીને ભારતને ડરાવવાનો તેનો આ ખેલ હવે બંધ થવો જોઈએ. ભારતની સાર્વભૌમત્‍વતા સામે આંખ ઉઠાવનાર આ પાડોશીને નકશા પરથી નેસ્‍તનાબૂદ કરવો એ જ એકમાત્ર કાયમી ઈલાજ છે. નિર્ણાયક મોદી સરકાર પાસે આ આશા રાખવી અસ્‍થાને પણ નથી. 

(11:24 AM IST)