હિંદુત્વને પડકાર... કોઇક તો જાગો
લવજેહાદ, રેસ્ટોરન્ટમાં ફોટા પાડીને બ્લેક મેઇલિંગઃ ગુન્હાખોરીનું તાંડવઃ રાજકોટ-સોૈરાષ્ટ્ર ભગવાન ભરોસેઃ હિંદુવાદીઓ અલોપ...!
રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રની ભૂમિ પર ગુનાખોરીનું એક ભયાનક તાંડવ જોવા મળી રહ્યું છે. શાંત ગણાતું આ ક્ષેત્ર હવે ક્રૂર ગુનાઓનું કેન્દ્ર બની રહયું છે. જો આ ઘટનાઓ પર ઊંડાણપૂર્વક સંશોધન કરવામાં આવે, તો ચોંકાવનારું તારણ બહાર આવે છે. અહીં બનતી લગભગ ૮૦ ટકા જેટલી ગુનાહિત ઘટનાઓ પાછળ વિધર્મીઓ અને પરપ્રાંતીય તત્વોનો હાથ જોવા મળી રહ્યો છે. સ્થાનિક સ્તરે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી રહી છે. સામાન્ય જનતામાં અસલામતીની ભાવના તીવ્ર બની છે.
સૌથી ચિંતાજનક બાબત એ છે કે નામ બદલીને લવજેહાદ આચરવાની ઘટનાઓ હવે રોજિંદી બની ગઈ છે. હિન્દુ સમાજની ભોળી દીકરીઓને ફસાવવા માટે પદ્ધતિસરનું નેટવર્ક ચાલી રહ્યું હોય તેમ લાગે છે. માત્ર એટલું જ નહીં, હોટલો અને વ્યાપારિક સ્થળો પર પણ હિન્દુ નામો રાખીને ચારેબાજુ મોટા પાયે છેતરપિંડી આચરવામાં આવી રહી છે.
ધ્રાંગધ્રામાં આવેલી‘રજવાડી' નામની રેસ્ટોરન્ટની ઘટના આ ક્રૂરતાનો તાજો પુરાવો છે. ત્યાં વોશરૂમમાં હિન્દુ મહિલાઓના ગુપ્ત ફોટા પાડીને તેમને બ્લેકમેઇલ કરનારા વિધર્મી મેનેજર ઝડપાયા છે. આ પ્રકારની વિકળત માનસિકતા હિન્દુ સમાજની અસ્મિતા અને સુરક્ષા સામે એક સીધો પડકાર છે.
ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકાથી ભાજપનું શાસન છે. રાજકીય રીતે હજુ પણ ભાજપ સામે કોઈ મોટો પડકાર મેદાનમાં નથી. છતાં આ વિધર્મી તાંડવ સામે શાસક પક્ષ કેમ મૌન સેવી રહ્યો છે? તે એક મોટા ે પ્રશ્ન છે. સામાન્ય હિન્દુ પરિવારો આ તાંડવના કારણે બરબાદ થઈ રહ્યા છે. આヘર્યની વાત એ છે કે પોતાની જાતને હિન્દુવાદી ગણાવતા સંગઠનો કે નેતાઓ હવે એક નિવેદન આપવા પણ આગળ આવતા નથી. તેઓ જાણે સાવ અલોપ થઇ ગયા છે. સરકાર સત્તાધારી પક્ષ કે સંઘ પરિવાર આ ગંભીર બાબતો પ્રત્યે તદ્ન ઉદાસીન દેખાઇ રહ્યા છે.
આ સમગ્ર પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે રાજકોટ અને સૌરાષ્ટ્ર જાણે સાવ ભગવાન ભરોસે છોડી દેવાયા છે. આગામી એકાદ વર્ષમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. વર્તમાન સ્થિતિને જોતા હવે દરેક હિન્દુ મતદારે જાગળત થવું પડશે. પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા અંગે નવેસરથી ગંભીરતાથી વિચારીને જ મતદાન કરવાનો સમય પાકી ગયો છે. જો હવે હિન્દુ સમાજ નહીં જાગે, તો ભવિષ્ય અતિશય અંધકારમય બની જશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
