<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd July 2026

નેતા ઉગશે, ભાજપ લણશે

ખેડૂત લડતથી સરકારના પગ નીચે રેલો આવ્‍યોઃ કૃષિકારોએ સાવધાન રહેવું જરૂરીઃ ભાજપની વિરૂધ્‍ધ ઉભરેલા નેતા ભાજપમાં ગોઠવાઇ જાય છે

ગુજરાતમાં જ્‍યારે પણ વિધાનસભાની ચૂંટણી નજીક આવે છે, ત્‍યારે ગ્રામીણ વિસ્‍તારો અને કળષિ ક્ષેત્રમાં આંદોલનોની મોસમ આપોઆપ ખીલી ઉઠે છે. હાલમાં પણ રાજ્‍યના વિવિધ વિસ્‍તારોમાં કળષિ પ્રશ્નોને લઈને ચાલી રહેલી ખેડૂત લડતથી સરકારના પગ નીચે રેલો આવ્‍યો છે. વહીવટીતંત્ર અને શાસક પક્ષ બંને આ જનઆક્રોશ જોઈને ચિંતામાં મૂકાયા છે. આ આખી પરિસ્‍થિતિ પાછળ જે રાજકીય ગણિત કામ કરી રહ્યું છે, તેનાથી કળષિકારોએ ભારે સાવધાન રહેવું ખૂબ જ જરૂરી બન્‍યું છે.

કળષિ ક્ષેત્ર ગુજરાતનું સૌથી મોટું અને પ્રભાવશાળી વોટબેંક ધરાવતું ક્ષેત્ર છે. ઇતિહાસ ગવાહ છે કે રાજ્‍યની રાજનીતિમાં સૌથી વધુ નેતાઓ આ ક્ષેત્રના આંદોલનોમાંથી જ પેદા થયા છે. પરંતુ ખેડૂતો માટે દુઃખદ બાબત એ છે કે લોકપ્રિયતા મેળવવા માંગતા તત્‍વો માટે આ લડતો માત્ર એક લોન્‍ચિંગ પેડ બની ગઈ છે.

આંદોલનની શરૂઆતમાં જે નેતાઓ શાસક પક્ષની નીતિઓ સામે સિંહગર્જના કરતા હોય છે, તે જ નેતાઓ પોતાની રાજકીય લાયકાત સાબિત કરીને અંતે શાસક પક્ષની છાવણીમાં આશ્રય મેળવી લે છે. ભાજપની વિરૂધ્‍ધ ઉભરેલા નેતા સમય જતાં ભાજપમાં જ ગોઠવાઈ જાય છે.

આ એક સુઆયોજિત રાજકીય રમત બની જાય છે, જેમાં ખેડૂતોની વાસ્‍તવિક પીડા અને તેમના પ્રશ્નો હાંસિયામાં ધકેલાઈ જાય છે. નેતા પોતાનું ભવિષ્‍ય સુધારી લે છે, સત્તાના સિંહાસન સુધી પહોંચી જાય છે, પણ જગતનો તાત જ્‍યાં હતો ત્‍યાં જ ઊભો રહે છે.

ખેડૂતોના નામે નેતાઓ ઉગી નીકળે છે અને છેલ્લે તેનો સીધો રાજકીય પાક ભાજપ લણી જાય છે. તાજેતરમાં એક દેશી ગાયક કલાકારને પણ આવી જ રીતે ખેડૂતોની લાગણીઓ વટાવીને નેતા બનવાનો ઢઢ્ઢો ઉપાડ્‍યો હતો, પણ સદનસીબે તેનું સ્‍વાર્થી ષડયંત્ર સફળ રહ્યું નથી.

ખેડૂતોએ હવે એ સમજવું પડશે કે તેમના આક્રોશનો ઉપયોગ કોઈ પોતાના અંગત સ્‍વાર્થ કે સત્તા મેળવવા માટે ન કરી જાય. જો કળષિકારો પોતે જાગળત થઈને આવા મોસમી અને તકવાદી નેતાઓને ઓળખીને જાકારો નહીં આપે, તો આ શોષણની પરંપરા કયારેય અટકશે નહીં. પ્રશ્નોના કાયમી ઉકેલ માટે લડત આપો. નેતા ચમકાવવાને બદલે ખેડૂતોએ ખુદને મજબૂત કરવા જરૂરી છે.

(12:08 PM IST)